________________
શ્રવ-આવવું, આત્માની સર્વ બાજુથી કર્મોનું જે આવવું તે આશ્રવ કહેવાય છે.
પ્ર.૨૪ સંવર કોને કહેવાય?
ઉ.૨૪ આશ્રવનો નિરોધ કરવો તેને સંવર કહેવાય છે, એટલે કે આવતા કર્મોનું કારણ જ હિંસાદિ તે આત્માનાં પરિણામ વડે રોકાય તેનું નામ સંવર કહેવાય અર્થાત આવતા કર્મોને રોકવા તેને સંવર કહેવાય છે.
પ્ર.૨૫ નિર્જરા કોને કહેવાય ?
ઉ.૨૫ આત્મામાં આવેલા જે કર્મો છે, તે કર્મોનો નાશ કરવો અર્થાત આત્મા ઉપરથી ઓછા ઓછા કર્મ કરતા જવા તે નિર્જરા કહેવાય છે.
પ્ર.૨૬ બંધતત્ત્વ કોને કહેવાય છે ?
ઉ.૨૬ આત્માની સાથે કર્મોનો (કાર્પણ વર્ગણાના પુદ્ગલનો) જે સંબંધ થવો તેનું નામ બંધતત્ત્વ કહેવાય છે. જેમ પાણી અને દૂધ એકમેક થાય છે, તે રીતે આત્માની સાથે કાર્મણ વર્ગણાનો સંબંધ થવો તે બંધ કહેવાય.
પ્ર.૨૭ મોક્ષ તત્વ કોને કહેવાય ?
ઉ.૨૭ શુભ અથવા અશુભ સઘળા આવતા કર્મોને રોકવા અને જુના જેટલા શુભ અથવા અશુભ કર્મો આત્મા ઉપર રહેલા છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવો, તેનું નામ મોક્ષ કહેવાય. આત્માના સઘળા, ગુણોનું પ્રગટ થવું તેનું નામ મોક્ષ કહેવાય.
પ્ર.૨૮ દ્રવ્ય જીવ કોને કહેવાય ?
પ્ર.૨૮ જે જીવો દ્રવ્ય પ્રાણોને ધારણ કરતા હોય તે જીવોને દ્રવ્ય જીવ કહેવાય છે, અથવા વિષય કષાયાદિ અશુભ પરિણતિવાળો જે આત્મા હોય તે પણ દ્રવ્ય જીવ કહેવાય છે.
પ્ર.૨૯ ભાવ જીવ કોને કહેવાય ? ઉ.૨૯ જ્ઞાન-દર્શન અને ચારિત્રની પરિણતિવાળો જે આત્મા તે ભાવ જીવ કહેવાય છે. પ્ર.૩૦ દ્રવ્ય અજીવ કોને કહેવાય છે ?
ઉ.૩૦ જે અજીવ દ્રવ્યમાં હજી સુધી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્પન્ન ન થયા હોય તોપણ થોડા કાળ પછી ઉત્પન્ન થવાના હોય એવો જે અજીવ પદાર્થ તે દ્રવ્ય અજીવ કહેવાય છે.
પ્ર.૩૧ ભાવ-અજીવ કોને કહેવાય ?
ઉ.૩૧ પુદ્ગલાદિ જે દ્રવ્ય અજીવ છે તે વર્ણાદિ પરિણામથી યુક્ત થાય ત્યારે તે ભાવ અજીવા કહેવાય છે.
પ્ર.૩૨ દ્રવ્ય પુણ્ય કોને કહેવાય ?
ઉ.૩૨ શુભ કર્મો રૂપ જે પુદ્ગલો હોય છે, તે દ્રવ્ય પુણ્ય કહેવાય છે અથવા ઉપયોગ રહિત સારી. ક્રિયાઓ કરવી તે પણ દ્રવ્ય પુણ્ય કહેવાય છે.
પ્ર.૩૩ ભાવ પુણ્ય કોને કહેવાય ?
પ્ર.૩૩ શુભ કર્મો રૂપ પુદ્ગલોને બાંધવામાં કારણભૂત જીવનો જે શુભ અધ્યવસાય તે ભાવ પુણ્યા કહેવાય છે અથવા શુભ પરિણામ યુક્ત ધર્મ ક્રિયાઓ કરવી તે પણ ભાવ પુણ્ય કહેવાય છે.
પ્ર.૩૪ દ્રવ્ય પાપ કોને કહેવાય છે ? પ્ર.૩૪ અશુભ કર્મોનાં પુદ્ગલો જે જુના બંધાયેલા અને નવા બંધાતા તે દ્રવ્ય પાપ કહેવાય છે.
Page 4 of 106