________________
એમ તો એને રાગેય ઘણાઓ ઉપર ઉપજે છે, પણ એ રાગનું મૂળ જેમ સંસાર ઉપરનો રાગ છે, તેમ એને જે ઘણાઓ ઉપર દ્વેષ ઉપજે છે, તે દ્વેષનું ખરેખરૂં મૂળ કયું છે? એ દ્વષનું ખરેખરૂં મૂળ પણ સંસાર ઉપરનો રાગ જ છે. જેનામાં રાગ નથી હોતો, તેનામાં દ્વેષ પણ હોઇ શકતો જ નથી. રાગને કારણે જ દ્વેષ પેદા થાય છે. જો કોઇનાય ઉપર રાગ ન હોય, તો કોઇનાય ઉપર દ્વેષ પેદા થવાને અવકાશ જ નથી. રાગ હોવાને કારણે, જેના ઉપર રાગ હોય, તેનાથી જે પ્રતિકૂળ, તેના. ઉપર દ્વેષનો ભાવ પ્રગટે છે. અણગમો, એ પણ દ્વેષનો જ એક પ્રકાર છે. હવે તમે એ વિચાર કરો કે-સંસાર ઉપર રાગ છે, તે શાના ઉપર રાગ છે ? સંસાર એટલે વિષય અને કષાય. સંસારનો રાગ, એટલે વિષયનો રાગ અને કષાયનો રાગ. વિષયનો રાગ અને કષાયનો રાગ પણ કેવો ? વિષયની અનુકૂળતાનો રાગ અને કષાયની અનુકૂળતાનો રાગ. અને, એને લીધે જ,વિષયની પ્રતિકૂળતાનો પણ દ્વેષ અને કષાયની પ્રતિકૂળતાનો પણ દ્વેષ. એ જીવે વિષયની અનુકૂળતામાં જ અને કષાયની અનુકૂળતામાં જ સુખ માનેલું છે અને એ જ રીતિએ એ જીવે વિષયની પ્રતિકૂળતામાં પણ દુ:ખા માનેલું છે અને કષાયની પ્રતિકૂળતામાં પણ દુ:ખ માનેલું છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે-સંસાર ઉપરનો રાગ, એ વસ્તુત: તો સંસારના સુખ ઉપરનો જ રાગ છે; અને એથી, એ વાત પણસમજી શકાય એવી છે કે-સંસાર અસાર છે, એનો અર્થ એ કે-સંસારનું સુખ પણ અસાર છે.
અમુકને આ સંસાર અસાર લાગ્યો છે.”-એવું સાચીરીતિએ ત્યારે જ કહી શકાય, કે જ્યારે તેને સંસારનું સુખ અસાર લાગ્યું હોય ! દુઃખ, દુ:ખ તરીકે કોને સારભૂત લાગે છે ? કોઇને પણ નહિ ! સંસાર સારભૂત લાગતો હોય, તો તે સંસારના એટલે વિષય-કષાયના સુખનો જે રાગ છે, તેને લીધે જ ! એ રાગથી જ સંસાર સારભૂત લાગે છે. આ કારણે, “સંસાર અસાર.” -એનો અર્થ એ છે કે- “સંસારનું સુખ પણ અસાર !' વિષય-ક્લાયની અનુકૂળતાના રાગને અને પ્રતિકૂળતાના દ્વેષને તજવાનો ભાવ અપૂર્વ ક્ષણમાં હોય જઃ
અપૂર્વ કરણને પ્રગટાવવાને માટે, જીવે, વિષયની અનુકૂળતાનો જે રાગ છે અને કષાયની અનુકૂળતાનો જે રાગ છે, તે રાગ કેટલો બધો ભૂંડો છે, તે રાગ કેટલો બધો નુક્સાન કારક છે, એનો વિચાર કરવો જોઇએ. જીવ જો વિચાર કરે, તો લાગે કે- “હિંસાદિક પાપોનું મૂળ જ, જીવનો વિષયની અનુકૂળતાનો અને કષાયની અનુકુળતાનો રાગ છે. જીવો પ્રાય: પાપને આચરે છેય એ માટે અને જીવો પ્રાયઃ દુ:ખને વેઠે છેય એ માટે !' તમે હિંસાદિક જે જે પાપોને આચરતા હો, તે તે સર્વ પાપોને યાદ કરી જુઓ અને પછી વિચાર કરો કે-એ પાપોને તમે જે આચર્યા અથવા તો એ પાપોને આચરવાનું તમને જે મન થયું, તે શાથી બન્યું ? તમે જો સમજ પૂર્વક વિચાર કરી શકશો, તો તમને પ્રાયઃ એમ જ લાગશે કે- “મારામાં જો વિષય-કષાયની અનુકૂળતાનો રાગ ન હોત, તો હું આમાંના કોઇ પાપને આચરવાનું મન કરત નહિ; અથવા, આમાંના કોઇ પાપને આચરત નહિ !' એ જ રીતિએ, તમે દુ:ખ પણ વેઠો છો, તો તમે વિચાર કરો કે તમને દુ:ખ વેઠવું ગમે છે? ના. વસ્તુતઃ તમને દુઃખ વેઠવું ગમતું નથી, પણ વિષય-કષાયની અનુકૂળતાના રાગને કારણે, એ રાગ સફ્લા બને એ હેતુએ, તમને દુઃખ વેઠવું પણ ગમે છે. તમારામાં જે દ્વેષભાવ છે, તે પણ શાને આભારી છે ? વિષય-કષાયની અનુકૂળતા તરફ્તા તમારા રાગને જ ને ? વિષય-કષાયની અનુકૂળતાનો રાગ પાપ કરાવે, દુઃખ વેઠવાની ફ્રજ પાડે અને કરેલા પાપને પરિણામે પણ જીવ દુઃખી જ થાય.
Page 68 of 197