________________
નવકાર (નમસ્કાર) સ્ત્ર
નમો અરિહંતાણં,
નમો સિધ્ધાણં,
નમો આયરિયાણં,
નમો ઉવજ્ઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો । મંગલાણં ચ સવ્વુસિ, પઢમં હવઇ મંગલં ॥
૫. સંસ્કૃત છાયા.
नमोडर्हद्भयः नमः सिद्धेम्य: । नम आचार्येभ्यः । नम उपाभ्यायेम्य: | नमो लोके सर्वसाधुभ्यः ||
एष पंचनमस्कारः । सर्वपापप्रणाशनः ।
मंगलानां च सर्वेषां । प्रथमं भवति मंगलम् ||
૬. અર્થપાઠ
નમસ્કાર હો અરિહંતોને, નમસ્કાર હો સિધ્ધોને, નમસ્કાર હો આચાર્યોને, નમસ્કાર હો ઉપાધ્યાયોને, નમસ્કાર હો લોકમાં રહેલા સર્વ સાધુઓને.
આ પાંચેને કરેલો નમસ્કાર સર્વ પાપનો સર્વથા નાશ કરનાર છે; અને તે સર્વ મંગલોમાં પહેલું મંગલ છે.
૭. વિવેચન પાઠ
આ નમસ્કાર પંચપરમેષ્ટીને છે, તેથી તે પંચપરમેષ્ટીનમસ્કાર અથવા પંચપરમેષ્ટીસ્તવઃ એમ કહેવાય છે. આ સર્વ માંગાલિકનું મૂળ, શ્રી જિનશાસનનો સાર, ચૌદ પૂર્વનો ઉદ્વાર, અને મહામંત્રરૂપ છે, અને તેનું કારણ જેને નમસ્કાર કરવામાં આવે છે તે પંચપરમેષ્ઠીમાં રહેલા પ્રભાવને લઇને છે. તો પહેલા પંચપરમેષ્ટી એટલે શું, અને તેનું દરેકનું સ્વરૂપ શું છે તે જોઇએ.
પરમેષ્ટી-એટલે જે પરમ = ઉત્કૃષ્ટ + ઇષ્ટી = ઇષ્ટતાવાળા-આપનાર.
નમસ્કાર એટલે નમવું તે. આ બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે બે હાથ, બે પગ અને મસ્તક વડે સુપ્રણિધાન સારી રીતે પ્રણામ કરવા રૂપ; અને ભાવથી એટલે વિશુધ્ધ, નિર્મળ મનથી. આ બંને પ્રકારે પરમેષ્ટીને નમસ્કાર કરવાનો છે. પરમેષ્ટી પાંચ છે. (૧) અરિહંત, (૨) સિધ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ. આ દરેકનું સ્વરૂપ જોઇએ.
૮. અરિહંત-શબ્દાર્થ
અરિહંત ત્રણ પાઠે લખાય છે. (૧) અરહંત, (૨) અરિહંત અને (૩) અરૂહંત.
૧.(૧) અરહંત (અર્હત્- જે યોગ્ય છે. અર્હ = યોગ્ય થવું એ ધાતુપરથી) એટલે જે પૂજાને-આઠ મહાપ્રતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે કહ્યું છે કેઃ
अरहंति वंदण नमं, सणाइ अरहंति पूअसक्कारं ।
Page 18 of 65