________________
લોલુપતાથી નવાં નવાં પાપોના ચિન્તનમાં પણ રત રહેનારો પ્રશમસુખના આસ્વાદથી પરામખ જ રહે છે. અહીં તો વાત એ છે કે-મહાપુરૂષોના આવા આવા ઉપદેશોને હૃદયપટ ઉપર કોતરી રાખીને, કલ્યાણના કામિઓએ રસલમ્પટતા તજી ભોજનની ઉત્કટ ઇચ્છા અને વારંવારની પ્રવૃત્તિથી બચી, આ પ્રથમ પરીષહને સહવાનું સામર્થ્ય કેળવવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. બાળમુનિઓ, વૃદ્ધ મુનિઓ અને અમૂક અમૂક જાતિની બીમારીને અનુભવતા એવા પણ મુનિઓના તપને જોવા છતાં, રસલમ્પટો છતા સામર્થ્ય પોતાની નવકારશીને તજતા નથી અને તપ કરવા માટે કહેવાય એટલે પામરતા માટેના રાય ખેદવિના- “અમે પામર છીએ' -એમ જ્યારે બોલે છે, ત્યારે નૃત્ય કરતા મયુરનો પુષ્ઠભાગ જેમ દેખાઇ જાય છે, તેમ તેઓના હૃદયની લુચ્ચાઇ પણ દેખાઇ જાય છે. પુષ્ટ શરીરને ધરનારા અને વારંવાર ખાવાથી અજીર્ણ આદિનો ભોગ થનારા પણ જ્યારે નવકારશીને નથી છોડતા, ત્યારે સ્પષ્ટ થાય છે કે-આ બીચારા રસલપટ હોવા છતાં, પોતે એવા નથી એમ બતાવવાને માટે દમન્મથી જ- “અમે પામર છીએ' એમ બોલે છે. ભોગી લોકોએ જેમ રસલપુટતાથી દવાખાનાં ભરચક બનાવ્યાં છે, એવી દશા જો મુનિવેષ ધરનારાઓની થાય, તો પછી એ બીચારા આ પ્રથમ પરીષદના સહન પ્રસંગે દેવાળીયાં જેવી દશા બતાવે, એ અશક્ય નથી પણ તદન સુશકય છે. આ પરીષહ સહવાની મનોવૃત્તિ જ જેઓની નથી, એ બીચારા મુનિપણાના આસ્વાદથી પણ પર બની ગયા છે. ખાનપાનના સ્વાદ સાથે મુનિપણાનો આસ્વાદ રહેતો જ નથી. બેંતાલીશ દોષોથી રહિત ભિક્ષા દુર્લભ બનતી જાય છે એ ખરું છે, પણ સાથે સાથે જ કહેવું જોઇએ કે-રસલપટતાના યોગે એની ઉપેક્ષા કરનારા એવી ભિક્ષાને અતિ દુર્લભ બનાવી રહ્યા છે. એ સર્વથા નિ:શંક વસ્તુ છે. એવા આત્માઓ આવેલી બેંતાલીશ દોષોથી રહિત પણ ભિક્ષાને, પાંચ દોષોથી દૂષિત બનાવીને જ વાપરે છે અને એ રીતિએ પણ પોતાના સંયમનું સત્યાનાશ વાળનારા બને છે. આવા દુર્ભાગી આત્માઓ માટે આ પરીષદના સહનની વાત પણ અરૂચિકર નિવડે છે અને એ રીતિએ તેઓ પોતામાં રહેલા મિથ્યાત્વનું દર્શન કરાવે છે. બીજો uિપાસા-પરીષહ
બીજો પરીષહ છે- “પિપાસા.” શાસ્ત્ર ફરમાવેલા કારણોથી ભિક્ષા માટે પરિભ્રમણ કરતા મુનિઓને જેમ સુધાપરીષદના સહનનો પ્રસંગ આવે છે, તેમ પિપાસા પરીષદના સહનનો પણ પ્રસંગ આવે છે. સુધાવેદનીયને શમાવવાના હેતુથી ભિક્ષાએ નીકળેલા મુનિઓને નિર્દોષ ભિક્ષાની શોધમાં ફરતાં સુધા વધે અને એની સાથે પિપાસા પણ વધે, એ સ્વાભાવિક વસ્તુ છે. જેઓ મકાનમાં બેઠા બેઠા અને ખાતે-પીતે પણ સુધા અને પિપાસાની વાતો કરે છે, તેઓ ખરે જ ભયંકર મનોદશાના સ્વામિઓ છે. મહામુનિઓ જેમ સુધાના યોગે દોષિત આહાર નથી લેતા, નિર્દોષ રીતિએ મળેલાય પ્રમાણથી અધિક અને લોલુપતાથી વાપરતા નથી તથા શુદ્ધ ન મળે એથી દીનભાવ ધરતા નથી અને સુધાપરીષહને સહન કરે છે, એ જ રીતિએ પિપાસા-પરીષહને પણ સહન કરે છે : એટલે કે-ગમે તેવી તૃષા લાગવા છતાં પણ સચિત્ત કે દૂષિત પાણીનો સ્વીકાર નથી કરતા, તેવું શુદ્ધ મન્થથી લોલુપતાથી અપરિમિત પાન નથી કરતા અને નિર્દોષ ન મળે એથી દીન પણ નથી બનતા. ગૃહસ્થોની માફક ખાનપાનના રસિક બનેલા મુનિઓની વાત જ ભયંકર છે. એ બીચારાઓને દોષિત કે અદોષિતનો વિચાર જ નથી હોતો. એવાઓનું તો પ્રાય: એક જ ધ્યાન હોય છે કે- “કયારે રાત્રિ પૂર્ણ થાય અને કયારે નવકારશીનો સમય પણ થઇ જાય, કે જેથી તુરત જ ખાવાનું અને પીવાનું મળે ?' પછી જરૂર હોય કે ન હોય, પણ એ ભોજનપાણીનો ઉપયોગ કરવામાં જ આનંદ આવાઓ માટે જીવનમાં જેમ મુનિપણાનો આસ્વાદ અસંભવિત છે, તેમ મરણ સમયે
Page 173 of 325