________________
વધારવો ન હોય તો આ કષાયના સ્વરૂપને ઓળખીને તેનાથી સાવધ રહેવાનો અભ્યાસ કરી અથવા તે જ કષાયની સહાય રાગાદિ પરિણામ નાશ કરવાના ઉપયોગમાં લઇને તે કષાયના ઉદયને પ્રશસ્ત બનાવીને તે કષાયોનો નાશ કરતો જાય તેમ તેમ પોતાનું શુધ્ધ સ્વરૂપ પેદા થતું જાય અને એમ કરતાં એક વાર સંપૂર્ણ કષાયનો નાશ થતાં જ જીવ પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે અને જીવો સિધ્ધિ ગતિને પ્રાપ્ત કરે
ઠાણાંગ સૂત્રમાં આંઠ મદ કહેલા છે.
(૧) જાતિ મદ, (૨) કુલ મદ, (૩) બલ મદ, (૪) રૂપ મદ, (૫) તપો મદ, (૬) શ્રુત મદ, (૭) લાભા મદ, (૮) એશ્વર્ય મદ.
મદ એટલે જેનાથી અહંકાર પેદા કરી બીજાની અવજ્ઞા કરવી તે.
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે જે મદ કરે છે તેના ળ સ્વરૂપે સંસારમાં પરિભ્રમણ થયા કરે એવું કર્મ ઉપાર્જન કરે છે. માટે નિર્યુક્તિ કાર કોઇ પણ પ્રકારનો મદ કરવાનો નિષેધ કરે છે. આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં પણ આઠ મદ સ્થાનોથી નિવૃત્ત થવાનું કહ્યું છે. દશ વૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનની ત્રીશમી ગાથામાં પણ બીજાનો પરાભવ અને પોતાનો ઉત્કર્ષ કરવાનો નિષેધ કરેલો છે. કારણ કે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે.
અંગુત્તર પ્રકરણમાં મદના ત્રણ ભેદ ગણાવ્યા છે. (૧) યોવન મદ, (૨) આરોગ્ય મદ, (૩) જીવિત મદ. કારણ કે આ ત્રણ મદોથી મનુષ્યો દુરાચારી બને છે. તે ત્રણમાં આઠે મદનો સમાવેશ થઇ શકે છે. (૧) યોવન મદમાં - જાતિ - કુલ - બલ અને રૂપ મદ આવે. (૨) આરોગ્યમાં - તપ અને મૃત મદ આવે. (૩) જીવિત મદમાં - લાભ અને ઐશ્વર્ય મદ આવી શકે છે. મૂચ્છ એટલે મોહ તેના બે પ્રકાર પાડેલા છે. (૧) પ્રેમ પ્રત્યયા મૂચ્છ અને (૨) દ્વેષ પ્રત્યયા મૂચ્છ પ્રેમ પ્રત્યયા મરચ્છના બે ભેદ – માયા અને લોભા. દ્વેષ પ્રત્યયા મૂચ્છના બે ભેદ - ક્રોધ અને માન એમ ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. આશંસા પ્રયોગ દશ પ્રકારે શ્રી ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. (૧) ઇહલોક આશંસા. (૨) પરલોક આશંસા (૩) ઉભય લોક આશંસા (૪) જીવિત આશંસા (૫) મરણ આશંસા (૬) કામ આશંસા (૭) ભોગ આશંસા. (૮) લાભ આશંસા. (૯) પૂજા આશંસા. (૧૦) સત્કાર આશંસા
ગુજરાતીમાં જેને નિયાણ કહે છે તે આશંસા પ્રયોગ કહેવાય છે. કોઇપણ સં અનુષ્ઠાન પાછળનો મોક્ષ સિવાયનો જે હેતુ તે આશંસા પ્રયોગ અથવા નિયાણુ કહેવાય છે.
એ ક્રોધાદિ કષાયોનાં મુખ્ય ચાર ભેદો જ્ઞાની ભગવંતોએ જણાવેલા છે જે જીવોના જીવનમાં રોજીંદી ક્રિયા રૂપે વણાઇ ગયેલા છે. લગભગ તે ચારમાંથી કોઇને કોઇ ભેદનો જીવ ઉપયોગ કરતો કરતો પોતાનું જીવન જીવી રહેલો હોય છે. તેના નામો.
Page 51 of 161