________________
પિશાચાદિરૂપ ઇતરગ્રહો કરતાં પણ મિથ્યાત્વરૂપ ગ્રહ મોટા મોટા અનર્થોને પેદા કરનાર છે અને એજ કારણે એ ગ્રહની હયાતિમાં થતું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી હોતું પણ અજ્ઞાનરૂપ હોય છે.
વળી જ્ઞાનનું ફ્લ એ છે કે- ‘એના યોગે આત્મા, યોગ્યતા મૂજબ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અનુકૂલતા પ્રમાણે પાપરૂપ પ્રાણાતિપાત આદિ કુકૃત્યોથી વિરામ પામે અને પવિત્ર સ્વાધ્યાય ધ્યાન અને તપશ્ચરણાદિરૂપ કૃત્યવિશેષોમાં પ્રવૃત્તિ કરે.' આ વસ્તુ, વાસ્તવિક રીતિએ મિથ્યાદ્રષ્ટિ આત્માઓને નથી પ્રાપ્ત થતી; એજ કારણે મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે કારણ કે ‘અશુદ્ધ આલાબુપાત્રમાં નાખેલ દુધ અને સાકર આદિ મધુર દ્રવ્યો પણ વિપરીત ભાવને પામી જાય છે તેમ મિથ્યાદ્રષ્ટિ આત્મામાં રહેલું જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાવને પામી જાય છે.'
આથી સમજાશે કે-મિથ્યાત્વ એ આત્માનો કારમો ભાવશત્રુ છે. આવા ભાવ અંધકારરૂપ શત્રુના પ્રતાપે આત્મા નરકાદિ રૂપ દ્રવ્ય અંધકારમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી એમ હરકોઇ વિવેકી આત્મા સમજી શકે તેમ છે.
સુવિહિતનું કર્તવ્ય :
એજ હેતુથી ઉપકારીઓ, મુનિઓને સઘળીજ ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવાનું ભાર પૂર્વક માવે છે. મુનિ માટે કોઇપણ ક્રિયા એવી નથી કે-જે ક્રિયા અપ્રમત્તભાવ વિના ફ્ળ. એજ કારણે મુનિને સઘળી જ ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવાનું ફરમાવતાં મહાપુરૂષો માવે છે કે
“પડિલેહણા વિઠ્ઠા, છવાયવિઘાળી પમત્તસ |
મળિયા સુમ્મિ તન્હા, અપમાર્ફ સુવિહિશો દુના ||9||”
સિધ્ધાંતમાં પ્રમાદી આત્માની પડિલેહણા આદિ ચેષ્ટા, છએ કાયની વિદ્યાતિની કહી છે તે કારણથી સુવિહિત મુનિએ સઘળીજ ક્રિયાઓમાં અપ્રમત્ત બનવું જોઇએ.
મુનિએ દરેકે દરેક ક્રિયા અપ્રમત્તપણે કરવી જોઇએ. પડિલેહણા, ગમનાગમન આદિ કોઇ પણ ક્રિયામાં અન્ય ક્રિયા કરનાર મુનિ ષટ્કાયનો રક્ષક બનવાને બદલે ઘાતક બને છે. કલ્યાણની કામના રાખનારા મુનિએ, જે જે ક્રિયામાં જે જે ક્રિયાઓ કરવાનો નિષેધ કર્યો છે તે તે ક્રિયાઓને તજવામાં અવશ્ય અપ્રમત્ત બનવું જોઇએ. શ્રી જિનેશ્વરદેવોએ માવેલી કોઇ પણ ક્રિયામાં પોતાની મતિકલ્પનાથી પ્રવૃત્તિ કરવી એ પણ પ્રમાદ છે. જે જે કાલે જે ક્રિયા જે જે રીતિએ કરવાની જ્ઞાનીઓ માવે છે. તે તે કાલે તે તે ક્રિયા તે તે રીતિએ જ કરવામાં રક્ત રહેવું એજ અપ્રમાદ છે. એવા પ્રકારનો અપ્રમાદ કરવામાં સુવિહિત મુનિએ સદાય સજ્જ જ રહેવું જોઇએ. અનંતજ્ઞાનીઓએ માવેલા આ કર્તવ્યનું પાલન કરવામાં સહજ પણ ખામી આવવા દેવી એ પોતાના આત્માનું જ અશ્રેય કરવાની કારવાઇ છે. અંતિમ ઉપદેશ :
આ રીતિએ પ્રમાદ પ્રાણીમાત્રનું એકાંતે અહિત કરનાર છે; એજ કારણે ઉપકારીઓ પ્રમાદનો
ત્યાગ અને અપ્રમાદમાં યત્ન કરવાનો ઉપદેશ જોરશોરથી આપે છે. પ્રમાદ ભયંકર હોવાથી તીર્થપતિના આત્માઓ પણ એ શત્રુથી સાવધ રહેતા. એજ કારણે પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામિના એક હજાર વર્ષના છદ્મસ્થકાલમાં ભેળો કરવામાં આવતાં પ્રમાદકાલ માત્ર એક્જ અહોરાત્ર જેટલો થયો છે અને ચરમ તીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામિના સાડાબાર વરસ અને પંદર દિવસ જેટલા છદ્મસ્થકાલમાં ભેળો કરવામાં આવતાં પ્રમાદકાલ માત્ર એક અંતર્મુહૂર્ત જેટલોજ થયો છે. એ તારકો પણ પ્રમાદથી આટલા સાવધ રહે તો
Page 36 of 65