________________
દાસ બનવું પડે છે, પરંતુ જે મહાપુરૂષોનો લોભજ નષ્ટ થઇ ગયો છે એવા નિષ્કામ લોકો કોઇના દાસ નથી રહેતા, અર્થાત્ નિર્લોભી મનુષ્યજ સ્વરાજ્યસિદ્ધિ મેળવી શકે છે. અવ્રતો પાંચ હોય છે તેનું વર્ણન :(૧) પ્રાણાતિપાત અવ્રત એટલે હિસાશ્રય
પ્રમાદાદિ કર્તક પ્રાણ વિયોગ જળ્યાશ્રવો હિંસાશ્રવ: | પ્રમાદ વશ પ્રાણીથી થયેલ પ્રાણ વિયોગથી ઉત્પન્ન થયેલ આશ્રવ તે હિસાશ્રવ કહેવાય છે.
પ્રમત્ત યોગા પ્રાણથuોઘણું હિંસા | પ્રમાદવાળો જીવ તેની જે મન-વચન અને કાયાની પ્રવૃત્તિ તેથી થતું જે પ્રાણથી છૂટા પાડવું તે હિસા છે. આ હિસાનું સ્વરૂપ સાંગોપાંગ છે. હિસા કરીને જીવ કર્મથી ભારે થાય છે, તેને પરિણામે તેને દુર્ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે, તે હિસા-ઉપરનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં હોય તો તરત ઓળખાઇ જાય છે. ઉપરના સ્વરૂપથી નીચે પ્રમાણે વિચારણા ફલિત થાય છે.
(૧) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાનો વિચાર કરે તે હિસા છે. (૨) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાનાં વચનો બોલે તે હિસા છે. (૩) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાની કાયચેષ્ટા કરે તે હિસા છે. (૪) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાના વિચાર-વાણી સેવે તે હિસા છે. (૫) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાના વિચાર-કાયચેષ્ટા સેવે તે હિસા છે. (૬) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાના વાણી-કાયચેષ્ટા સેવે તે હિસા છે. (૭) પ્રમાદી જીવ પ્રાણ છૂટા પાડવાના વિચાર-વાણી-કાયચેષ્ટા સેવે તે હિસા છે.
ઉપરના સાત વિકલ્પોમાં-ભેદોમાં હિંસા માત્ર આવી જાય છે. સ્વાત્મ-હિસા, પરાત્મ હિસા, માનસિક, વાચિક અને કાયિક હિસા; બેથી થતી હિસા અને ત્રણથી હિસા એમ જુદી જુદી સર્વ હિસાઓ ઉપરના વિકલ્પોમાં સમાઇ જાય છે.
આમ હિસાની પ્રાથમિક ભૂમિકાનો વિચાર કરીએ તો તેના પાંચ વિભાગ થઇ શકે છે. (૧) અજ્ઞાનથી થતી હિસા
સ્વાર્થથી થતી હિસા (૩) હિસામાં દોષ નથી એમ માનીને થતી હિસા (૪) ધર્મના નામે થતી હિસા અને
(૫) અશકિતથી થતી હિસા (૧) અજ્ઞાનથી થતી હિંસા
ગતમાં ઘણાં એવા જીવો છે કે જેઓ હિસાને સમજતા જ નથી. અજ્ઞાન વશ એવી પ્રવૃત્તિઓનું આચરણ કરે છે કે જેમાં પારાવાર હિસા થાય છે. ઇતર દર્શનકારો પૃથ્વી-પાણી-અગ્નિ આદિમાં જીવ માનતા નથી આથી શરીર શુધ્ધિ માટે એનો જેટલો ઉપયોગ થાય તે છૂટથી કરે છે તથા કેટલાય જીવો બેઇન્દ્રિયાદિ જીવોને એટલે કીડી, મકોડા, જૂ વગેરે માંખી વગેરે જીવોને જીવ તરીકે માનતા નથી અને એથી આ જીવોને મારવા માટેનાં દરેક સાધનોનો મજેથી ઉપયોગ કરે છે. એવી જ રીતે ઘણાં અજ્ઞાન જીવો
ગતમાં જે ચીજો પેદા થયેલી છે તે ભોગવવા માટે થયેલી છે એમ માનીને પણ પંચેન્દ્રિય જીવોને જીવ તરીકે માનતા નથી અને હિસા કરે છે. આ રીતે અજ્ઞાનથી ગતમાં પારાવાર જીવોની હિસા ચાલુ છે જેમ
Page 109 of 325