________________
જ્યારે એ કષાયોનો ઉભરો આવેલો હોય ત્યારે કરવામાં આવતાં બધા ય ધર્મકૃત્યો નિળ નિવડે છે અને એમનાથી બીજું કોઇ આપણને કષ્ટ આપે એવું ચડીયાતું નથી એમ શાસ્ત્રકારો કહે છે.
ક્રોધને લીધે આપણાં સ્વજનોમાં વિરોધ જાગે છે, કાંતિનો નાશ થાય છે ભારે ભયાનક સંકટો આવી પડે છે.
અહંકાર સજ્ઞાનનો ઘાતક છે અને ગુરૂજનોમાં અપમાન કરાવે છે. માયા-કપટ વાણીને વક્ર કરાવે છે અને ડગલે ને પગલે વિપ્ન જનક છે. લોભ-સ્વજનોનો દ્રોહ કરાવે છ મૂઢતા વધારે છે અને સુમતિને રોકી રાખે છે
એ એક એક કષાય પણ ભારે કઠોરતા પેદા કરે છે. કલેશ ઉભો કરે છે અને સવૃત્તિને ડહોળી નાંખે છે.
આ સંસારમાં અત્યાર સુધી જે જે તીવ્ર દુઃખો થઇ ગયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં હવે પછી જે થનારાં છે, તે બધુંય આ કષાયોનું પરિણામ છે એમ જાણો.
બાહુબલી મૂઢ બની ગયો, ભરત લાલચું થઇ ગયો, સ્ત્રી પણ તીર્થંકર થઇ શકી અને સુભૂમ કુગતિએ ગયો એ બધું આ કષાયોનું જ કરતુક છે.
જગદ્ગુરૂએ ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો :- અહીં રોજને રોજ તાં એવા ભવયંત્રમાં પીલાતાં જંતુને તેમાંથી છોડાવી શકે એવો એક ધર્મ જ છે માટે તેનું ઉચિત રીતે સંપાદન કરીને તેને સદા આચરવો જોઇએ.
રોજ દેવવંદન અને પૂજન કરવું ઉચિત છે અને ભવના કવામાં પડેલાઓને તો એ દેવવંદનાદિ ઉચિત ક્રિયાઓ જ ટેકારૂપ છે તથા સિધ્ધાંતને જાણનારા ઉત્તમ મુનિઓની પ્રતિક્ષણ સેવા કરવી એમ કર્યા વિના બધી ઉચિત ધર્મ કરણી પણ નકામી જાણવી.
પ્રમાદને તજી દેવો, દુઃશીલોની સોબત ન કરવી, પોતે જાતે પણ આળસુ હોય તો તે અધર્મના યોગને લીધે પોતાનું જ અહિત કરનાર બને છે.
કોઇ પ્રકારની આશા રાખ્યા વિના દાન કરવું અને તે દાન પણ શ્રધ્ધાથી-સત્કારથી અને ઉચિતતાથી યુક્ત હોવું જોઇએ. જે લોકો તપ-શીલ અને ભાવના કરવામાં અસમર્થ છે તેમને માટે એ પ્રકારનું દાન જ ઉત્તમ માર્ગ છે.
વળી એકાગ્રચિત્ત રાખીને શાસ્ત્રના પરમાર્થોને વિચારવા જોઇએ.
રાગ અને દ્વેષથી ડહોળાઇ ગયેલા મનની શુદ્ધિ કરવા સારૂં શાસ્ત્ર ચિંતન સિવાય બીજું કોઇ સારૂં (ઉત્તમ) સાધન નથી. આ રીતે ભગવાને દેશના પૂર્ણ કરી.
એજ વખતે દુ:ખિયાનો નમૂનો વિવિધ રોગોથી પીડાયેલો-રોગીઓની હદ સમાન-કુદર્શનની આરસી-દારિદ્રય અને ઉપદ્રવોનો નિવાસ એવો અત્યંત અળખામણો એક ઘરડો માણસ પિશાચ જેવા પોતાના ચાર છોકરાઓ સાથે ત્યાં આવી પહોંચ્યો. ભગવાનને કહ્યું કે મારા આ આકરા દુ:ખોને મટાડવા માટે આપને થોડુંક પૂછવાની ઇચ્છા રાખું છું. ભગવાને કહ્યું કે જે પૂછવું હોય તે બોલ. ત્યારે ઘરડો માણસ બોલ્યો કે-હું આ નગરીનો રહેવાસી છું અને જન્મથી કંગાળ છું. મારે આ ચાર છોકરા થયાં છે એનાં નામો – (૧) ચંડ (૨) પ્રચંડ (૩) ચુડલી છોકરી (૪) વોમ.
પહેલો પુત્ર ભારે કજીયાવાળો છે અને બધા લોકોને ઉગ કરે એવો છે.
Page 7 of 197