________________
પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્તા જીવો કહેવાય છે. આ જીવોને અપર્યાપ્ત જીવો. કહેવાય છે.
પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવોનો અવસ્થા બે હોય છે.
(૧) પોતાનું જે ભવનું ભોગવાતું આયુષ્ય હોય તે પૂર્ણ કરીને જીવ બીજા સ્થાને જવા માટેનું આયુષ્ય ઉદયમાં લાવીને બીજા સ્થાને ઉત્પન્ન થાય તેની સાથે સાથે ગતિ નામકર્મ-જાતિ નામકર્મ જીવને ઉદયમાં ચાલુ થઇ જાય છે. તેની સાથે જ જીવોને પર્યાપ્ત નામ કર્મનો ઉદય ચાલુ થઇ જાય છે. હજી એ જીવ વિગ્રહ ગતિમાં રહેલો હોય પર્યાપ્તિ શરૂ હવે કરશે અને શરૂ કરીને પૂર્ણ કરવાનો પુરૂષાર્થ કરશે તે જીવો જેમ જેમ જેટલી જેટલી પર્યાપ્તિીઓ શરૂ કરી કરીને પૂર્ણ કરતો જાય એવી અવસ્થામાં રહેલો જે જીવ હોય છે તેને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોવાથી પર્યાપ્ત કહેવાય છે. આ પહેલી અવસ્થાવાળા જીવો કહેવાય છે.
બીજી અવસ્થાવાળા જીવો એવા હોય છે કે જે જીવોને જેટલી જેટલી પર્યાપ્તિો હોય છે તે પોત પોતાની પર્યાપ્તિઓને પૂર્ણ કરીને પોતાના આયુષ્ય મુજબ જીવતો હોય છે તે બીજી અવસ્થા કહેવાય છે. એવી જ રીતે લબ્ધિ અપર્યાપ્તા જીવો કે જે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા હોય છે તેઓ વિગ્રહગતિથી શરૂ કરીને પોતા પોતાને યોગ્ય પર્યાતિઓની શરૂઆત કરતાં જાય છે તે પર્યાતિની શરૂઆત કરી પૂર્ણ કરતાં કરતાં પહેલી ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે એવી અવસ્થામાં રહેલા હોય છે અને એ ત્રણ પર્યાપ્તિઓને પૂર્ણ કરી પરભવના આયુષ્યના બંધની યોગ્યતા મેળવે છે અને તે પરભવનું આયુષ્ય બાંધે પણ છે ત્યાર પછી જે જે જીવોને પોતા પોતાને યોગ્ય જે છેલ્લી પર્યાપ્તિ હોય તે શરૂ કરીને પૂર્ણ કર્યા વગર જ મરણ પામે છે. માટે તે અપર્યાપ્ત કહેવાય છે. આ કારણથી પહેલી ત્રણ પર્યાપ્તિ શરૂ કરતાં અને પૂર્ણ કરતાં જીવોમાં અપર્યાપ્તા જીવો પણ હોય છે અને પર્યાપ્તા જીવો પણ હોય છે તે બન્ને જીવો ભેગા ન થઇ જાય એ માટે જ્ઞાની ભગવંતોએ પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને ઓળખવા માટે તેઓને કરણ અપર્યાપ્તા જીવો તરીકે કહ્યા છે. આકરણ અપર્યાપ્તા રૂપે ઓળખાતા જીવો ત્રણ પર્યાતિ પૂર્ણ કર્યા પછી આયુષ્યનો બંધ કરતાં નથી પણ પોતાની જેટલી જેટલી પર્યાપ્તિઓ હોય છે તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી જ આયુષ્યનો બંધ કરે છે. આથી લબ્ધિ અપર્યાપ્તા જીવો અને કરણ અપર્યાપ્તા જીવોમાં આટલો સ્પષ્ટ ભેદ રહેલો દેખાય છે. માટે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને કરણ અપર્યાપ્તા રૂપે કહી શકાતા નથી. અને કરણ અપર્યાપ્તા જીવોને પણ પર્યાપ્તા નામ કર્મના ઉદય ચાલુ હોવાથી લબ્ધિ અપર્યાપ્તા પણ કહી શકાતા નથી. આ પણ સ્પષ્ટ સમજાય એવી વાત છે. સામાન્ય રીતે નિયમ છે કે કોઇપણ જીવને પરભવનું આયુષ્ય બાંધવાની યોગ્યતા ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી જ થાય છે અને પર ભવના આયુષ્યને બાંધ્યા વગર સંસારી કોઇ જીવ મરણ પામી શકતો નથી. આથી ત્રણ પર્યાતિઓની અવસ્થામાં રહેલા જીવો આયુષ્યનો બંધ કરતાં ન હોવાથી મરણ પામતા નથી.
કરણ પર્યાપ્તા :- જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી હોય છે તે પર્યાદ્ધિઓ પૂર્ણ કરીને જીવન જીવે તેને કરણ પર્યાપ્ત જીવ કહેવાય છે. મનુષ્ય ગર્ભમાં ઉત્પન્ન થાય તે ગર્ભને વિષે એક અંતર્મુહુર્તમાં છએ પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત કહેવાય છે અને એક અંતર્મુહૂર્તમાં છએ પર્યાતિ પૂર્ણ કરી આહારના પુગલોને ગ્રહણ કરી રસ અને ખલરૂપે પરિણાવીને પોતાનું જીવન જીવતો જાય છે. ગર્ભમાં રહ્યો હોય તો પણ તે કરણ પર્યાપ્તા જીવરૂપે ગણાય છે માટે ગર્ભ સ્થિતિનો કાળ પૂર્ણ કરી બહાર નીકળે. ત્યારે જ કરણ પર્યાપ્તા કહેવાય એમ નથી પણ કરણ પર્યાપ્તપણું તો એક અંતર્મુહૂર્તમાં જીવ પ્રાપ્ત કરી લે છે. એ કરણ પર્યાપ્ત જીવ જ્યારે પોતાની સંપૂર્ણ પર્યાપ્તિ પૂર્ણ કરી મરણ પામે ત્યારે તે લબ્ધિ પર્યાપ્ત જીવરૂપે ગણાય છે. આથી એમ નિશ્ચિત થયું કે વિગ્રહગતિથી જીવને પર્યાપ્ત નામકર્મનો ઉદય જે ચાલે છે તે. લબ્ધિપર્યાપ્ત રૂપે ગણાય છે. તેની બે અવસ્થા એક પર્યાપ્તિઓ કરતાં કરતાં પૂર્ણ નથી કરી પણ કરી રહેલા. છે તે અવસ્થાવાળા એ કરણ અપર્યાપ્તા રૂપે અને બીજા એ કે પોત પોતાની જેટલી પર્યાપ્તિઓ હોય તે પૂર્ણ કરી રહેલા હોય તે જીવો કરણ પર્યાપ્તા રૂપે તે જ્યારે છેલ્લે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મરણ પામે ત્યારે
Page 17 of 78