________________
ક્ષુધા-પરીષહ આદિ પરીષહોની માફક યાચના-પરીષહ પણ સહન કરવા યોગ્ય છે, એમ માનનારા પરમષિઓ પ્રસંગ પ્રાપ્ત થયે આજ્ઞા મુજબની રીતિએ જરૂરી વસ્તુ માટે યાચના કરવાને પણ પ્રવર્તમાન થાય, એ સ્વાભાવિક જ છે. યાચના માટે પ્રવર્તમાન થવા છતાં પણ, લાભાન્તરાયનો જો ઉદય હોય, તો દાતાર પાસેથી હયાત વસ્તુની પ્રાપ્તિ પણ, જેવી શુદ્વ રીતિએ થવી જોઇએ તેવી શુદ્વ રીતિએ થતી નથી. આવે સમયે મનોવૃત્તિને હિતની સાધનામાં મસ્ત રાખવી અને સહજ પણ ઉદ્વિગ્ન નહિ બનવું, એ ‘અલાભપરીષહ' નું સહન છે. જેઓ સાધુપણું પામવા છતાં પણ ‘અલાભ-પરીષહ’ ને સહન નહિ કરતાં યથેચ્છ રીતિએ વર્તે છે અને અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ઐચ્છિક રીતિએ નહિ સહવામાં આનંદ માને છે, તેઓ તિર્યંચ આદિ ગતિઓમાં અનિચ્છાએ પણ સહવાની દુર્દશામાં મૂકાયા વિના રહેતા નથી. વિવેકિઓ પ્રભુશાસનના સાધુપણાને પામીને એવી દુર્ગતિઓને ખરીદ કરવા જેવી પ્રવૃત્તિઓને આચરવા તત્પર બને, એ શું પસંદ કરવા યોગ્ય છે ?
સ. નહિ જ.
આ જ કારણે, ઉપકારિઓ ફરમાવે છે કે- ‘અલાભ-પરીષહ' પણ સમભાવે સહેવો અને એમાં આત્મકલ્યાણ માનીને હિતની સાધનામાં સજ્જ રહેવું એ જ શ્રેયસ્કર છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવને પિછાનનારાઓ, એ તારની આજ્ઞામાં જ સર્વસ્વ માનનારા હોય છે એટલે એ આત્માઓ સદાને માટે આજ્ઞામય જીવન જીવવાને ઝંખતા હોય છે.
હર્ષને પણ અનુતાપ કેમ મનાય ?
ઉપકારિઓ ફરમાવે છે કે-મધુકર-વૃત્તિના ઉપાસક મહર્ષિઓ, ગૃહસ્થોએ જ્યારે પોતાને માટે રસોઇ કરી લીધી હોય, એવે સમયે ભિક્ષા માટે પરિભ્રમણ કરે છે અને એ કારણે તેઓ માટે પાકાદિની પ્રવૃત્તિ થતી નથી. જેઓ રસલોલુપતા આદિથી પ્રથમ પણ ભિક્ષા માટે નીકળી પડે છે, તેઓ આધાર્મિક આદિ દોષોથી ભાગ્યે જ બચી શકે છે. ગૃહસ્થોએ પોતાના માટે રસોઇ પકાવી લીધી હોય, તે પછી જ શુદ્ધ રીતિએ મધુકર-વૃત્તિથી ભિક્ષા લેનારા મહાપુરૂષો, ભિક્ષા મળે તો પણ અનુતાપમાં નથી પડતા ન મળે તો પણ અનુતાપમાં નથી પડતા અથવા તો અલ્પ કે અનિષ્ટ પ્રાપ્તિ થાય તો પણ અનુતાપમાં નથી પડતા.
સ. ભિક્ષા મળ્યા પછી અનુતાપ શો ?
મળ્યા પછી અનુતાપ હોઇ શકે છે, પણ તે ન મળે અથવા તો અલ્પ કે અનિષ્ટ મળે એથી જે અનુતાપ હોય છે, એના કરતાં ભિન્ન જાતિનો હોય છે.
સ. એ ક્યી જાતિનો ?
એ એવી જાતિના અનુતાપ છે કે-જો જરૂરી ભિક્ષા નિર્દોષપણે મળી જાય, તો એવું થવાનો સંભવ
છે કે- ‘હું કેવો લબ્ધિવાળો છું. કે જેથી મને જરૂરી ભિક્ષા મળી જાય છે ?'
આવી જાતિનો હર્ષ, એ પણ મુનિને માટે પ્રભુશાસનમાં અનુતાપ મનાય છે.
સ. હર્ષ પણ અનુતાપ ?
ર્મબન્ધમાં શાસનભૂત થનારો હર્ષ પણ અનુતાપ જ હેવાય. જે હર્ષના પરિણામે અશુભકર્મનો બન્ધ થાય, એ હર્ષ પણ પરિણામે આત્માને અશાંતિ આપી તપાવનારો હોવાથી અનુતાપ રૂપે હેવાય, તે સજ્જ છે. ‘હર્ષ' પણ છ આંતર્ શત્રુઓમાં સ્થાન પામ્યો છે. અન્યો જે છ પ્રકારના આંતર શત્રુઓ ગણાવે છે, એમાં હર્ષને પણ ગણાવે છે. વાત એ છે કે-વર્તમાનનો હર્ષ પણ પરિણામે શું ? એવા હર્ષનું પરિણામ અનુતાપમાં જ આવે ને ? મુનિઓ માટે એવો હર્ષ પણ ત્યાજ્ય છે.
Page 188 of 325