________________
ગુણસ્થાનથી શરૂ થાય છે અને તેમાં વૃધ્ધિ કરતો કરતો જીવ તેરમા ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. આથી આ લક્ષ્ય રાખીને જ્ઞાનીઓએ સંવરનાં જે ભેદો ણાવ્યા છે તે જ્ગાવાય છે.
અનંત ઉપકારી અનંત ચતુષ્ટયધારી પ્રભુ મહાવીર ભગવાનના તત્વજ્ઞાનની શ્રદ્ધાપૂર્વક પ્રાપ્તિ સિવાય આત્મા સાચી શાંતિને પામી શકે તેમ નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ પણ હેય અને ઉપાદેયના ત્યાગ તથા ગ્રહણ સિવાય કાર્યકર બની શકે તેમ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. આથી સમજ્જાનું એ છે કે છોડવા લાયક પદાર્થને છોડી દેવા અને ગ્રહણ કરવા લાયક્ને ગ્રહણ કરવા એ કામ ચારિત્રનું છે તે છઠ્ઠા સંવર તત્ત્વની પ્રાપ્તિથી થઇ શકે છે. તેથી આશ્રવ પછી મપ્રાપ્ત સંવર તત્ત્વનું સ્વરૂપ વિચારી છીએ.
સમિત્યવિમિ: નિરોધ:સંવર :- પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિસહ, દશ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર એમ સમિતિ આદિ સત્તાવન ભેદથી મને રોકી રાખવા એનું નામ સંવર છે, નવે તત્ત્વમાં સંવર તત્ત્વ અગત્યનો ભાવ ભજ્વે છે. કોઇ પણ સાહુકાર દેવું કરતો જ રહે અને ચુકાવે ઓછું તો આખરે એને દેવાળું કાઢવાનો સમય આવે છે. પરન્તુ લેવડ બંધ કરીને દેવડ જારી રાખતાં દેવું ઉતરી જાય છે. અને હંમેશને માટે નિશ્ચિંત બની જાય છે. ગત લેખમાં દર્શાવેલ આશ્રવતત્ત્વ એ લેવડ છે. સંવર પછી આવતું નિર્જરા તત્ત્વ દેવડ છે જ્યારે વચમાં રહેલું સંવર તત્ત્વ લેવડને અટકાવનારૂં તત્ત્વ છે. અને તે અટતાં જ ધર્મનું દેવાળું ટળશે. જીવ આતમ ધનને રળશે, અને મુક્તિપુરીમાં જઇ ભળશે. માટે સંવર તત્ત્વની કેટલી આવશ્યકતા છે એ હેવાની ભાગ્યે જ જરૂર રહે છે. સોડયમાત્મપરિણામો નિવૃત્તિરુપ: :- તે સંવર આત્માનો પરિણામ છે અને તે નિવૃત્તિ સ્વરૂપ છે. કેટલાક જૈનેતરો ક્યે છે કે પ્રવૃત્તિનું અંતિમ પરિણામ નિવૃત્તિ છે, તે વાત સાવ ખોટી છે, જો એમ માનવામાં ન આવે તો ગતમાં સફળ પ્રવૃત્તિવાળાઓની નિવૃત્તિમય સ્થિતિ થઇ જાય અને સર્વે મુક્તિ પામે, પરન્તુ એમ બનતું જ નથી. હા, આશ્રવને પ્રવૃત્તિ માનીએ તો માની શકીએ છીએ. તે પાંચમું તત્ત્વ છે. અને સંવરનું નામ નિવૃત્તિ છે એ આપણે ઉપર જોઇ ચૂક્યા છીએ. એટલે એમ કહી શકાય કે પ્રવૃત્તિ પછી જ નિવૃત્તિ હોય.
ગતમાં કોઇ પણ પ્રાણી પ્રવૃત્તિ-આશ્રવ સિવાય નિવૃત્તિ-સંવરમાં આવી શકતો જ નથી. ભલે પછી કાળભેદે અનેક આશ્ચર્યો ઉત્પન્ન થાય. જેમકે આ કાળમાં આ ભરતે દશ આશ્ચર્ય થયાં જેમાં સ્ત્રી લિગમાં તીર્થંકરપણું પ્રાપ્ત કરવા આદિ, વ્યવહાર રાશિમાં એક જ કાળનો ભવ કરી મરૂદેવા માતાનું હાથીના હોદા ઉપર મુક્તિ વું ઇત્યાદિ દશથી જુદા અનેક આશ્ચર્ય સિદ્ધાતમાં ચાલી આવતી પ્રથાઓથી ભિન્નપણે થઇ જાય છે. પરન્તુ પ્રવૃત્તિ પછી જ નિવૃત્તિ એ સિદ્ધાન્તમાં કોઇ કાલે પ્રવૃત્તિ સિવાય નિવૃત્તિ એ આશ્ચર્યરૂપ બનાવ નથી બની શકતો. માટે પ્રવૃત્તિ પછી નિવૃત્તિ એમ વ્હેવું ઠીક છે. પરન્તુ પ્રવૃત્તિનું અંતિમ પરિણામ નિવૃત્તિ એમ તો ન જ કહેવાય.
તે સંવર તત્ત્વ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. જેમનાં લક્ષણો આ છે.
कर्म पुद्गलाडदानविच्छेदो द्रव्यसंवरः |
भवहेतुक्रियात्यागस्तन्निरोधे विशुद्धाध्यवसायी वा भावसंवरः ।
કર્મ પુદ્દગલોના ગ્રહણનો વિચ્છેદ કરવો તે દ્રવ્ય સંવર છે. અને તે રોક્વામાં શુદ્વ અધ્યવસાયનું હોવું તેનું નામ ભાવસંવર છે.
ભાવસંવર કારણ છે, જ્યારે દ્રવ્ય સંવર કાર્ય છે. આત્માના વિશિષ્ટ પરિણામનો સદ્ભાવ તે જ
Page 146 of 325