SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ માત્માઓને આકર્ષમયી પૂ. આતી નથી.બાદ વિશેષણ કેવલજ્ઞાનથી લોકાલોકના સ્વભાવને જોનારા હોઇને, અવધિજિન આદિ જે યોગિજનો, તે યોગિજનોના નાથ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ જ્યારે જ્યારે અન્તિમ ભવમાં આવવાના હોય છે, ત્યારે ત્યારે એ ભવની પૂર્વેના ભવમાંથી ચ્યવતાં અગર ઉદ્વર્તન પામતાંની સાથે જ, એ આત્માઆ ઇન્દ્રાદિકથી અવશ્ય પૂજાવા માંડે છે. એ તારકોના આત્માઓને અન્તિમ ભવમાં કેવલજ્ઞાન પ્રગટ થતાંની સાથે તો, સંકલ સુરો અને મનુષ્યો તરફ્ટી એ તારકોની પ્રકર્ષમયી પૂજા થાય છે. અને, એ પૂજાને એ આત્માઓ યોગ્ય હોય છે. એવી પૂજાવાની યોગ્યતા બીજા કોઇ આત્માઓમાં હોતી નથી. બીજા આત્માઓને એવી પૂજા પ્રાપ્ત પણ થતી નથી. આથી એ આત્માઓનો એ પૂજાતિશય કહેવાય છે. અહીં “અહંત' વિશેષણ દ્વારા ભગવાનના એ પૂજાતિશયનું સૂચન કરાયું છે. અને, છેલ્લા તાયી' વિશેષણ દ્વારા ભગવાનનો જે વચનાતિશય, એ વચનાતિશયનું સૂચન કરાયું છે. (૧) અપાયાપગમાતિશય : અપાય = દુઃખ, અપગમ્ = નાશ. જેમના પુણ્યોદયથી જગતના જીવોનાં દુ:ખોનો નાશ થાય તે અપાયાપગમાતિશય કહેવાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ. ત્રીજા ભવે પોતાના આત્માના કલ્યાણની જે ઉત્કૃષ્ટ આરાધના કરે છે અને સાથે સાથે જગતના સઘળા જીવોનાં કલ્યાણની ભાવના રાખીને આરાધના કરી રહેલા હોય છે. એ આરાધનાના બળે પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રાખવા પ્રયત્ન કરતાં હોય છે. કે જે રાગાદિ પરિણામના ઉધ્યકાળમાં ઉદયને નિર્દી બનાવવા માટે નિષ્ફળ કરવા માટે જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહે છે. એ સ્થિરતાનો અભ્યાસ કેળવવા માટે ત્રીજા ભવે પુરૂષાર્થ કરતાં હોય છે એ પુરૂષાર્થથી. તીર્થકર નામકર્મ નિકાચિત કરતાંહોય છે. એ નિકાચિત વખતે એવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જે પુણ્યનો ઉદયકાળ દેવલોકના સુખોમાં વિરકિત ભાવથી સાગરોપમ કાળ સુધી જીવન જીવવામાં સહાયભૂત થાય છે અને નરકના ભવમાં સાગરોપમ કાળ સુધી આત્માની સમાધિ ભાવ જાળવવામાં એટલે સમાધિભાવા ટકાવીને દુ:ખને શાંતિથી ભોગવવાની શક્તિ પેદા કરે છે અને જ્યારે છેલ્લા ભવે દેવલોક કે નરકમાંથી ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે તે વખતે પણ એ દુ:ખના કાળમાં સમાધિ જાળવીને જીવન જીવતા હોય છે અને જે ક્ષેત્રમાં એ આત્મા ચ્યવન પામલા હોય તે ક્ષેત્રમાં જે કાંઇ ઉપદ્રવો મારી મરકી વગેરે રોગો ઉત્પન્ન થયેલા હોય એ સઘળા રોગો ઉપદ્રવો શાંત થઇ જાય છે. એ આ જીવોનો પુણ્યોદય કામ કરતો હોય છે. જ્યારે આ આત્માઓ જન્મ પામે છે ત્યારથી પણ એ પોતે જ્યાં જે ક્ષેત્રમાં હોય તેની આજુબાજુ ક્ષેત્રોમાં પણ આ બધી પીડાઓ શાંત થયેલી હોય છે એ આ જીવોનો તીર્થંકર નામકર્મનો પ્રદેશોદય કહેવાય છે અને જ્યારે આ આત્માઓ પુરૂષાર્થ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તે વખતે તીર્થકર નામકર્મનો વિપાકોદયા પેદા થાય છે. એના કારણે એ આત્માઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તેની આજુબાજુ એકસો પચ્ચીશ જોજના (૧૨૫ યોજન) સુધીના ક્ષેત્રમાં એટલે ચારે દિશામાં પચ્ચીસ-પચ્ચીશ જોજન અને ઉર્ધ્વ દિશાના પચ્ચીશ જોજન એમ થઇને ૧૨પ યોજન થાય છે. કોઇપણ જાતનો રોગ-મારી-મરકી-ઉપદ્રવ વગેરે થતાં નથી થયેલા હોય તો તેનો નાશ થાય છે. આ અપાયાપગમાતિશય કહેવાય છે. (૨) પૂજાતિશયનું વર્ણન : શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ દેવલોકથી કે નરકગતિમાંથી ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે ત્યારથી એ પૂજાય છે એટલે એ જીવોનાં પાંચેય કલ્યાણકો પૂજનીક હોય છે. જ્યારે આ આત્માઓ ચ્યવન પામી માતાના ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે. ત્યારે સૌધર્મ ઇન્દ્રન સિંહાસન ચલાયમાન થાય છે અને ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને ત્યાં રહ્યા રહ્યા ભાવથી ભગવાનની સ્તુતિ કરે છે. આ સ્તુતિ કરવાનો ભાવ શ્રી તીર્થંકર પરમાત્માઓએ ત્રીજા ભવે જિન નામકર્મ નિકાચિત કરેલ છે એનો પ્રદેશોદયા ઉદયરૂપે ચાલે છે. એ પુણ્યના પ્રતાપે આ રીતે આ આત્માઓ પૂજાય છે. અર્થાત્ સ્તવના રૂપે સ્તવાય છે. Page 58 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy