________________
આ રીતે આઠ પ્રાતિહાર્ય. અને ચાર અતિશય સહિત અરિહંતના બાર ગુણો થાય છે. આઠ પ્રાતિહાર્યનું વર્ણન
(૧) વિનયપિટકના મહાવગ્ન માં ઉરુવેલામાં ચમત્કાર પ્રદર્શન એ શીર્ષક હેઠળ ૧૫ પ્રાતિહાર્યોનો નિર્દેશ કરાયો છે. એ પિટકના શ્રીયુત રાહુલ સાંકૃત્યાયને કરેલા અનુવાદના ૮૯ માં પૃષ્ઠમાં ચમત્કાર = ૠધ્ધિ-પ્રાતિહાર્ય એમ સૂચવાયું છે.
પ્રસ્તાવ આ દુનિયાના તમામ પદાર્થોનો-ચેતન તેમજ અચેતનનો, સામાન્ય અને વિશેષ એમ ઉભય કોટિમાં અંતર્ભાવ કરી શકાય તેમ છે. આ પૈકી સામાન્ય ચેતનવંતા પ્રાણીઓને આપણે સામાન્ય જીવ ગણી શકીએ અને વિશિષ્ટ ચેતનવંતા પ્રાણીઓને વિશિષ્ટ જીવ ગણી શકીએ. આ વિશિષ્ટ કોટિના જીવોમાં પાંચ પરમેષ્ઠીઓનું સ્થાન ઘણું ઊંચું છે, અને તેમાં પણ અપેક્ષાનુસાર દેવાધિદેવ ગણાતા તીર્થંકરનું સથાન સર્વોત્તમ છે. તીર્થંકર એ એક અસાધારણ વિભૂતિ છે, એટલે કે એ દેવાધિદેવ આંતરિક તેમજ બાહ્ય વિભૂતિ વડે વિભૂષિત છે. આમાંની કેટલીક અને એના જેવી જણાતી બાહ્ય વિભૂતિ ચિત્ અન્યત્ર પણ સંભવી શકે છે પરંતુ આંતરિક વિભૂતિ તો જિનેશ્વરને જ વરેલી છે. તીર્થંકર કહો, અરિહંત કહો, જિનેશ્વર કહો કે જિનવર કહો તે એક જ છે અને એમના બાર ગુણો ગણાવાય છે. આ બારમાં ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાર્યોનો ઉલ્લેખ કરાય છે.
(૨) સરખાવો દિગંબર આચાર્ય સમંતભદ્રકૃત આપ્તમીમાંસાનું નિમ્નલિખિત આધ પધ, કે જે શ્રીમલયગિરિસૂરિએ નંદીસુત (સૂ. ૪૧) ની ટીકાના ૧૯૩ મા પત્રમાં તથા વાહ સ્વય એવા ઉલ્લેખપૂર્વક ઉષ્કૃત કર્યું છે.
“देवागमनभोयानचामरादिविभूतयः |
मायाविध्वपि दश्यन्ते नातस्त्वमसि नो महान् ||१||”
પ્રાયઃ આ ઉપરથી શ્રી સિદ્ધચક્ર (વ.પ. અં.૩) ના ૬૪ મા પૃષ્ઠમાં નીચે મુજબ ઉલ્લેખ કરાયો છે : “દેવતાઓનું આગમન, સુવર્ણ કમળમાં ચાલવું, છત્ર ધરાવવા, આ સઘળી વસ્તુઓ વૈક્રિય લબ્ધિવાળાઓમાં તથા ઇન્દ્રજાળિયા, માયાવીમાં પણ બહુજ સ્વાભાવિક છે.”
(૩) બાર ગુણો વિષે પ્રાચીનમાં પ્રાચીન ઉલ્લેખ કયો છે તેનો હજી નિર્ણય થયેલો જણાતો નથી. દ્વાદશાંગીમાંના ચોથા અંગરૂપ સમવાયમાં એ વિષે કશો ઉલ્લેખ જણાતો નથી.
" बारस गुण अरिहंता सिद्धा अद्वेव सूरि छत्तीसं ।
उवझाया पणवीस साहू सगवीस अट्ठसयं ॥”
અર્થ :- જિનેશ્વર યાને તીર્થંકરની દેવરચિત વિભૂતિ તે ‘પ્રાતિહાર્ય' છે. આ વાતની તેનો વ્યુત્પત્તિ-અર્થ સાક્ષી પૂરે છે, કેમકે પ્રતિહારની માફ્ક એટલે કે પહેરેગીરની માફ્ક, જે વસ્તુઓને ઇન્દ્રોએ નિયુક્ત કરેલા દેવો બક્તિવશાત્ તીર્થંકરની પાસે નિયમિત રીતે રજુ કરે તે ‘પ્રાતિહાર્ય’ કહેવાય છે. આ ગાથામાં અરિહંતના બાર ગુણ, સિદ્ધના આઠ, સૂરિ (આચાર્ય) ના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ એમ પંચપરમેષ્ઠીના કુલે ૧૦૮ ગુણોનો નિર્દેશ છે, પરંતુ આ ગાથાનું મૂળ જાણવું બાકી રહે છે.
આને “શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા” દ્વારા વીર સંવત્ ૨૪૬૦ મા પ્રસિદ્ધ થયેલ “શ્રી થોકડા સંગ્રહ (ભાગ પહેલો)” નામક પુસ્તકના પહેલા પૃષ્ઠમાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત બળ અને ત્યાર બાદ આઠ પ્રાતિહાર્યો ગણાવી અરિહંત પ્રભુના બાર ગુણો સૂચવાયા છે તો શું આ હકીકત
યથાર્થ છે ?
(૪) (અ) અપાયાપગમાતિશય, (આ) જ્ઞાનાતિશય, (ઇ) પજાતિશય અને (ઈ) વાગતિશય એમ
Page 52 of 65