SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી તે કર્મો નાશ પામે અને જલ્દીથી પરમપદની પ્રાપ્તિ થાય આ વિચાર કરવો જોઇએ તેના બદલે તે રોગને કાઢવાના વિચારો કર્યા કરવા તેના માટેના ઉપાયો કર્યા કરવા અને તેમાંજ મગ્ન બન્યા રહેવું તે રોગાર્તધ્યાન કહેવાય છે. પ્ર.૮૨૯ અગ્રલોચાર્તધ્યાન કોને કહેવાય ? ઉ.૮૨૯ આ ભવમાં જે કોઇ તપશ્ચર્યા આદિ કર્યા હોય તેનાથી કર્મ નિર્જરા થવાને બદલે ભવિષ્યમાં આવા આવા સુખ મને મારા તપના પ્રભાવે મલો ઇત્યાદિ દ્રઢ વિચારો કરવા અને કોઇ છોડવા માગે તો પણ ન છોડવા તે નિયાણારૂપ અગ્રલોચાર્તધ્યાન કહેવાય છે. પ્ર.૮૩૦ શુભધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૩૦ શુભધ્યાન બે પ્રકારે છે. (૧) ધર્મધ્યાન, (૨) શુક્લધ્યાન, પ્ર.૮૩૧ ધમધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૮૩૧ ધર્મધ્યાન ચાર પ્રકારે છે. (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિજય કહેવાય છે. પ્ર.૮૩૨ આજ્ઞાવિચય ધર્મધ્યાન કોને કહેવાય ? ઉ.૮૩૨ વિતરાગ ભગવંતો છે એ જે આજ્ઞાઓ માટે તે દરેક આજ્ઞાઓનો વિચાર કર્યા કરવો અને તે આજ્ઞાના પરિણામમાં રહ્યા કરવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. પ્ર.૮૩૩ અપાયવિજય ધર્મધ્યાન કોને કહેવાય ? ઉ.૮૩૩ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ સંસારના અપાયરૂપ છે. અપાય એટલે કષ્ટ વરૂપ દુ:ખરૂપ છે. માટે આ બધાથી સંસારની વૃદ્ધિ થાય છે અને મારે કષ્ટ વેઠવું પડશે ઇત્યાદિ વિચાર કરી અપાય, જેમ બને તેમ ઓછા થાય ઇત્યાદિ વિચાર કરવો તે અપાયરિચય ધર્મધ્યાન કહેવાય. પ્ર.૮૩૪ વિપાકવિચય ધર્મધ્યાન કોને કહેવાય ? ઉ.૮૩૪ રાગદ્વેષાદિ આશ્રવોના કારણે સંસારમાં આવતું જે સુખ અને દુ:ખ છે તે મારા કર્મોના વિપાકનું છે, પણ અનીતિથી ધન પ્રાપ્ત થયું એમ માનવાનું નહિ. મારાં સારા કર્મ હતા માટે મળ્યું છે અને બીજાએ મને દુ:ખ આપ્યું એમ વિચારવાનું નહિ પરંતુ મારા ખરાબ કર્મ કરેલા હશે માટે આવ્યું છે ઇત્યાદિ વિચાર કર્યા કરવા તે વિપાકવિચય ધર્મધ્યાન કહેવાય છે. પ્ર.૮૩૫ સંસ્થાનવિજય ધર્મધ્યાન કોને કહેવાય? ઉ.૮૩૫ આ દુનિયાના કોઇપણ પદાર્થનો દ્રવ્યથી નાશ થતો નથી તેના પર્યાયો બદલાયા કરે છે. એટલે તે દ્રવ્ય એક આકૃતિને મૂકી, બીજી આકૃતિમાં ગોઠવાઇ ગયું પણ તેથી મૂળ દ્રવ્યનો નાશ થાય છે. એમ તો ન જ કહી શકાય. દાખલા તરીકે એક લાંબુ લાકડું છે, તેની પેટી બનાવી, પેટી બની અટલે લાકડાની જે લાંબી આકૃતિ હતી તેનો નાશ થયો. પેટીની ઉત્પત્તિ થઇ અને લાકડું દ્રવ્ય તે તો પેટી બની કાયમ જ રહ્યું. આમ પેટીની ઉત્પત્તિ લાંબા લાકડાની આકૃતિનો નાશ અને લાકડાપણાના દ્રવ્યનું કાયમ રહેવાપણું એમ એક એક વસ્તુ ત્રણ પ્રકારે છે. તેવી જ રીતે આ દુનીયાની સર્વ વસ્તુઓમાં બન્યા કરે છે. માટે જ વસ્તુતઃ દ્રવ્યનો નાશ નથી. ઉપર કહેવામાં આવ્યું છે કે લોક દુનિયા અનાદિ અનંત છે. આદિ અંત વિનાની છે એનો એજ આશય છે કે દરેક વસ્તુઓમાં ઉત્પત્તિ-સ્થિતિ અને નાશ એ ત્રણ બદલાયા કરે છે અને તેથી કોઇ વસ્તુની સર્વથા આદિ (ઉત્પત્તિ અને સર્વથા વિનાશ કહી શકાય નહિ. આ ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યયરૂપ લોક-લોકની આકૃતિનું એટલે તેમાં રહેલ પદાર્થનું ચિંતન કરવું અને પર વસ્તુથી આત્મા Page 87 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy