________________
ઉ.૫૯ નવતત્ત્વોમાં પાંચ તત્ત્વો આ પ્રમાણે થાય છે. આશ્રવ તત્ત્વ, પુણ્ય તત્ત્વ તથા પાપ તત્વ. આ ત્રણ તત્ત્વો કર્મરૂપ હોવાથી ત્રણેયનો બંધ તત્ત્વમાં સમાવેશ થાય છે, કારણ કે શુભાશુભ કર્મનો બંધ થતો. હોવાથી તેમાં સમાઇ જાય છે અને સંપૂર્ણ નિર્જરા થવાથી મોક્ષ થાય છે, તે કારણથી મોક્ષ તત્ત્વમાં નિર્જરાનો સમાવેશ થવાથી તે તત્ત્વ ઓછું થાય છે, આ કારણથી ચાર તત્ત્વો ઓછા થવાથી પાંચ તત્ત્વો પણ કહી શકાય છે. તે આ પ્રમાણે- (૧) જીવ તત્ત્વ, (૨) અજીવ તત્ત્વ, (૩) બંધ ત્તત્વ, (૪) સંવર તત્ત્વ અને (૫) મોક્ષ તત્ત્વ.
પ્ર.૬૦ નવતત્ત્વોનો બે તત્ત્વોમાં સમાવેશ કઇ રીતે થાય છે ?
ઉ.૬૦ આશ્રવ, પુણ્ય-પાપ અને બંધ આ ચારેય તત્ત્વો પુદ્ગલ હોવાથી તે ચારેયનો અજીવા તત્ત્વમાં સમાવેશ થાય છે અને સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણે તત્ત્વો જીવનાં ગુણો પેદા કરનારા હોવાથી તે ત્રણેયનો જીવ તત્ત્વમાં સમાવેશ થઇ જાય છે તેથી જીવ તત્ત્વ અને અજીવ તત્ત્વ એમ બે તત્ત્વો ગણાય છે.
પ્ર.૬૧ સાત તત્ત્વોમાં હેય-ૉય-ઉપાદેય તત્ત્વો કેટલા છે ? કયા કયા ?
ઉ.૬૧ સાત તત્ત્વોમાં બે તત્ત્વો હેય છે. (૧) આશ્રવ તત્ત્વ અને (૨) બંધ તત્વ. સાત તત્વોમાં ત્રણ તત્ત્વો ઉપાદેય છે, (૧) સંવર તત્ત્વ (૨) નિર્જરા તત્ત્વ અને (૩) મોક્ષ તત્વ. સાત તત્ત્વોમાં બે તત્ત્વો ોય છે. (૧) જીવ તત્વ અને (૨) અજીવ તત્ત્વ.
પ્ર.૬૨ પાંચ તત્ત્વોમાં હેય, ઉપાદેય, ડ્રેય તત્ત્વો કેટલાં છે ? કયા કયા ?
ઉ.૬૨ પાંચ તત્ત્વોમાં બે તત્ત્વો જ્ઞય છે. (૧) જીવ તત્ત્વ (૨) અજીવ તત્ત્વ, પાંચ તત્વોમાં બે ઉપાદેય છે. (૧) સંવર તત્ત્વ અને (૨) મોક્ષ તત્ત્વ, પાંચ તત્વોમાં એક તત્ત્વ હેય છે. (૧) બંધ તત્ત્વ.
પ્ર.૬૩ બે તત્ત્વોમાં હેય-શેય-ઉપાદેય તત્ત્વો કેટલા છે ? કયા કયા ?
ઉ.૬૩ બે તત્ત્વોમાં શેય તત્ત્વો બે છે. (૧) જીવ તત્ત્વ અને (૨) અજીવ તત્ત્વ. ઉપાદેય તથા હેય. તત્ત્વ એક પણ નથી.
પ્ર.૬૪ નવ તત્તામાં જીવ તત્ત્વ કેટલાં છે ? કયા કયા ?
ઉ.૬૪ નવ તત્ત્વોમાં ચાર તત્ત્વો જીવ તત્ત્વ કહેવાય છે. (૧) જીવતત્ત્વ (૨) સંવર તત્ત્વ (૩) નિર્જરા તત્ત્વ અને (૪) મોક્ષ તત્વ.
પ્ર.૬૫ નવ તત્ત્વોમાં અજીવ તત્ત્વો કેટલાં છે ? કયા કયા ?
ઉ.૬૫ નવ તત્ત્વોમાં અજીવ તત્ત્વો પાંચ છે. (૧) અંજીવ તત્ત્વ, (૨) પુણ્ય તત્ત્વ, (૩) પાપ તત્વ, (૪) બંધ તત્ત્વ અને (૫) આશ્રવ તત્ત્વ.
પ્ર.૬૬ સાત તત્ત્વોમાં જીવ તત્ત્વો તથા અજીવ તત્ત્વો કેટલાં છે ? કયા કયા ?
ઉ.૬૬ સાત તત્ત્વોમાં જીવ તત્ત્વરૂપ ચાર છે. (૧) જીવ તત્ત્વ, (૨) સંવર તત્ત્વ, (3) નિર્જરા તત્ત્વ અને (૪) મોક્ષ તત્ત્વ. સાત તત્ત્વમાં ત્રણ તત્ત્વ અજીવ તત્ત્વરૂપ છે. અજીવ તત્ત્વ (૨) આશ્રવ તત્ત્વ, (૩) બંધ તત્વ.
પ્ર.૬૭ પાંચ તત્ત્વમાં જીવતત્વ તથા અજીવ તત્વ કેટલાં કેટલાં છે ? કયા કયા ?
ઉ.૬૭ પાંચ તત્ત્વમાં જીવ તત્વ ત્રણ છે. (૧) જીવ તત્ત્વ, (૨) સંવર તત્ત્વ, (૩) મોક્ષ તત્વ. પાંચ તત્ત્વમાં અજીવ તત્ત્વ એ છે. (૧) અજીવ તત્ત્વ, (૨) બંધ તત્ત્વ.
પ્ર.૬૮ બે તત્ત્વમાં જીવતત્ત્વ તથા અજીવ તત્ત્વ કેટલા કેટલા છે ? કયા કયા ? ઉ.૬૮ બે તત્ત્વમાં એક જીવ તત્વ જીવ રૂપ છે અને એક અજીવ તત્વ અજીવ રૂપે છે.
Page 7 of 106