________________
જીવાસ્તિકાય :- તે પદાર્થ જગતને વિષે અનંતાની સંખ્યામાં હોય છે. જીવદ્રવ્યનું પોતનું સ્વરૂપ અરૂપી જ છે. માત્ર અનાદિ કર્મના સંયોગના કારણે તે પુલોની સહાયથી સંસારી જીવનું સ્વરૂપ રૂપી રૂપે દેખાય છે.
કાળદ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ન હોવાથી દેખાતો નથી માટે એ દ્રવ્ય અરૂપી છે.
હાલ આપણે જે જે ખાલી જગ્યાઓ જોઇએ છીએ તે આકાશદ્રવ્ય છે. પણ તે અરૂપી હોવાથી જોઇ શકતા નથી. તેમાં જે પુગલો રહેલા છે તે દેખાય છે. આથી બહાર ખુલ્લી જગમાંથી ઉપરના ભાગમાં જે કાશ જોઇએ છીએ તે આકાશ દ્રવ્ય દેખાતું નથી પણ તે ખાલી જગ્યામાં પુગલો રહેલા છે તે દેખાય છે તેને વ્યવહારથી આકાશ દેખાય છે એમ કહીએ છીએ. એજ રીતે જ્યાં જ્યાં ખાલી જગ્યામાં જે જોઇએ છીએ તે પુદ્ગલો દેખાય છે એમ સમજવું.
પુદ્ગલ દ્રવ્ય :- વર્ણાદિથી યુક્ત હોવાથી નિયમ રૂપી હોય છે માટે તે દેખાય છે તે પુગલ અચિત્તા રૂપે પણ હોય છે અને સચિત્ત રૂપે પણ હોય છે માટે તે જોઇ શકાય છે.
જીવતવનું નિરૂપણ
અહીં જીવતત્વમાં જીવોના ભેદોનું વર્ણ જણાવેલું છે તે સંસારી જીવોની અપેક્ષાએ વર્ણન કરેલું છે. પણ મોક્ષના જીવોને આશ્રયીને કે શુધ્ધ સ્વરૂપની અપેક્ષાએ વર્ણન કરેલ નથી. આ જીવોનાં ભેદો જે બતાવવામાં આવેલા છે તે આપણા પોતાના જ ભેદો છે. આ ચોદે પ્રકારના ભેદોના ખોળીયા એટલે શરીરને પેદા કરી કરી તેમાં રાગાદિ પરિણામો પેદા કરી કરીને એક ખોળીયામાંથી બીજી ખોળીયામાં આનંતા કાળથી ભમ્યા કરીએ છીએ આથી એ ભેદોનું સ્વરૂપ એ આપણા પોતાનું સ્વરૂપ છે એમ સમજીને આ ભેદોનો વિચાર કરવો કે જેથી રાગાદિ પરિણામોની મંદતા થતી જાય.
હવે અહીં જીવતત્વના ચોદે ભેદોને જણાવવા માટે જ્ઞાની ભગવંતો અબુધ જીવોને વિશેષ જ્ઞાન પેદા થાય એ હેતુથી એક પ્રકારના જીવોનાં વર્ણનથી શરૂ કરીને ચૌદ પ્રકાર સુધીનાં જીવોનું વર્ણન કરે છે.
જગતમાં એક પ્રકારના જીવો હોય છે. ચેતનાયુક્તથી. ચૌદ રાજલોક રૂપ જગતમાં જેટલા જેટલા પ્રકારના જ્યાં જ્યાં જીવો રહેલા હોય છે તે સઘળાય જીવોમાં ચેતના રહેલી હોય જ છે માટે ચેતનાથી યુક્ત જે હોય તે જીવ કહેવાય. આ લક્ષણથી એક પ્રકારમાં સઘળાય જીવોનો સમાવેશ થાય છે. જીવોને જ ચેતના રહેલી છે તે જ્ઞાન અને દર્શનના ઉપયોગથી જણાય છે માટે જ્ઞાનીઓએ “ઉપયોગો લક્ષણ” જીવનું લક્ષણ ઉપયોગ છે એમ કહ્યું છે. ઉપયોગ હંમેશા બે પ્રકારનો હોય છે.
(૧) જ્ઞાનનો એટલે વિશેષ બોધનો ઉપયોગ અને (૨) દર્શનનો એટલે સામાન્ય બોધનો ઉપયોગ.
આ ઉપયોગના પ્રતાપે ચેતન છે કે અચેતન તેની ખબર પડે છે. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ આદિમાં પણ જ્ઞાન દર્શનનો ઉપયોગ રહેલો હોવાથી ચેતના છે એમ ખબર પડે છે. જ્યારે એ ચેતનાથી. રહિત થાય એટલે કે તે ખોળીયામાંથી જીવ Aવી જાય ત્યારે તે અચેતન રૂપે અજીવ બની જાય છે. આથી જૈન દર્શનકારો પૃથ્વી આદિમાં જીવ માને છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગના પ્રતાપે જે ચેતના રહેલી છે તેને કારણે માને છે તે ચેતનાવાનું જીવ રાગાદિ પરિણામો કરી કર્મબંધ કરતો કરતો જન્મ મરણ કર્યા કરે છે. આ એક પ્રકારના જીવોમાં જીવ વિચારમાં જણાવેલા પાંચસો ત્રેસઠ ભેદોનો સમાવેશ થાય છે. બે પ્રકારના જીવો. (૧) સ્થાવર જીવો અને (૨) ત્રસ જીવો.
સ્થાવર જીવો
Page 5 of 78