________________
ઉ.૮૧૯ ચોરી કરવાના વિચારોમાં ને વિચારોમાં લીન બની તેના વિચારોમાં ખુશ રહેવું તે સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે.
પ્ર.૮૨૦ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કોને કહેવાય ?
ઉ.૮૨૦ નવે પ્રકારના પરિગ્રહની રક્ષા માટે અનેક ચિંતાઓ કર્યા કરવી, તે નાશ ન પામી જાય તેનું જેમ બને તેમ સારી રીતે રક્ષણ થાય એવા વિચારોમાં લીન રહેવું તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. પ્ર.૮૨૧ રૌદ્રધ્યાનમાં રહેલા જીવોને આયુષ્ય બંધાય તો કયા પ્રકારનું બંધાય છે ?
ઉ.૮૨૧ રૌદ્રધ્યાનના પરિણામમાં રહેલા જીવો નિયમા આયુષ્ય બાંધે તો નરકગતિનું આયુષ્ય બાંધે છે. એટલે તે જીવો નિયમા નરકમાં જાય છે. જો આયુષ્ય બંધાયેલું હોય તો.
પ્ર.૮૨૨ રૌદ્રધ્યાન શી રીતે પેદા થાય છે ?
ઉ.૮૨૨ કોઇપણ પ્રાણીનો વધ કરવાથી તેના વિચારોમાં રહેવાથી તથા મહારંભ અને મહાપરિગ્રહ રાખવાથી તે વિચારોમાં લીનતા આવવાથી રૌદ્રધ્યાન પેદા થાય છે.
પ્ર.૮૨૩ આર્તધ્યાન કેટલા પ્રકારે છે ? કયા કયા ?
ઉ.૮૨૩ આર્તધ્યાન ચાર પ્રકારે છે. (૧) ઇષ્ટ વિયોગ થવો તે આર્તધ્યાન, (૨) અનિષ્ટ વસ્તુનો સંયોગ થવો તે આર્તધ્યાન, (૩) રોગ ચિંતા આર્તધ્યાન, (૪) અગ્રશોચ (નિયાણું) આર્તધ્યાન. આ ચાર આર્તધ્યાન કહેવાય છે.
પ્ર.૮૨૪ આર્તધ્યાન શી રીતે પેદા થાય છે ?
ઉ.૮૨૪ સંસારી જીવો કર્મસહિત હોવાથી મોટે ભાગે આર્તધ્યાન એવા સંકલ્પ-વિકલ્પોમાં રહેલા હોય છે કારણ કે અનાદિ કાળથી જીવોને સુખ પ્રત્યેનો રાગ છે. અને દુઃખ પ્રત્યેનો દ્વેષ રહેલો છે માટે જ તેના જ વિચારોમાં રહેલા હોય છે. જ્યાં સુધી વિચારોમાં રહેલા હોય છે. ત્યાં સુધી આર્તધ્યાન આવતું નથી પરંતુ તે વિચારોમાં ને વિચારોમાં આવી જાય ત્યારે જીવોને જે ધ્યાન હોય છે તે આર્તધ્યાન કહેવાય છે.
પ્ર.૮૨૫ આર્તધ્યાનમાં જીવ કેવા પ્રકારનું આયુષ્ય બાંધે છે ? ઉ.૮૨૫ આર્તધ્યાનમાં રહેલા જીવો તિર્યંચાયુષ્ય બાંધે છે. પ્ર.૮૨૬ ઇષ્ટ વસ્તુનો વિયોગ આર્તધ્યાન કોને કહેવાય છે ?
ઉ.૮૨૬ ઘર, કુટુંબ, પૈસો, સ્વજન, સંબંધીઓ વગેરે સારા મલ્યા હોય અને તે વસ્તુઓ જ્યારે ચાલી જાય ત્યારે જીવ વિચાર કરતો નથી. જવાની ચીજ હતી તે ચાલી ગઇ. એ વિચાર ન આવતાં તેના વિયોગના કારણે તેના વિચારોમાં ને વિચારોમાં દિવસોના દિવસો પસાર કરે છે. તે વખતે વિચારોમાંલીનતા આવી જાય તે ઇષ્ટ વિયોગ આર્તધ્યાન કહેવાય છે અને જો તે વખતે આયુષ્ય બંધાય તો નિયમા તિર્યંચગતિનું બંધાય છ.
પ્ર.૮૨૭ અનિષ્ટ સંયોગ આર્તધ્યાન કોને કહેવાય ?
ઉ.૮૨૭ પોતાના પાપના ઉદયના કારણે જીવોને ખરાબ વસ્તુઓનો સંયોગ થયેલો હોય તે સંયોગને દૂર કરવા અને તેને દૂર કરવાના વિચારોમાં રહેતા રહેતા લીન બનવું તે અનિષ્ટ સંયોગરૂપ આર્તધ્યાન
કહેવાય છે.
પ્ર.૮૨૮ રોગાર્ત ચિંતા ધ્યાન કોને કહેવાય ?
ઉ.૮૨૮ કોઇપણ ભયંકર રોગ શરીરમાં પેદા થયો હોય તે વખતે વિચારવું જોઇએ કે ભૂતકાળમાં બાંધેલા કર્મો જે છે તે હાલ ઉદયમાં આવ્યા છે, માટે હે આત્મન્ અત્યારે સારી રીતે મજેથી ભોગવી લે કે
Page 86 of 106