________________
અડસઠ અક્ષર પ્રમાણ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રને આઠ સંપદાઓ વડે ભક્તિ સહિત ભણવાથી શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થાય છે. એમ ચૈત્યવંદન ભાષ્ય, પ્રવચન સારોદ્ધાર નમસ્કાર પંજિકા આદિ અનેક શાસ્ત્રોમાં માવ્યું છે.
પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવા રૂપ મહામંત્ર શ્રી નવકારમંત્ર તરીકે શ્રી જૈન શાસનમાં સુપ્રસિધ્ધ છે. શ્રી જૈન શાસનના મંતવ્ય મુજબ એ શ્રી નવકાર મંત્ર સર્વ માંગલિકોનું મૂળ છે. સમસ્ત જેના શાસનનો સાર છે. અગ્યાર અંગ અને ચૌદ પૂર્વનો ઉધ્ધાર એટલે સારભૂત છે તથા સદેવ શાશ્વત છે.
એ શ્રી નવકાર મંત્રનું ધ્યાન આપતાં શ્રી પ્રવચન સારોદ્ધાર વૃત્તિકાર ક્રમાવે છે કે
સર્વ મંત્રરત્નામુત્પત્યા કરણસ્ય પ્રથમસ્ય કલ્પિત પદાર્થ કરણેક કલ્પદ્રુમ સ્ય વિષ વિષધર શાકિની ડાકિની યાકિન્યાદિ નિગ્રહ નિરવગ્રહ સ્વભાવસ્ય સક્લ જગદ્ગશીકરણા કૃયાધવ્યભિચારી પ્રોઢ પ્રભાવસ્ય ચતુર્દશ પૂર્વાણાં સાર ભૂતસ્ય પંચ પરમેષ્ઠિ નમસ્કારસ્ય મહિમાડત્ય ભૂતંવરી વર્તત ત્રિજગત્યાકાલમિતિ નિપ્રતિ પક્ષમતત્ સર્વ સમય વિદામ્ |
સર્વ મંત્ર રત્નોની ઉત્પત્તિનું મૂળસ્થાન, સર્વ ઇચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ, વિષ-વિષ ઘર-શાકિની-ડાકિની-યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર સકલ જગતનું વશીકરણ કરવા માટે અવ્યભિચારી પ્રોઢ પ્રભાવ સંપન્ન ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ત્રણે જગતમાં સર્વકાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અદ્દભૂત છે. એ વાત સર્વ સિધ્ધાંત વેદિઓ નિર્વિવાદ પણે જાણે છે, માને છે અને સ્વીકારે છે. ||
જેઓ શ્રી નવકાર મંત્રના આ પ્રભાવને જાણતા નથી, માનતા નથી, યા સ્વીકારતા નથી તેઓ સિધ્ધાંતના રહસ્યને પણ જાણતા નથી. સિધ્ધાંતના રહસ્યને જાણનાર શ્રી નવકારમંત્રના પ્રભાવને પણ જાણ્યા-માન્ય કે સ્વીકાર્યા સિવાય રહી શકતા જ નથી.
સકલ સિધ્ધાંત વેદી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા સ્વરચિત શ્રી પંચ પરમેષ્ઠી ગીતામાં શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં માને છે કે
શ્રી નવકાર સમો જગ, મંત્ર ન યંત્ર ન અન્ય, વિધા નવિ ઓષધ નવિ એહ જપે તે ધન્ય, કષ્ટ ટળ્યાં બહુ એહને, જાપે તુરત કિધ્ધ, એહના બીજની વિદ્યા નમિ વિનમિતે સિધ્ધ. II
શ્રી નવકાર સમાન જગતમાં અન્ય કોઇ મંત્ર નથી, વિધા નથી કે ઓષધ નથી. એ નવકાર મંત્રને જે કોઇ હૃદયના ભાવથી જપે છે તે ધન્ય છે. એના જાપથી અનેક આત્માઓનાં કષ્ટો તત્કાલ નાશ પામ્યા છે. ભગવાન શ્રી કષભદેવ સ્વામિના તીર્થમાં શ્રી નમિ અને વિનમિને જે વિધાઓ સિધ્ધ થઇ હતી તે વિધાઓનું બીજ પણ શ્રી નવકારમંત્ર જ હતું. એજ ગીતામાં આગળ ચાલતાં એ મહાપુરૂષ ક્રમાવે છે કે
“સિધ્ધ ધર્માસ્તિ કાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર ભણે એ ભવ્ય
સર્વશ્રતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિશિથે ભલિ પરે વખાણ્યો.” લોકમાં
જેમાં ધર્માસ્તિકાયાદિ
ષ (ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-જીવાસ્તિકાય-પુગલાસ્તિકાય અને કાળ) પ્રસિધ્ધ અને સ્વયં સિધ્ધ છે. તેમ શ્રી નવકારમંત્ર પણ સમસ્ત લોકમાં પ્રસિધ્ધ અને સ્વયંસિધ્ધ એટલે અકૃત્રિમ એટલે કે કોઇએ ઉત્પન્ન કર્યા વગરનો છે. અતિ ગંભીર એવા શ્રી મહાનિશિથ નામના છેદ સૂત્રમાં શ્રી નવકારમંત્રની ભારે પ્રશંસા કરવામાં આવી છે અને સર્વશ્રુત સ્કંધોમાં તેને મહાગ્રુત સ્કંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. શ્રી. વિશેષાવશ્યક મહાભાષ્યમાં પણ પંચમંગલ મહાશ્રુતસ્કંધાત્મક શ્રી નવકાર મંત્રની સર્વ શ્રત અત્યંતરના. અનેક પ્રકારે સિધ્ધ કરવામાં આવી છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર એ સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે તેથી તે સર્વ શ્રુતની અત્યંતર સમાઇ જાય છે. એટલું જ નહિ પરંતુ શ્રી નંદી સૂત્રમાં સર્વ શ્રુત સ્કંધોનું વર્ણન કરતી.
દ્રવ્ય
Page 14 of 65