________________
નવતત્ત અંગે પ્રશ્નોત્તરી મુનિ શ્રી નરવાહનવિજયજી
जीवाडजीवा पुण्णं, पावडडसव संवरो य निज्जरणा । बन्धो मुक्खो य तहा, नवतत्त्वा हुं ति नयव्वा ।।१।।
ભાવાર્થ :- જીવ-અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ તથા મોક્ષ આ નવતત્ત્વો જાણવા યોગ્ય છે.
પ્ર.૧ તત્ત્વ કોને કહેવાય ?
ઉ.૧ ચોદ રાજલોક રૂપ જગતમાં રહેલા સઘળા પદાર્થો, જેમકે જીવ-અજીવ પૂગલ વગેરે છે, તે પદાર્થોને તત્ત્વ કહેવાય છે.
પ્ર.૨ તત્ત્વો કેટલા પ્રકારના છે ? કયા કયા ?
ઉ.૨ તત્ત્વો નવ પ્રકારનાં છે, તે આ પ્રમાણે - (૧) જીવ તત્ત્વ, (૨) અજીવ તત્વ, (૩) પુણ્યા તત્ત્વ, (૪) પાપ તત્ત્વ, (૫) આશ્રવ તત્ત્વ, (૬) સંવર તત્ત્વ (૭) બંધ તત્ત્વ (૮) નિર્જરા તત્ત્વ અને (૯) મોક્ષ તત્ત્વ. પ્ર.૩ જીવ કોને કહેવાય ?
પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય છે. પ્રાણો કેટલા પ્રકારના છે ? કયા કયાં ?
પ્રાણો બે પ્રકારના કહેલા છે. (૧) ભાવ પ્રાણ અને (૨) દ્રવ્ય પ્રાણ. પ્ર.૫ ભાવ પ્રાણો કેટલા પ્રકારના છે ? કયા કયા ?
ઉ.૫ ભાવ પ્રાણો આત્માના ગુણ સ્વરૂપ અનંતા પ્રકારના છે, તેમાં મુખ્ય આઠગુણો કહેવાય છે. (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન , (૩) અવ્યાબાધ સુખ, (૪) અનંત ચારિત્ર, (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુપણું અને (૮) અનંત વીર્ય.
પ્ર.૬ દ્રવ્ય પ્રાણો કેટલા પ્રકારના છે ? ઉ.૬ દ્રવ્ય પ્રાણો દશ પ્રકારના છે. પ્ર.૭ વ્યવહાર નયને આશ્રયીને જીવ કોને કહેવાય ?
ઉ.૭ વ્યવહાર નયને આશ્રયીને જે શુભ કર્મનો, અશુભ કર્મનો કરનાર (બાંધનાર) હોય, તેના ળને ભોગવનાર હોય તથા ળના અનુસારે ચારે ગતિમાં ભ્રમણ કરનાર હોય તથા તાકાત આવે ત્યારે સર્વ કર્મોનો નાશ કરનાર જે જીવ હોય છે, તેને વ્યવહાર નયને આશ્રયીને જીવ કહેવાય છે.
પ્ર.૮ નિશ્ચય નયને આશ્રયીને જીવ કોને કહેવાય ?
Page 1 of 106