________________
લોકોને જવાના માર્ગાના ગુણો જણાવી તે કહે છે કે
“ઇપ્સિત નગરે પહોંચવા માટે બે માર્ગ છે; એક સરલ અને બીજો વક્ર છે. જે વક્ર માર્ગ છે તેથી સુખે સુખે ધીમું ગમન થાય અને લાંબા કાળે ઇપ્સિત નગર પહોંચાય, પણ છેવટે તો તે માર્ગ પણ સરલ માર્ગને આવીને મળે છે. જે સરલ માર્ગ છે તેનાથી જલદી ગમન થાય પણ મહેનત બહુ પડે, કારણ કે તે ઘણો વિષમ અને સાંકડો છે. ત્યાં દાખલ થતાં જ બે મહા ભયકર વાઘ અને સિંહ રહેતા માલમ પડે છે. તે બંને પાછળ લાગે છે, પણ જો વટેમાર્ગુ માર્ગને છોડે નહિ તો ઘણા લાંબા માર્ગ સુધી પાછળ પાછળ લાગુ રહેવા છતાં તેઓ કોઇ પ્રકારનો પરાભવ કરી શકતા નથી. આ માર્ગમાં ઘણાં મનોહર વૃક્ષો આવેલાં છે, પણ તેની છાયામાં કદી પણ વિશ્રાન્તિ લેવી નહિ, કારણ કે તે છાયા જીવ લેનારી છે. જો વિશ્રાન્તિ લેવી હોય તો સુકાઇ ગયેલાં પીળા પાતરાવાળાં ઝાડો નીચે બે ઘડી લેવી, બીજા માર્ગમાં રહેલા મનોહર રૂપવાળા ઘણાં પુરૂષો મીઠા વચનથી આ માર્ગમાં પ્રયાણ કરનારાને બોલાવે છે, અને કહે છે કે અમે પણ તે નગરે જઇએ છીએ, માટે અમારો સાથ કરો, પણ તેઓનું વચન સાંભળવું નહિ. પોતાના સાથીઓને ક્ષણમાત્ર પણ છોડવા નહિ. એકાકી થવાથી નિશ્ચે ભય છે. અટવીમાં ભયંકર દાવાનળ સળગી રહેલો છે, તે અપ્રમત્ત થઇ બુઝવી નાંખવો જોઇએ. જો તે બુઝાવવામાં ન આવે તો નક્કી બાળી નાંખે છે ઉંચા કઠીણ પહાડો ઉપયોગ રાખીને ઓળંગવા. જો તે નહિ ઓળંગાય તો જરૂર મરણ થાય. વળી મોટી ગાઢી વેશજાળ જલ્દીથી ઓળંગી દેવી જોઇએ. ત્યાં સ્થિત થવાથી ઘણા દોષો થાય છે. પછી એક નાનો ખાડો આવે છે, તેની સામે મનોરથ નામનો બ્રાહ્મણ હંમેશ બેઠેલો હોય ચે. તે વટેમાર્ગુઓને કહે છે કે જરા આ ખાડાને પૂરતા જાઓ. તેનું વચન બિલકુલ સાંભળવું નહિ, અને તે ખાડો પૂરવો નહિ. તે ખાડાને પૂરવા માંડે તો તે મોટો મોટો થતો જાય છે, અને રસ્તાઓ બંધ થઇ જાય છે. અહિં પાંચ પ્રકારના નેત્રાદિને સુખ આપનારાં કિંપાકનાં દિવ્ય ફ્લો હોય છે, તે જોવાં નહિ તેમ ખાવાં નહિ. અહીં ભયાનક બાવીશ પિચાશો ક્ષણે ક્ષણે હુમલા કર્યા કરે છે, તોને પણ બિલકુલ ગણવા નહિ. ખાવા, પીવાનું પણ ત્યાં ભાગે પડતું આવે તેટલાથી જ નિર્વાહ કરવો; અને તે પણ રસ વગરનું અને દુર્લબ હોય છે. પ્રયાણ તો કોઇ વખતે બંધ રાખવું નહિ, હંમેશા ચાલવાનું રાખવું. રાત્રિએ પણ ફ્ક્ત બે પ્રહર સૂવું અને બાકીના બે પ્રહરમાં તો ચાલવાનું રાખવું. આ પ્રમાણે જવામાં આવે તો હે દેવાનું પ્રિયો ! અટવી જલદીથી પાર ઉતરી શકાશે અને પ્રશસ્ત શિવપુર પહોંચાશે. ત્યાં પહોંચ્યા એટલે કોઇ પ્રકારનો સંતાપ હોતો નથી. આ પ્રમાણે તે સાર્થવાહે કહ્યું એટલે તેની સાથે સરલ માર્ગે જવા અને કેટલાક બીજે માર્ગે જવા પ્રવૃત્ત થયા. પછી તે શુભ દિવસે નીકળ્યો. આગળ જઇ માર્ગને સરખો કરે છે અને શિલા વગેરેમાં માર્ગના ગુણદોષ જણાવનારા અક્ષરો લખે છે. આ પ્રમાણે જેઓ તેની દોરવણી પ્રમાણે વર્ત્યા તેઓ તેની સાથે થોડા વખતમાં તે નગરે પહોંચી ગયા. જેઓ તેણ કરેલા લખાણ પ્રમાણએ રૂડી રીતે પ્રયાણ કરે છે તેઓ પણ તે નગરે પહોંચે છે. જેઓ તેમ વર્ત્યા નહોતા અથવા વર્તતા નથી અને છાયા વગેરેનાં લોભમાં સપડાય છે તેઓ તે નગર પામ્યા નથી અને પામતા નથી. દ્રવ્ય અટવીના માર્ગ બતાવનારનું આ ઉદાહરણ કહ્યું. આ ઉદાહરણનો ઉપનય આપણે ભાવ અટવીના માર્ગ દર્શાવનારમાં ઉતારીએ. તે ઉપનય આ પ્રમાણે જાણવો. ”
સાર્થવાહને સ્થાને અરિહંત ભગવાન, ઉદ્ઘોષણાને સ્થાને ધર્મક્રિયા તટિક કાપડીઆ આદિને સ્થાને જીવો, અટવીને સ્થાને સંસાર, ૠજુમાર્ગ તે સાધુમાર્ગ, બીજો વક્રમાર્ગ તે શ્રાવકમાર્ગ, પહોંચવાનું નગર તે મોક્ષ, વાઘ અને સિંહ તે રાગ અને દ્વેષ, મનોહર વૃક્ષ છાયા તે સ્ત્રી આદિથી સંસક્ત રહેવાનાં સ્થાનો, સૂકાંપીળાં પાતરાવાળાં વૃક્ષો તે અનવધ (પાપરહિત) રહેવાનાં સ્થાનો, માર્ગની બાજુમાં રહેલા મીઠા વચનથી બોલાવનારાં પુરૂષો તે પાર્શ્વસ્થ (પાસથ્યા) આદિ અકલ્યાણ મિત્રો, સાથિઓ તે સાધુઓ, દવાગ્નિ તે ક્રોધાદિ કષાયો, ફ્ળો તે વિષયો, બાવીસ પિશાચો તે બાવીસ પરિસહો, ખાવાપીવાનું તે એષણીય નિર્દોષભિક્ષા, પ્રયામ તે નિત્ય ઉધમ, બે પ્રહરમાં સ્વાધ્યા, અને નગરે પહોંચ્યા એટલે મોક્ષ સુખ
Page 31 of 65