________________
(૨) રસનેન્દ્રિયનાં પાંચ વિષયો છે તેને સચિત્ત-અચિત્ત અને મિશ્ર એ ત્રણ વડે ગુણતાં ૫ X 3 = અને અશુભ | એ બે ગુણતાં ૧૫ X ૨ = ૩૦. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૩૦ X ૨ = ૬૦ ભેદ થાય
૧૫. શુભ
છે.
(૩) ધ્રાણેન્દ્રિયના બે ભેદોને સચિત્ત-અચિત્ત અને મિશ્ર ત્રણ વડે ગુણતાં ૨ X ૩ = ૬. શુભ અને અશુભ વડે ગુણતાં ૬ X ૨ = ૧૨. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૧૨ X ૨ = ૨૪ થાય છે.
(૪) ચક્ષુરીન્દ્રિયનાં પાંચ વિષયો છે તેને સચિત્ત-અચિત્ત-મિશ્ર ત્રણ વડે ગુણતાં ૫ X ૩ = ૧૫. શુભ અશુભ વડે ગુણતાં ૧૫ X ૨ = ૩૦. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૩૦ X ૨ = ૬૦ થાય છે.
અને
(૫) શ્રોત્રેન્દ્રિયનાં ત્રણ વિષયો છે તે ત્રણને શુભ અને અશુભ બે વડે ગુણતાં ૩ X ૨ = ૬. રાગ અને દ્વેષ વડે ગુણતાં ૬ X ૨ = ૧૨ ભેદો થાય છે. આ રીતે ૯૬ + ૬૦ + ૨૪ + ૬૦ + ૧૨ = ૨૫૨ ભેદો થાય છે. “આ ૨૫૨ વિકારોમાંથી કઇ ઇન્દ્રિય વાળા જીવો કેટલા વિકારો કરતાં કરતાં જીવે છે તેનું વર્ણન.” એકેન્દ્રિય જીવો એક સ્પર્શેન્દ્રિયવાળા હોવાથી આઠ વિષયો અને તેના ૯૬ વિકારોમાં લપેટાયેલા આના દ્વારા પોતાનો સંસાર વધારે છે.
બેઇન્દ્રિય જીવો સ્પર્શ અને રસનેન્દ્રિયવાળા હોવાથી આઠ અને પાચ એમ તેર વિષયોની સાથે ૯૬ + ૬૦ = ૧૫૬ વિકારોમાંથી કોઇને કોઇ વિકારો કરી પોતાનો સંસાર વધારી રહ્યા છે.
તેઇન્દ્રિય જીવો :- સ્પર્શના-રસના અને ધ્રાણ ઇન્દ્રિયોવાળા હોવાથી ૮ + ૫ + ૨ = ૧૫ વિષયોનાં ૯૬ + ૬૦ + ૨૪ = ૧૮૦ વિકારોમાંથી કોઇને કોઇ વિકારો કરતાં કરતાં પોતાનો સંસાર વધારે છે.
ચઉરીન્દ્રિય-સ્પર્શના-રસના-ધ્રાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો હોવાથી ૮ + ૫ + ૨ + ૫ = ૨૦ વિષયો તથા ૯૬ + ૬૦ + ૨૪ + ૬૦ = ૨૪૦ વિકારોને વિષે મુંઝવણ પામતા પામતા સંસારમાં પરિભ્રમણ કરે છે. અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચે ય ઇન્દ્રિયો હોવાથી તેના ૨૩ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી કોઇને કોઇ વિકારોને આધીન થતાં મન વગર હોવા છતાં પરિભ્રમણ કર્યા કરે છે.
સન્ની જીવો પાંચ ઇન્દ્રિયો અને મન સાથે હોવાથી તેના ૨૩ વિષયો અને ૨૫૨ વિકારોમાંથી કોઇને કોઇ વિકારોને આધીન થઇ મનપૂર્વક મજા માનતાં માનતાં પોતાના સંસાર વધારતાં જાય છે.
એક કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને જ ચાન્સ છે કે આ જાણીને ત્રેવીશ વિષયો અને ૨૫૨
વિકારોમાંથી શક્ય તેટલો સંયમ કરીને જીવ તેનાથી પોતાનો સંસાર પરિમિત એટલે અલ્પ કરી શકે છે. તે માટે જ દેવ, ગુરૂ, ધર્મની સામગ્રી પ્રાપ્ત થયેલી છે. આથી તેનો ઉપયોગ કરી પ્રયત્ન કરશે તે મોક્ષ માર્ગમાં દાખલ થઇ સંસારને પરિમિત કરી શકશે.
આ રીતે પાંચ પ્રકારના જીવોનું વર્ણન થયું. ૯. સમુધ્ધાત દ્વાર
સમ એટલે આત્માની ચારે બાજુથી, એકી ભાવના યોગથી, વેદનાદિ ભોગવાઇને આત્માના પ્રાબલ્ય વડે એટલે આત્માની જોરદાર શક્તિ વડે કર્મોનો ઉપઘાત એટલે નાશ સંહાર થાય તે સમુદ્ધાત કહેવાય. કાલાંતરે એટલે લાંબા કાળે ભોગવવા યોગ્ય કર્મોને બલાત્કારે એટલે બલ વાપરીને ઉદીરણા કરણ દ્વારા ઉદયમાં લાવીને એટલે ભોગવાતી ઉદયાવલિકામાં લાવીને ખપાવવા (ખપાવી નાંખે છે) તે સમુદ્ધાત કહેવાય છે.
Page 82 of 161