________________
અન્નાદિ પદાર્થોનું નિરીક્ષણ પૂર્વક ગ્રહણ કરવું એ એષણા સમિતિ હેવાય છે. ઉપધિ વગેરેનું નિરીક્ષણ પ્રમાર્જન પૂર્વક ગ્રહણ કરવું એવી ક્રિયાનું નામ આદાનનિક્ષેપણા સમિતિ હેવાય છે. જીવશૂન્ય શોધેલી ભૂમિમાં વિધિપૂર્વક ઠલ્લા, માત્રા વગેરેનો ત્યાગ કરવો તેનું નામ ઉત્સર્ગ સમિતિ કહેવાય છે. આ પાંચ સમિતિઓથી આશ્રવ રોકાય છે માટે તે સંવર કહેવાય છે. ત્રણ ગુપ્તિનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
योगस्य सन्मार्गगमनोन्मार्गगमननिवारणाभ्यामात्म संरक्षण गुप्तिः । सा च कायवाङमनोरुपेण त्रिधा । शयनाडडसननिक्षेपाडडदानचंक्रमणेषु चेष्टानियमः कायगुप्तिः । उपसर्गपरीषहभावाभावेऽपि शरीरे नैरपेक्ष्यं, योगनिरोद्धुः सर्वथ चेष्टापरिहारोऽपि कायगुप्तिः ।
અર્થ - સન્માર્ગ ગમન અને ઉન્માર્ગ નિવારણ વડે કરીને યોગનું સંરક્ષણ કરવું એનું નામ ગુપ્તિ છે, અને તે મન, વચન અને કાયા એ ભેદથી ત્રણ પ્રકારે છે. સૂવામાં, બેસવામાં, વસ્તુ લેવા મૂક્વામાં અને ગમનમાં કાય ચેષ્ટાને નિયમિત રાખવી તેનું નામ કાયગુપ્તિ છે. અથવા ઉપસર્ગ, પરિસહના ભાવમાં કે અભાવમાં શરીરની નિરપેક્ષતા રાખી કાયયોગ નિરોધ કરનારી ચેષ્ટાનું નામ કાયગુપ્તિ છે. વચનગુપ્તિનું વર્ણન આ પ્રમાણે છે.
अर्थवद्भ्रूविकारादिसंकेतहुंकारादिप्रवृत्तिरहितं
शास्त्रविरुद्धभाषणशून्यं वचोनियमनं वाग्गुप्ति: । अनेन सर्वथा वाडनिरोधः सम्यग्रभाषणन्च लभ्यते, भाषासमितौ सम्यग्भाषणमेव |
અર્થ - કોઇ અર્થને સૂચન કરનાર ભ્રુનો વિકાર, સંકેત અને હુકાર આદિ પ્રવૃત્તિ રહિત, શાસ્ત્રવિરૂદ્વ ભાષણના ત્યાગ પૂર્વક વાણીનું સંયમન રાખવું એનું નામ વચનગુપ્તિ છે. આ ગુપ્તિમાં વાણીનો નિરોધ અને ઉપયોગ પૂર્વક ભાષણ એ બન્નેનો લાભ થાય છે. ભાષા-સમિતિમાં તો સમ્યગ્ ભાષણજ ગ્રહણ થાય છે. મતલબ કે ભાષા સમિતિમાં વાણીનો નિરોધ નથી હોતો, પરંતુ શાસ્ત્રવિહિતપણે જ બોલવાનું હોય છે. મનોગુપ્તિનું સ્વરૂપ પ્રભુ મહાવીર મહારાના સિદ્ધાન્તમાં નીચે મુજબ ફરમાવ્યું છે. सावद्यसंकल्पनिरोधो मनोगुप्तिः ।
અર્થ - પાપવાલા સંક્લ્પ-વિચારોને રોક્વા તેનું નામ મનગુપ્તિ છે. સર્વથી આ ગુપ્તિની અગત્યતા વધારે છે. શાસ્ત્રોમાં જ્યાં ત્યાં આ ગુપ્તિ ઉપર વધારે જોર દેવામાં આવ્યું છે. આ ગુપ્તિ રાજાના સ્થાને છે. આના સુધારાથી ઉપરની બે ગુપ્તિમાં સ્વત: સુધારો થઇ જાય છે. ઉપરની બે ગુપ્તિ હોવા છતાં આ રાજસ્થાને રહેલી ગુપ્તિ ન હોય તો ઉપરની ગુપ્તિ કંઇ વિશેષ ફળ આપો શકતી નથી.
ગુપ્તિ પછી કર્મને અટકાવનાર બાવીસ પરિસહ છે. ચાહે એટલા કષ્ટોમાં પણ સમભાવથી ન ચલવું તેનું નામ પરિસહ છે. તેના બાવીસ ભેદો નીચે મુજબ છે.
स
च
क्षुत्पिपासाशीतोष्णदंसावस्त्रार
तिवनिताचर्यानैषेधिकशय्याडडक्रोशवधयाचनाडलाभरोगतृ णस्पर्शमलसत्कारप्रज्ञाडज्ञानसम्यक्त्वविषयकत्वाद् द्वाविंश तिविधः ।
અર્થ - ભુખ, તૃષા, શીત, ગરમી, ડાંશ, વસ્ત્રવિહિનપણું, દિલગીરી, સ્ત્રી, ચીંર્યા-વિહાર, નૈષધિક-ચોમાદિમાં એક સ્થાને રહેવું, મકાન, આક્રોશ, વધ, યાચના, લાભનો અભાવ, રોગ, તૃણસ્પર્શ, મલ સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યકત્વ નામના બાવીસ પરિસહો હોય છે. જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. સુધા પરિસહ
Page 148 of 325