________________
અને મોટા શહેનશાહો બધા મૂકે મૂકીને ચાલ્યા ગયા. અરે વર્તમાનમાં પ્રત્યક્ષ દેખાય એવી ચીજ છે કે મોટામાં મોટો શેઠીયો હોય, ઘરમાં ખાવા-પીવાની બધી સામગ્રી સારામાં સારી હોય પરંતુ ભાઇને કેન્સર થઇ જાય તો તે ખાઇ શકતો નથી, પી શકતો નથી અને સગી બાયડી, સગો દીકરો કોઇ દુઃખમાં સહાય કરતા નથી અને બીજા ખાય પીએ તે જોઇને રીસાય છે અને અંતે મરણને શરણ થવું પડે છે. પણ આમાનું કોઇ શરણ કે રક્ષણ કરતું નથી ઇત્યાદિ વિચારણા કરવી તે અશરણ ભાવના કહેવાય છે.
પ્ર.૭૨૪ સંસાર ભાવના કોને કહેવાય ?
ઉ.૭૨૪ આ સંસાર ચારગતિરૂપ છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ. આ ચારગતિરૂપ હોવાથી જીવો આ ચારેય ગતિમાં ભટક્યા કરે છે. તેમાં કોઇવાર પુરૂષ હોય તે સ્ત્રી થાય, સ્ત્રી હોય તે નપુંસક થાય, મનુષ્ય હોય તે નારકી થાય, નારકી હોય તે તિર્યંચ યા મનુષ્ય થાય, દેવ હોય તે એકેન્દ્રિય એટલે પૃથ્વીપણાએ, પણ થાય, તિર્યંચો મરીને કાં તો મનુષ્ય થાય, નારકી થાય, દેવ થાય યા તિર્યંચ પણ થાય. એવી રીતે આ ભવમાં માતા હોય તે મરીને સ્ત્રી થાય એટલે પત્ની થાય, પુત્ર થાય, પુત્રી. થાય, બાપ મરીને દીકરો થાય, દીકરો બાપ થાય, આવી રીતે સંસારમાં ભટકતાં ભટકતાં જીવોને ઘણા સંબંધો પેદા થાય છે અને આ રીતે અનંતી વાર જન્મ મરણ કરે છે. માટે આ સંસાર અસાર છે, જન્મા મરણનું દુ:ખ મહા ભયંકર છે, એમ વિચારવું તે સંસાર ભાવના.
પ્ર.૭૨૫ એકત્વ ભાવના કોને કહેવાય ?
ઉ.૭૨૫ આ સંસારમાં આત્મા એકલો આવે છે અને એકલો જ જાય છે. અહીંયા આવ્યા પછી મહા મહેનત કરીને મેળવેલી બધી ચીજો અહિંયા જ રહી જાય છે. પરંતુ આત્માની સાથે, જતી વખતે કોઇ ચીજ આવતી નથી માત્ર જતી વખતે આત્માની સાથે ત્રણ જ ચીજો આવે છે.
(૧) આ બધી ચીજો માટે કરેલા જેટલા પાપ કર્યો હોય તે પાપ કર્મો સાથે આવે છે. (૨) કોઇવાર થયેલું પુણ્ય હોય તેના કારણે બંધાયેલા સારા કર્મો એટલે પુણ્ય કર્મ સાથે આવે છે અને (૩) જો સારી રીતે મોક્ષના હેતથી નાનામાં નાનો ધર્મ કર્યો હોય તેનાથી જોરદાર સંસ્કાર પડી ગયા હોય તો તે સંસ્કાર પણ સાથે આવે છે બાકી આ દુનિયાની કોઇપણ સારામાં સારી ચીજ કે જેઓ પ્રત્યે રાગ કરીને આત્મા મરી જાય છે અને માને છે કે આ મારી સાથે આવશે તે કાંઇ આવતી નથી એમ વિચારવું તે એકત્વ ભાવના કહેવાય છે.
પ્ર.૭૨૬ અન્યત્વ ભાવના કોને કહેવાય ?
ઉ.૭૨૬ ધન, કુટુંબ, પરિવાર વગેરે અન્ય છે, તેમ આ શરીર પણ મારાથી અન્ય છે એટલે શરીર એ હું નથી. શરીર જડ છે અને હું આત્મા છું, તે સચેતન છે. જ્યાં સુધી આ શરીરમાં તે આત્મા રહેલો છે
ત્યાં સુધી આ શરીર ક્રિયાઓ કરે છે, પરંતુ આત્મા પોતે પોતાની ચિંતા કરતો નથી અને શરીરને જ હું માનીને ચોવીસે કલાક આ જડ એવા શરીરની ચિંતા કર્યા કરે છે. પરંતુ હું શરીરથી અને હું મારા ધર્મો અન્ય છે. શરીરના ધર્મો અને છે. હું અનંત જ્ઞાનાદિમય એવો આત્મા છું. માટે મારું અનંતજ્ઞાન કેમ પ્રગટ થાય ઇત્યાદિ વિચાર કરવો અને શરીરની ચિંતા કરી તેને પોષવા માટેના જેટલા સાધનો મેળવવા અને શરીરને પોષવું તે બધું અન્ય છે. અહીં રહેવાનું છે અને તે શરીર બળીને રાખ થવાનું છે. ઇત્યાદિ ચિંતવવું તે અન્યત્વ ભાવના કહેવાય છે.
પ્ર.૭૨૭ અશુચિ ભાવનામાં શું વિચાર કરવો ? ઉ.૭૨૭ આ મેળેલું મનુષ્યનું જે શરીર તેના પ્રત્યે રાગ થાય છે. તેને પોષવાનું મન થાય છે અને
Page 72 of 106