________________
જીવોને સામાન્ય બોધ પેદા થતો હોવાથી ચક્ષને દર્શનના ભેદમાં ગણેલ છે.
(૨) અચક્ષુદર્શન - અનાદિકાળથી જગતમાં તાં જીવોને આ દર્શનનો ક્ષયોપશમ ભાવ રહેલો. હોય છે. આ અચક્ષદર્શનના પણ કોઇકાળે કોઇપણ જીવને સર્વઘાતી રસ ઉદયમાં હોતો નથી પણ દેશઘાતી અધિક રસ અથવા દેશઘાતી અભ્યરસ ઉધ્યમાં હોય છે. જ્યારે દેશઘાતી અધિક રસ ઉદયમાં હોય ત્યારે જીવોને અચક્ષદર્શનનો ઉદયભાવ ગણાય છે એટલે તે વખતે ક્ષયોપશમ અલ્પ હોય છે અને જ્યારે અચક્ષ દર્શન દેશઘાતી અભ્યરસ ઉદયમાં હોય ત્યારે જીવોને ક્ષયોપશમ ભાવે ગણાય છે તે વખતે સામાન્ય બોધ વિશેષ પેદા થતો જાય છે. અત્યક્ષદર્શનાવરણીયના ક્ષયોપશમ ભાવથી જીવને પાંચ ઇન્દ્રિયોમાંથી એક ચક્ષુ છોડીને બાકીની ચાર ઇન્દ્રિયો કે જે સ્પર્શના–રસના-ધ્રાણ અને શ્રોત્ર આનો સામાન્ય બોધ હોય છે તેમાં જે જે જીવોને જેટલી ઇન્દ્રિયો હોય તે પ્રમાણે સામાન્ય બોધ રૂપે કામ કરતી હોય છે તે અચક્ષુદર્શન કહેવાય છે.
(3) અવધિ દર્શન :- જીવોને અવધિજ્ઞાન પેદા થતાં પહેલા સામાન્ય બોધરૂપે અવધિદર્શન પેદા થાય છે એ અવધિદર્શનાવર્ગીય કર્મના ક્ષયોપશમથી પેદા થાય છે. આ અવધિદર્શન પણ જગતમાં કોઇ પણ જીવોને સર્વઘાતી રસે ઉદયમાં હોતું નથી પણ દેશઘાતી અધિક રસે ઉદયમાં હોય અથવા દેશઘાતી અલ્પ રસે ઉદયમાં હોય છે. જ્યારે દેશઘાતી અધિક રસે ઉધ્યમાં વર્તતું હોય ત્યારે અવધિદર્શન ઉદયભાવે હોય છે એટલે સામાન્ય બોધ પણ પેદા થતો નથી અને જ્યારે દેશઘાતી અલ્પ સે ઉદયમાં હોય ત્યારે અવધિદર્શન સામાન્ય બોધ રૂપે કામ કરે છે તે અવધિદર્શન કહેવાય છે.
(૪) કેવલ દર્શન - કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી બીજા સમયે જીવને કેવલદર્શન ઉત્પન્ન થાય છે. આ કેવલ દર્શનાવરણીય કર્મ સર્વઘાતી રસે ઉદયમાં હોય છે. આ દેશઘાતી રસે ઉદયમાં હોતી જ નથી માટે સંપૂર્ણ ક્ષય થાય પછી જ એ દર્શન પેદા થાય છે બાકી નહિ. સર્વઘાતી રસે ઉદયમાં હોવાથી કેવલ દર્શન આત્માને વિષે સંપૂર્ણ પણે અવરાયેલું એટલે દબાયેલું હોય છે. આત્માના સર્વ ગુણોનો ઘાત કરે તે સર્વઘાતી કહેવાય છે. આથી તેરમાં ગુણસ્થાનક સિવાય કેવલદર્શન કોઇપણ જીવોને પેદા થઇ શકતું જ નથી. આ રીતે દર્શનના ચાર ભેદો હોય છે.
૧૨ જ્ઞાનદ્વાર
જ્ઞાન એટલે નામ, જાતિ, ગુણ અને ક્રિયાદિના વિશેષ અવબોધને જ્ઞાન કહેવાય છે. તેના પાંચ ભેદો હોય છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન.
સારાય જગતની વ્યવસ્થા યા તો તથા તથા વ્યવહાર તે તે વિષયના સમ્યગ યા તો મિથ્યા, સંદિગ્ધ યા તો નિર્મીત અને પરિપૂર્ણ યા તો અલ્પ-લવલેશ જ્ઞાન ઉપર જ નિર્ભર છે.
તે તે ઈષ્ટ યા તો અનિષ્ટ અથવા યોગ્ય કે અયોગ્ય વિષયોનું જ્યાં સુધી ઓધે-સામાન્ય અથવા વિશેષે, વિચારશૂન્ય દશામાં કે સવિચાર દશામાં, મનસહિત દશામાં કે મનરહિત સ્થિતિમાંય તે તે સ્વરૂપે જ્ઞાન થતું નથી, ત્યાં સુધી તેના સ્વીકારમાં કે પરીવારમાં કોઇનીય ઇચ્છા સરખીય જન્મતી નથી; તો પછી પ્રવૃત્તિની તો કલ્પના જ કેમ સંભવે ? કારણ કે-તે તો અભિલાષજન્ય પ્રયત્નના અનન્તરકાળમાં જન્મનારી છે.
જીવાજીવાદિ મૌલિક તત્ત્વો, બંધ-નિર્જરા પ્રમુખ સંસાર અને મુક્તિના કારણભૂત તત્ત્વો, સંસાર અને મોક્ષ રૂપ તે તે હેતુના ળભૂત તત્ત્વો અને પુણ્ય-પાપ તથા આશ્રવ-સંવર રૂપ તે તે ળના સહકારી
Page 88 of 161