________________
નથી. બ્રહ્મચર્ય એ મુનિઓનું ચોથું મહાવત છે અને એ મહાવ્રતને અનંત ઉપકારિઓએ સાગરની ઉપમા આપી છે. આ માવતનું પાલન સાચી આત્મારમણતાથી સાધ્ય છે. આત્મરમણતામાં બાધક વસ્તુ સંગ છે. જેમાં રાગાદિને વશ બનેલા જીવો આસકિતને અનુભવે છે, તેને સંગ કહેવાય છે અને એ સંગ આ લોકમાં કોઇ હોય તો તે સ્ત્રીઓ છે. સ્ત્રીઓ હવ અને ભાવ આદિથી મનુષ્યોને અતિશય આસકિતમાં હેતુભૂત છે. મનુષ્યો ગીતાદિમાં પણ આસક્ત થાય છે, પણ સ્ત્રીઓમાં અતિ આસકત થાય છે, એથી ખાસ કરીને સ્ત્રીઓ સંગ તરીકે ગણાય છે. મનુષ્યોમાં મૈથુનસંજ્ઞા અતિ હોય છે અને સ્ત્રીઓ એ સંજ્ઞાને અતિપણે ઉકેરનારી છે. એનો જ એ પ્રતાપ છે કે-સ્ત્રીઓના સંગમાં આસકત બનેલા પામરો દર્શનીયતા આદિ સઘળુંય સ્ત્રીઓમાં જ કલ્પી લે છે. પામરો તો સ્ત્રીઓના પ્રેમથી પ્રસન્ન બનેલા મુખકમળને જ દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ માને છે. સ્ત્રીઓના મુખના સુવાસને પામરો સુંઘવા લાયક સુવાસિત વસ્તુઓમાં ઉત્તમ માને છે. પામરો સાંભળવા યોગ્ય વસ્તુઓમાં શ્રેષ્ઠ તરીકે સ્ત્રીઓના સુમધુર વચનને માને છે. વિષયાસકત પામરો સ્વાદિષ્ટ વસ્તુઓમાં સૌથી અધિક સ્વાદિષ્ટ વસ્તુ કોઇ હોય, તો તે સ્ત્રીઓના અધરપલ્લવનો રસ છે, એમ માનનારા હોય છે. વિષયસંગમાં આસકત બનેલા પામરો સ્ત્રીઓના સુકુમાણ શરીરને જ સ્પર્શ કરવા લાયક વસ્તુઓમાં ઉત્તમમાં ઉત્તમ તરીકેની વસ્તુ માને છે અને એ પામરોને મન નિરન્તર ધ્યાન કરવા માટે ધ્યેયભૂત વસ્તુ જો કોઇ હોય, તો તે સ્ત્રીઓનું નવયૌવન અને સ્ત્રીઓના વિલાસવિભ્રમો જ છે. આ રીતિએ વિષયાસકત પામરો પાંચે ઇંદ્રિયોના વિષયો-જે રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ છે, એ પાંચેયનો સમાવેશ એક સ્ત્રીમાં જ કરે છે. આ જ કારણે ઉપારિઓ સ્ત્રીની પિછાન કરાવતાં ફરમાવે છે કે-સ્ત્રીઓ ભૂમિ વિના ઉગી નીકળેલી વિષની કંદલીઓ છે, ગુફા વિનાની વાઘણો છે, નામ વિનાના મહાવ્યાધિઓ છે અને વિના કારણનું મૃત્યુ છે. આવી આવી અનેક ઉપમાઓ આપીને, ઉપકારિઓ, સ્ત્રીઓને પ્રત્યક્ષ રાક્ષસી તરીકે ઓળખાવે છે. આ જ કારણે, સંયમમાં અરતિ પામેલા મુનિઓ માટે સ્ત્રીઓ ભારે આકર્ષણ રૂપ થઇ પડે છે. એ જ રીતિએ અરતિને પામેલ સ્ત્રીસંયમિઓ માટે આમંત્રણ કરતા પુરૂષો પણ ભારે આકર્ષણ રૂ૫ થઇ પડે છે. સંયમમાં અરતિ પામેલા મુનિઓ જો સાવધ ન રહે, તો સ્ત્રીઓ એમના પાક માટે ભયંકરમાં ભયંકર ભાગ ભજવે; એ જ રીતિએ સ્ત્રીસંયમિઓ પણ જે સમયે સંયમમાં અરતિ પામેલ હોય એ પ્રસંગે જો સાવધાન ન રહે, તો પુરૂષો પણ તેઓના પાતમાં ભયંકર ભાગ ભજવતા હોઇ, સ્ત્રીઓ માટે પુરૂષો ભયંકર છે એમાં ના નથી, પણ સ્ત્રીઓ ગજબ સંગ રૂપ છે. ઉપકારિઓ ફરમાવ છે કે-વત એ પાપના હેતના ત્યાગ માટે છે, પાપના હેતુઓ દુનિયામાં કોઇ હોય તો તે રાગ અને દ્વેષ જ છે અને સ્ત્રીઓ સિવાય અન્ય રાગ-દ્વેષનું મૂળ નથી, એથી સ્ત્રીઓના સંગસ્વરૂપને સમજી, એનો ત્યાગ કરનારા જ સાધુપણાનું જીવનમાં સુંદર પાલન કરી શકે છે. ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે- “સ્ત્રીઓ ખરે જ પંક રૂપ છે : કારણ કે-મોક્ષપંથે પ્રવૃત્ત થયેલા મુનિઓની ગતિમાં એ પ્રતિબન્ધક રૂપ છે અને મુનિપણામાં મલિનતા આણનારી છે.' ઉપકારિઓની આ વાતને પણ સમજીને, આત્માના ગવેષક બુદ્ધિમાન મુનિએ સ્ત્રીઓ દ્વારા સંયમજીવિતને હણાવા દેવું જોઇએ નહિ. આભાવેષકg dલg૮ વિષ
આત્મગવેષક મુનિ જ સ્ત્રી-પરીષહથી બચી શકે છે. સ્ત્રી-પરીષહના વિજય માટે આત્મગવેષકપણાની ખૂબ જરૂર છે. આત્મગવેષક તે જ કહેવાય છે, કે જે નિરન્તર એવા વિચારમાં રમતો હોય કે- “મારે મારા આત્માને આ સંસારસાગરથી વિસ્તાર કયી રીતિએ પમાડવો ?' આ વિચાર જેટલો
Page 179 of 325