________________
પ્ર.૩૫ ભાવ પાપ કોને કહેવાય છે ? ઉ.૩૫ દ્રવ્ય પાપ પેદા કરવામાં સહાયભૂત જે જીવનો અશુભ અધ્યવસાય તે ભાવ પાપ કહેવાય છે. પ્ર.૩૬ દ્રવ્યાશ્રવ કોને કહેવાય ? ઉ.૩૬ શુભ અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ પુદ્ગલનું ગ્રહણ કરવું તે દ્રવ્યાશ્રવ કહેવાય છે. પ્ર.૩૭ ભાવાશ્રવ કોને કહેવાય ?
ઉ.૩૭ શુભ અથવા અશુભ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરવામાં આત્માનો જે શુભ અથવા અશુભ પરિણામ તે ભાવાશ્રવ કહેવાય છે.
પ્ર.૩૮ દ્રવ્ય સંવર કોને કહેવાય છે ?
ઉ.૩૮ શુભ અથવા અશુભ પુગલોને ગ્રહણ ન કરવા અર્થાત્ તેનું રોકાણ કરવું અથવા સંવરના. પરિણામ રહિત સંવરની ક્રિયાનું અનુષ્ઠાન કરવું તે દ્રવ્ય સંવર કહેવાય છે.
પ્ર.૩૯ ભાવ સંવર કોને કહેવાય છે ?
ઉ.૩૯ શુભાશુભ કર્મને રોકવામાં કારણભૂત જીવનો જે અધ્યવસાય કહેવાય છે અથવા સંવરના પરિણામ યુક્ત સંવરની જે ક્રિયાઓ કરવી તે ભાવ સંવર કહેવાય છે.
પ્ર.૪૦ દ્રવ્ય નિર્જરા કોને કહેવાય છે ?
ઉ.૪૦ શુભાશુભ કર્મ પુદ્ગલોને થોડા થોડા નાશ કરવા તે દ્રવ્ય નિર્જરા કહેવાય છે. સારા પરિણામ રહિતની જે શુભ ક્રિયાઓ તે બધી દ્રવ્ય નિર્જરા કહેવાય.
પ્ર.૪૧ ભાવ નિર્જરા કોને કહેવાય ?
ઉ.૪૧ શુભાશુભ કર્મનાં પુગલોને નાશ કરવાનાં હેતુથી જે ક્રિયાઓ કરવામાં આવે તે ભાવ નિર્જરા અથવા કર્મનો નાશ કરવામાં કારણભૂત આત્માનો જે અધ્યવસાય તે ભાવ નિર્જરા કહેવાય છે.
પ્ર.૪૨ અકામ નિર્જરા કોને કહેવાય ?
ઉ.૪૨ અજ્ઞાન તપસ્વીઓની અજ્ઞાન કટવાળી જે ક્રિયાઓ તેનાથી થતી જે કર્મની નિર્જરા તે અકામ નિર્જરા કહેવાય છે. જગતના જીવો જ કષ્ટો વેઠે છે તેનાથી જે થોડા ઘણા કર્મો દૂર થાય છે તે અકામ નિર્જરા કહેવાય છે.
પ્ર.૪૩ સકામ નિર્જરા કોને કહેવાય ?
ઉ.૪૩ આત્મિક ગુણોને પેદા કરવાના હેતુથી નાનામાં નાની જે ધર્મ ક્રિયાઓ કે સારાં અનુષ્ઠાનો કરવામાં આવે તેનાથી જે નિર્જરા થાય તે ભાવ નિર્જરા કહેવાય છે.
પ્ર.૪૪ દ્રવ્ય બંધ કોને કહેવાય ? ઉ.૪૪ કામણ વર્ગણાના પુદ્ગલોનો આત્માની સાથે સંબંધ થવો તે દ્રવ્ય બંધ કહેવાય છે. પ્ર.૪૫ ભાવ બંધ કોને કહેવાય ? ઉ.૪૫ દ્રવ્ય બંધના કારણરૂપ જે આત્માનો અધ્યવસાય તે ભાવ બંધ કહેવાય છે. પ્ર.૪૬ દ્રવ્ય મોક્ષ કોને કહેવાય ? ઉ.૪૬ સંપૂર્ણ કર્મનો ક્ષય થવો તે દ્રવ્ય મોક્ષ કહેવાય. પ્ર.૪૭ ભાવ મોક્ષ કોને કહેવાય ?
ઉ.૪૭ સંપૂર્ણ કર્મનો ક્ષય થવામાં કારણરૂપ આત્માનો અધ્યવસાય તે ભાવમોક્ષ કહેવાય છે, જેનાથી સર્વ સંવર ભાવ પેદા થાય છે. આવતા કર્મો સંપૂર્ણ પણે રોકાઇ જાય છે અને શેલેસી ભાવ પેદા થાય
Page 5 of 106