________________
છે.
માયા કાય
કાચપ્રયુક્તાશ્રવો માયાશ્રવ: ।
કપટથી પ્રયુક્ત આશ્રવ તે માયાશ્રવ વ્હેવાય છે.
માયા-એ, એવું દુષણ છે કે એ દૂષણની ઉપાસના કરનારના મિત્ર તેના થતા નથી અને હોય તે પણ એની કુટિલતાને જોઇને એનાથી દૂર થાય છે, એ કારણે માયા, મિત્રોની નાશક છે. એ વાત વિના વિવાદે સિદ્ધ થઇ શકે એવી છે. માયા, કુશલતાને પેદા કરવા માટે વાંઝણી છે, સત્યરૂપી સૂર્યના અસ્ત માટે સંધ્યાસમી છે; કુગતિરૂપ યુવતિનો સમાગમ કરી આપનારી છે. શમરૂપ ક્મલનો નાશ કરવા માટે હિમના સમૂહસમી છે; દુર્મશની રાજ્યાની છે અને સેંકડો વ્યસનોને સહાય કરનારી છે. માયા એ અવિશ્વાસના વિલાસનું મંદિર છે એટલે માયાવી, માયાના યોગે વિશ્વમાં અવિશ્વાસનું ધામ બને છે. આ બધા ઉપરથી સ્પષ્ટ છે કે- ‘ માયા, આ લોક અને પરલોકનું હિત કરનારા સઘળાય મિત્રોની નાશક જ છે.’
લોલ કાય
સન્તોષ શૂન્યતા પ્રયુક્તાશ્રવો લોભાશ્રવ: । સંતોષ શૂન્યતા દ્વારાએ થયેલ આશ્રવ લોભાશ્રવ હેવાય.
*
લોભ-એ, સર્વ વિનાશક છે; કારણકે ક્રોધ, માન અને માયા એ ત્રણેની હયાતિ એ લોભને આભારી છે. આજ કારણે મહાપુરૂષો ફરમાવે છે કે- · વ્યાધિઓનું મૂલ જેમ રસ છે અને દુ:ખનું મૂલ જેમ સ્નેહ છે તેમ પાપોનું મૂલ લોભ છે : વળી લોભ એ, મોહરૂપી વિષયવૃક્ષનું મૂલ છે; ક્રોધ રૂપ, અગ્નિને પેદા કરવા માટે અરણીકાષ્ટ સમો છે. પ્રતાપરૂપી સૂર્યને આચ્છાદિત કરવા માટે મેઘસમાન છે. કલિનું ક્રીડાઘર છે; વિવેકરૂપી ચંદ્રમાનું ગ્રસન કરવા માટે રાહુ છે, આપત્તિરૂપી નદીઓનો સાગર છે અને કીર્તિરૂપ લતાના સમૂહનો નાશ કરવા માટે ત્રીસ વર્ષના હાથી જેવો છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે- ‘ લોભ એ સર્વનો વિનાશ કરનાર છે.'
न पिशाचा न डाकिन्यो न भुजंगा न वृश्विका: । संभ्रान्तयन्ति मनुजं यथा लोभो धियं रिपुः ||१||
પિશાચ, ડાણ, સાપ અને વીંછી મનુષ્યને એટલી પીડા નથી કરતા કે જેટલી લોભ દ્વારા બુદ્ધિના વિક્ષેપથી થાય છે. એટલા માટે લોભ એ પરમ શત્રુ છે. મતલબ એ છે કે સર્પ, પિશાચ વિગેરે દ્વારા તો કેવલ આ જ્ન્મમાં થોડા સમયને માટે જ મનુષ્ય પીડા પામે છે, પરંતુ લોભ જ્યારે બુદ્ધિને ભ્રમમાં નાંખી દે છે ત્યારે પછી અનેક જ્ન્મ-જન્માંતરોમાં માણસને ત્રિવિધ તાપોથી અનેક પ્રકારના કષ્ટોથી છુટકારો નથી મળતો, તેથી લોભ પિશાચ વિગેરેની અપેક્ષાએ મહાત્ શત્રુ છે.
मेरो धृतबिन्द्रांभा दुराशादावपावके ।
થં સહસ્ત્રલક્ષાઘસ્તર્દિ તૃષ્યતુ લોમવાન્ ।।શા
દુષ્ટ આશાના દાવાગ્નિમાં સુમેરૂ પર્વત પણ ઘીના એક ટીપાંની માફક થઇ જાય છે. તો પછી લોભી પુરૂષ હજાર, લાખ કે કરોડની સંપત્તિથી કેવી રીતે તૃપ્ત થઇ શકે ? સારાંશ એ છે કે દ્રવ્યના સંચયથી લોભ કદિ પણ દૂર થઇ શક્તો નથી, ઉલટો વધારે ને વધારે વધતોજ જાય છે.
आनिद्रं प्रातरारभ्य जागतिं स्वप्नपूर्ष्वपि ।
Page 105 of 325