________________
મૂળ કારણ છે. શાસ્ત્રો સાંભળવાથી જ ચિત્તમાં સારી રીતે વિવેક પેદા થાય છે. સામર્થ્યના ગુણમાં સ્વાર્થ (એટલે પોતાના કલ્યાણ તરફ) અને પરોપકાર કરવાનું અદ્ભુત બળ એમ સમજીને ભયનાં ચક્રોથી મુક્ત રહીને એ સામર્થ્યમાં જ પોતાના આત્માને સ્થાપિત કરવો જોઇએ. હિમાલયનો ઠંડો પવન, અગ્નિ-સૂર્યનો પ્રખર તાપ, પાતાળમાં રહેનારા અને જમીનમાં થનારાં ભયંકર સર્પો, તથા સિંહ અને શરભોને લીધે ભયાનક દુર્ગમ બનેલી પર્વતની અને સ્થળની ભૂમિ એ બધું ભયાનક ત્યારે જ લાગે છે કે જ્યારે માનવોમાં ચિત્તની દ્રઢતાથી ઉત્પન્ન થયેલું સામર્થ્ય નથી હોતું.
(૨) અર્થિત્વ પણું :
સામર્થ્ય હોવા છતાં અર્થિત્વ વગર ધર્મની મતિ સંભવતી નથી. જેમ માનવની ઇચ્છા ભોજન તરફ હોય છે. જેમ સ્ત્રી અને પતિ વચ્ચે અનુરાગ હોય છે તેવી જ વૃત્તિનું નામ અર્થાત્ તીવ્ર અભિલાષાનું નામ અર્થિત્વ છે. એવું અર્થિત્વ જ પરલોકની પ્રધાન પ્રધાન પ્રવૃત્તિઓમાં સારરૂપ છે. આવો જે અર્થી હોય અર્થાત્ ધર્મનો તીવ્ર અભિલાષી હોય તે જ સાંસારિક ભયને ધારણ કરતો હોય છતાંય ધર્મ જ પરમાર્થ છે અને બાકી બધું ય અનર્થરૂપ જ છે એમ માનતો હોય છે. ધર્મની કથા સાંભળીને અર્થીના ચિત્તમાં હર્ષ થાય છે. અશુભ કૃત્યોથી ખેદ થાય છે. આવા લક્ષણો વાળાને અહીં અર્થી સમજવાનો છે.
આવો અર્થી જ વિશેષ ધર્મ પામવાને યોગ્ય છે. આનાથી ઉલટા પ્રકારનો અનર્થી હોય છે.
જે લોકો આકાશને માપી શકે છે, બુધ્ધિ વડે મેરૂને તોળી શકે છે. ઘણે છેટે જમીનમાં દાટેલાં નિધિને પણ સહેજે જાણી શકે છે તેવા બુધ્ધિવાળાં માણસો પણ યુવતી સ્ત્રીઓનાં હૃદયને સમજી શકતા નથી, વ્યામોહ પામે છે, વિષાદ પામે છે, આકુળ થાય છે અને થાકી જાય છે.
જેમ આગ વગરની કેવળ રાખને કોઇ સંઘરતો હોય, બહેરા માનવીની સાથે કોઇ બોલતો હોય તે નકામું છે, તેમ જેના હૃદયમાં અભિલાષા જ નથી એવા માનવને કાંઇ પણ સમજાવવાનો પ્રયાસ કરવો તે બધો ય નકામો છે.
જે માનવ બધા દોષોનો નાશ કરનાર, સુખની વૃધ્ધિ કરનાર, એવાં પ્રસિધ્ધ સિધ્ધાંતના તત્વોને સાંભળવા માટે પણ અભિલાષ ન રાખતો હોય એવો અધમ અનર્થી માનવ ભારે વિપત્તિઓને પામે છે અને પોતાને ઘર આંગણે ઉગેલી કલ્પવૃક્ષની વેલને ઉખેડી નાંખે છે. આલોચક = વિચારક ઃ
(૩)
જે માનવ ધર્મનો અર્થી હોવા છતાંય તે આલોચક-વિચારક ન હોય તો ધર્મને સાધી જ
શકતો નથી. શું આ કરવું ઉચિત છે કે બીજું કરવું ઉચિત છે ? મારૂં શરીર બળ કેટલું છે ? આ દેશ અને કાળ કેવો છે ? મને સહાય કરનારા કેવા છે ? આ કરવાથી શું ફ્ળ થવાનું છે ? આ કરવા જતાં ક્યાં ભૂલ થવાની છે ? આ પ્રમાણે જે વિચાર કરી શકે તેને આલોચક-વિચારક પુરૂષ જાણવો. આવા જીવો અનુષ્ઠાનો વાળી ધર્મ વિધિને બરાબર નિયમપૂર્વક કરાવી શકે છે અને કરી
શકે છે.
આ લોકમાં કરવામાં આવત વ્યવહારનું કામ પણ વગર વિચાર્યે કરવામાં આવે તો સિધ્ધ
Page 5 of 197