SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીસે કલાક તેની ચિંતા રહ્યા કરે છે. તે અસાર છે અને ઘણું ખરાબ છે તે જણાવવા માટે ભાવવાની છે. આ શરીર સાત ધાતુઓનું બનેલું છે. તે શરીરમાં લોહી, માંસ, મેદ, હાડકા, મજ્જા અને શુક્ર વગરે ઘણા. ઘણા પ્રમાણમાં ભરેલું છે અને તે શરીરના અમુક અમુક દ્વારોમાંથી વહ્યા કરે છે. જો આ શરીર ઉપર ચામડીનું પડ છે, તે પડ જો ન હોય તો શરીર જોવું ગમે ખરૂં ? જેમ રસ્તા ઉપરની ગટરો ખુલ્લી હોય અને તેમાંથી દુર્ગધ નીકળતી હોય તો ત્યાંથી જવું પણ ગમતું નથી અને જોવું પણ ગમતું નથી. તેવી રીતે આ શરીરના અશુચિ પદાર્થો એટલા બધા દુર્ગધવાળા છે કે તે જોવા પણ ગમતા નથી. ગટર કરતાં પણ શરીર ખરાબ છે અને આ શરીર અહીંયા માના પેટમાં ઉત્પન્ન થયું છે. જે વખતે ઉત્પન્ન થયું અને બહાર આવ્યું ત્યારે કોમળ હતું. પછી કોમળતા નાશ પામતી ગઇ અને અંતે કરચોળી વાળું થઇ જાય છે અને લોકોને જોવું પણ ગમતું નથી. એવી દશા થાય છે અને છેલ્લે તે જ શરીરની રાખ થાય છે. તો આવા ભયંકર શરીર ઉપર હે જીવ તને શા માટે રાગ થાય છે. અને તે રાગ કરીને ફોગટ સંસારની વૃદ્ધિ શા માટે કરે છે. માટે આ શરીર મલ્યું છે અને જો શક્તિ હોય તો એ શરીર પાસેથી એવું કામ લેવું કે જેનાથી આ ભવમાં મોક્ષ મલવાનો નથી પરંતુ મોક્ષ માર્ગ મળ્યો છે તો મોક્ષને કેમ નજીક બનાવું એમ લક્ષ્યમાં રાખીને યથાશક્તિ ધર્મની આરાધના કરવી એ જ ઉત્તમ કામ છે આવો વિચાર અશુચિ ભાવનામાં કરવાનો હોય છે. પ્ર.૭૨૮ આશ્રવ ભાવના કાને કહેવાય ? ઉ.૭૨૮ આ મારો આત્મા અનાદિ કાળથી કર્મના સંયોગવાળો છે, તેના કારણથી રાગ અને દ્વેષવાળો છે, તે મલીનતાના કારણે મારું પોતાનું સ્વરૂપ પ્રગટ થયું નથી અને તે પ્રગટ ન થવા દેવામાં આશ્રવને કારણે કર્મનું આવવું ચાલુ જ છે. માટે હું આશ્રવોથી લેપાયેલો છું. હું મુખ્યતયા એ ચાર પ્રકારના આશ્રવોથી લેપાયેલો છું, જે કર્મના બાંધવાના મુખ્ય ચાર હેતુઓ કહેવાય છે. (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય, (૪) યોગ. મન, વચન અને કાયાના યોગથી સંસારી એવા મારા જીવની સતત પ્રવૃત્તિ રહ્યા કરે છે તે પ્રવૃત્તિ અનુકુળ થાય તો આનંદ થાય છે, અને પ્રતિકુળ થાય તો દ્વેષ પેદા થાય છે. તેના કારણે અનુકુળ પ્રવૃત્તિઓ વધારે ને વધારે કરવાનું મન થયા કરે છે. અને પ્રતિકુળ પ્રવૃત્તિઓ ન થાય તેની કાળજી રખાય છે. એટલે લોભ નામનો કષાય જીવંત રહે છે. અને તે અનુકુળ પ્રવૃત્તિઓમાં સફળતા. મલતી જ જાય અને પ્રતિકુળતા ન આવતી હોય તો આનંદ પેદા થાય છે તે માન, અને તેની આડે કોઇપણ આવે તો તેને દૂર કરવાની શક્તિ તે ક્રોધ, અને તે પ્રવૃત્તિઓ કેમ સારી રીતે પાર પડે તે માટે કપટ રમાય છે તે માયા. એમ સતત જીવ આવી પ્રવૃત્તિઓવાળો હોય છે. તેમાં અનુકૂળતા મળતી જ જતી હોય તો તેમાં આનંદ પેદા થાય, મજા આવે તેની ઇચ્છા થાય, પ્રતિકુળતા આવી જાય તો તેને દૂર કરવાનું મન થાય, શક્તિ હોય તો તેને દૂર કરે, તેના પ્રત્યે દુઃખ પેદા થાય. માટે સુખ પર રાગ અને દુઃખ ઉપર દ્વેષ થયા જ કરે તે રુપ અવિરતિ સાથે ને સાથે જ રહે છે. અને આ ત્રણેય સારી રીતે આગળ વધે તેમાં સહી કરનાર એટલે કે તે પ્રવૃત્તિ સાચી જ છે, કોઇ ગમે તેટલું સમજાવો તો પણ આ સિવાય બીજી વાત ન રૂચે એટલે બીજી વાત રૂચવા ન દે તે રુપ મિથ્યાત્વ છે. આ ચારેય જીવંત હોય છે. તેનાથી કર્મનું આવવું જ ચાલુ છે. આના કારણે આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ કરી શકતો નથી. આ ને આ પ્રવૃત્તિ ચાલુ રહે ત્યાં સુધી કદી શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાનું નથી એવી રીતની વિચારણા કરવી તે આશ્રવ ભાવના કહેવાય છે. પ્ર.૭૨૯ સંવર ભાવના કોને કહેવાય ? ઉ.૭૨૯ આશ્રવ ભાવનાથી થતી જે પ્રવૃત્તિ છે, તે ખરાબ લગાડવા માટે વિચાર કરવાનો છે કે જીવે પોતાનું શુદ્ધ સ્વરૂપ પેદા કરવું હોય તો આવતા કમના રોકાણ માટે ઉપયોગ પૂર્વક સારી પ્રવૃત્તિઓ કરવી Page 73 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy