________________
समभावतो दंशमशकाद्यपद्रवसहनं दंशपरीषह: । एते वेदनीयक्षयोपशमजन्या: ।
અર્થ - ડાંસ, મચ્છર, માંકણ, વીંછી, આદિ શુદ્ર પ્રાણીઓથી પીડિત થયો થકો પણ પોતાના કર્મના વિપાને ચિંતવતો એક સ્થાનથી બીજા સ્થાને ન જાય, તથા તે જીવોને દૂર કરવાને માટે ધૂમાડો ન કરે તથા વિદ્યા, મંત્ર, ઔષધિનો પણ પ્રયોગ ન કરે ત્યારે આ પરીસહ સહ્યો કહેવાય. સમભાવથી ડાંશ આદિના ઉપદ્રવને સહવો એ આ પરિસહનું લક્ષણ છે, આ પરિસહ પણ સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. પૂર્વોકત પાંચે પરીસહો વેદનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. તેમનું પરિસહન ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે અર્થાત્ વેદનીયના ઉદયમાં ચારિત્રાવરણીયનો ક્ષયોપશમ લેવો. અહીં ષષ્ઠીતપુરૂષ સમાસના બદલે સમી તપુરૂષસમાસ સમજવો. આગે પણ બીજા પરિસતો વેદનીય કર્મમાં ગ્રહણ કરાશે એ વાત ભૂલવી ન જોઇએ. માત્ર અહીં ક્રમશ: પાંચે વેદનીય કર્મમાં આવી જાય છે એટલે પાંચનો ઉલ્લેખ કર્યો છે. બાવીસ પરીસહોનો જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય, અને અંતરાય એ ચાર કર્મમાં સમાવેશ થઇ શકે છે, જેનું સ્વરૂપ અનુક્રમે કહેવામાં આવશે. અચેલક (અવઢ) પરીસહ सदोषवस्त्रादिपरिहारेणाल्पमूल्याल्पवस्त्रादिभिर्वर्तनमव वस्त्रपरीषहः ।
અર્થ - ઉદ્ગમાદિ દોષવિશિષ્ટ વસ્તુઓનો પરિહાર કરી અલ્પમૂલ્યવામાં અલ્પ વસ્ત્રાદિથી કામ ચલાવવું તે અવસ્ત્ર પરિસહ કહેવાય. સૂત્રમાં અલ્પમૂલ્યવાલા અલ્પ વસ્ત્ર પણ સદોષ ન ગ્રહણ કરવાં એ બતાવવા માટે સદોષ એ વિશેષણ મૂક્યું છે. જો એવું વિશેષણ ન મુકાય અને બહુમૂલ્યવાલી અલ્પ વસ્તુ ગ્રહણ કરવામાં આવે તો પરિગ્રહાદિ દોષોનો પ્રસંગ લાગે. નિર્દોષ અને અલ્પમૂલ્યવાલા એવા પણ બહુ વસ્ત્રો ન ગ્રહણ કરવા માટે અલ્પ વસ્ત્ર એ વિશેષણ મૂકયું છે. આ પરીસહનો સંભવ નવમા ગુણસ્થાનક સધી છે. ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી આ પરીસહ હોઇ શકે છે. અરતિ પરીસહ.
अप्रीतिप्रयोजकसंयोगसमवधाने सत्यपि समतावलम्बनम रतिपरीषह: ।
અર્થ - સૂત્રના ઉપદેશથી વિચરતા અથવા રહેતા સંયમ વિષયક ધૈર્યથી વિપરીતપણું ઉત્પન્ન થાય એવા પ્રકારના અપ્રીતિ પ્રયોજક સંયોગના સંભવમાં પણ સમ્યગુધર્મારાધનમાં રતિવાલા થવું એ અરતિ પરીસહને જીતવાનું સાધન છે. અપ્રીતિ કરનાર સંયોગના હોવાથી અથવા ન હોવાથી સામ્યભાવનું આલંબન કરવું એ આનું સ્વરૂપ છે. નવમા ગુણસ્થાનક સુધી આ પરિસહ હોય છે. શ્રી પરસઠ
कामबुद्धया ख्याद्य ङ्ग प्रत्यंगादिजन्य चेष्टानामवलोकनचिन्तनाभ्यां विरमणं स्त्रीपरीषह: । एते च चारित्रमोहनीयक्षयोपशम जन्या: ।
અર્થ - કામની બુદ્ધિથી સ્ત્રીઓના અંગપ્રત્યંગ, આકૃતિ, હાસ, ગતિ, વિલાસાદિ ચેષ્ટાઓનું વિલોકન કરવું અથવા ચિત્તવન કરવું, પૂર્ણ પાપ બંધનનું કારણ છે એવી સમજ પૂર્વક તત્વસંબંધી આલોક્ન ચિતનથી વિરમવાથી સ્ત્રીપરીસહનો જય કરી શકાય છે. કામપ્રયુકત સ્ત્રી આદિના અંગ, પ્રત્યંગ, ચેષ્ટા, આલોકન, ચિંતનની પ્રવૃત્તિથી રહિતપણું એ આ પરિસહનું લક્ષણ છે. ધર્મોપદેશ બુધ્ધિથી સ્ત્રીના અંગ અવલોનમાં દોષનો અભાવ હોવાથી મનુયા એ વિશેષણ આપ્યું છે. અવલોક્ન માત્ર કહેવાથી ચિંતવન અને ચિતવન માત્ર કહેવાથી અવલોકનના પરીવાર હોવાનો અસંભવ હોવાથી બન્ને પદોનું ગ્રહણ કર્યું છે. આ પરીસહ તથા પૂર્વના બે ચારિત્રમોહનીયના ઉદયથી હોય છે એટલે નવમા
Page 150 of 325