________________
ક્ષપક શ્રેણી શરૂ કરી હોય અને વચનયોગ ચાલુ હોય એટલે પદાથોનું નિરૂપણ બોલતા હોય તેમાં છદ્મસ્થપણાના કારણે ભગવાનના વચનથી વિપરીત પણે વચન બોલાતું હોય તો પણ ક્ષપક શ્રેણી અટકતી. નથી અને એ સત્ય વચનના પ્રતાપે મોહનો નાશ કરી કેવલજ્ઞાન પામે ત્યારે ખબર પડે કે વિપરીત વચન બોલાયું હતું. આ કારણથી બારમાં ગુણસ્થાનક સુધી અસત્ય વચન યોગ કહેલો હોય છે.
(૩) સત્યાસત્ય વરાનયોગ :- જે વચન બોલતાં ઘણું સત્ય હોય અને થોડું અસત્ય હોય અથવા ઘણું અસત્ય હોય અને થોડું સત્ય હોય એવા વચનને સત્યાસત્ય વચન યોગ કહેવાય છે. જેમકે આ અશોક વન છે. આ વાક્ય બોલવામાં અશોકના ઘણાં વૃક્ષો એમાં છે પણ સાથે સાથે બીજા વૃક્ષો રહેલા છે એનો અપલાપ થાય છે માટે એ વચનમાં એટલું અસત્ય પણ છે. આથી એ વચન સત્યાસત્ય વચન યોગ રૂપે ગણાય છે. આ વચનયોગ પણ એકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. સાતમાં ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધી અસત્ય વચનયોગની જેમ જાણવું.
(૪) અસત્યામૃષા વચનયોગ :- જે વચનો બોલતાં જેમાં સત્યપણ ન હોય અને અસત્ય પણ ન હોય તેમજ સત્યાસત્ય પણ ન હોય. એવી જે વ્યવહારૂ ભાષા રૂપે વચન બોલાય તે વચન અસત્યામૃષા. વચનયોગ રૂપે કહેવાય છે. આ વચનયોગ એકથી તેર ગુણસ્થાનક સુધી જીવોને હોય છે. તેરમાં ગુણસ્થાનકમાં રહેલા કેવલી ભગવંતો જે વચન બોલે છે તે હિતકારી વચનો જ બોલે છે. દરેક જીવોને માટે હિત થઇ શકે એવા વચનો બોલે છે કારણ કે એ જીવોને રાગ, દ્વેષ હોતો નથી માટે એમનું વચન અસત્યામૃષા વચનયોગ રૂપે ગણાય છે.
(૧) દારિક કાયયોગ - દારિક શરીર નામકર્મના ઉદયથી જગતમાં રહેલા ઓદારિ વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને દારિક શરીર રૂપે પરિણમાવી એટલે સાત ધાતુરૂપે પરિણમાવીને વિસર્જન કરવા તે ઔદારિક કાયયોગ કહેવાય છે. આ દારિક કાયયોગ ધર્મ ઉપાર્જન કરવા માટે અથવા અધર્મ ઉપાર્જન કરવા માટે ઉપયોગી થાય છે અથવા સુખ દુઃખનો અનુભવ કરવા માટે ઉપયોગી થાય છે. આ દારિક કાયયોગ એકથી તેર ગુણસ્થાનક સુધી હોય છે.
(ર) દારિક મિશ્નકાયયોગ :-જગતમાં રહેલા જીવો કોઇપણ જગ્યાએથી મરણ પામીને મનુષ્ય કે તિર્યંચ રૂપે ઉત્પન્ન થાય ત્યારે સૌ પ્રથમ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યાં જે પુદ્ગલોનો આહાર ગ્રહણ કરે છે. તે કાર્મણ શરીરની સાથે એ પુદગલો મિશ્રણ રૂપે બને છે અને પછી સમયે સમયે આહારને ગ્રહણ કરતાં એ પગલો ઓદારિકની સાથે મિશ્રણ રૂપે બને છે તે દારિક મિશ્રકાયયોગ કહેવાય છે અને જ્યાં સુધી એ પુદ્ગલો ઓદારિક કાયયોગ રૂપે ન બને ત્યાં સુધી આ દારિક મિશ્ર કાયયોગ જીવને રહેલો હોય છે. આ યોગ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. આથી પહેલા-ચોથા અને બીજા ગુણસ્થાનકમાં જીવોને હોય છે તેમજ તેરમાં ગુણસ્થાનકે કેવલી સમુદ્યાત વખતે બીજા-ત્રીજા-છઠ્ઠા અને સાતમાં સમયે આ યોગ હોય છે.
મતાંતરે એટલે સિધ્ધાંતના મતે મનુષ્યો અને તિર્યંચો વક્રીય શરીર બનાવતા હોય ત્યારે એના. આરંભ કાળે વક્રીયના પુદ્ગલો ઓદારિકની સાથે મિશ્રણ પામતા હોવાથી એમાં દારિકના પુદ્ગલો વિશેષ હોય છે અને વક્રીયના ઓછા હોય છે આથી ઓદારિક મિશ્ર કાયયોગ ગણાય છે પણ તે વખતે વૈક્રીય મિશ્રયોગ ગણાતો નથી જ્યારે સંહરણ કાળ વખતે વૈક્રીય કાયયોગના પુદ્ગલો વિશેષ હોવાથી ત્યાં વિક્રીય મિશ્ર કાયયોગ હોય છે.
(૩) વૈક્રીય કાયયોગ - વેક્રીય શરીર નામકર્મના ઉદયથી જગતમાં રહેલા વેક્રીય વર્ગણાના પુગલોને ગ્રહણ કરી વૈક્રીય શરીર રૂપે પરિણામ પમાડી વિસર્જન કરવા તે વક્રીય કાયયોગ કહેવાય છે.
Page 102 of 161