________________
માં અને મિથ્યાત્વ આદિરૂપ ભાવ અંધકાર' માં વ્યવસ્થિત થઇને રહ્યા છે એમ શ્રી તીર્થંકરદેવો માવે
અંધતા અને ઉન્માર્ગના યોગ :
ચક્ષનો સદુભાવ હોવા છતાં પણ વિવેકના સદ્દભાવ વિનાના અથવા તો વિવેકી મહાપુરૂષના સહવાસ વિનાના આત્મા એ અંધજ છે, એમ ઉપકારીઓ ક્રમાવે છે એ પણ આપણે જોઇ આવ્યા છીએ. મહાપુરૂષો સ્પષ્ટપણે માને છે કે
આ વિશ્વમાં નિર્મલ ચક્ષુ બે છે; એક તો નિર્મલ ચક્ષુ સ્વાભાવિક વિવેક છે અને બીજી નિર્મલ ચકું, વિવેકથી વિભૂષિત થયેલા આત્માઓનો સહવાસ છે. આ બે પ્રકારની નિર્મલ ચક્ષુ જેની પાસે નથી, તે તત્ત્વથી અંધજ છે અને એવી અંધતાને આધીન થયેલા આત્માઓ ઉન્માર્ગે ચાલે, એમાં એ આત્માઓનો અપરાધ નથી, પણ એ આત્માઓની અંધતાનોજ અપરાધ છે.”
“અંધતા” અને “ઉન્માર્ગ” એ બેને વિરોધ નથી પણ ગાઢ મૈત્રી છે; એટલે અંધતાના ઉપાસક આત્માઓ ઉન્માર્ગે જાય એ સહજ છે. અવિવેક એ મિથ્યાત્વ આદિ જે જે આત્માના અનાદિસિધ્ધ શત્રુઓ છે, તેને શત્રુ તરીકે નહિ માનવા દેતાં મિત્ર તરીકે મનાવે છે; એ જ કારણે આત્મા, એ શત્રુઓને મિત્ર માની. તેઓનો દોરવ્યો દોરાય છે અને આ અનાદિ-અનંત સંસારરૂપ અટવીમાં આથડે છે. મિથ્યાદ્રષ્ટિ આત્માઓની દુર્દશા :
આત્માના અનાદિસિધ્ધ શત્રુઓમાં મિથ્યાત્વ એ કારમો અંધકાર છે. એ અંધકારના યોગે આત્મા નથી જાણી શકતો હેય કે ઉપાદેય, નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય, નથી જાણી શકતો પેય કે અપેય. તથા નથી જાણી સકતો કરણીય કે અકરણીય અને નથી જાણી શકતો સુદેવ કે કુદેવ, નથી જાણી શકતા. સુધર્મ કે કુધર્મ ! એ જ કારણે એ કારમાં અંધકારરૂપ મિથ્યાત્વથી વ્યાપ્ત બનેલા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં, કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
“ મિથ્યાત્વેનીલીઢવત્તા નિતાબં,
तत्त्वातत्त्वं जानते नैव जीवा: । किं जात्यन्धा: कुत्रचिद्धस्तुजाते,
રચારચય વિમાસાયેય IIકા” એકાંતે મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો, તત્ત્વને અને અતત્ત્વને જાણતાજ નથી; કારણ કે-જાત્યન્ત આત્માઓ શું કોઇ પણ વસ્તુના સમુદાયમાં ‘આ વસ્તુ સુંદર છે અને આ વસ્તુ અસુંદર છે.” -એવા વિવેકને પામી શકે છે ? અર્થાત નથીજ પામી શકતા; એજ રીતિએ મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ પણ તત્ત્વાતત્ત્વને વિવેક નથી કરી શકતા.” મિથ્યાત્વની અચિકિત્સ્યતા :
આજ હેતુથી કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા મિથ્યાત્વને પરમ રોગ. તરીકે, પરમ અંધકાર તરીકે, પરમશત્રુ તરીકે અને પરમ વિષ તરીકે ઓળખાવીને, એની અચિકિત્સા દશાનું વર્ણન કરતાં માને છે કે
Page 38 of 65