________________
બનાવે છે અને લાકડા ઉપર એ કુહાડાનો ઘા મારે કે તરત જ એના બે ટુકડા થઇ જાય છે. એમ આ અપૂર્વકરણ અધ્યવસાયના પરિણામથી ગ્રંથીનો ભેદ થઇ જાય છે અટલે ગ્રંથી ભેદાય છે. આવો પરિણામ પૂર્વે કોઇવાર આવેલો હોતો નથી માટે એને અપૂર્વ કહેવાય છે. આ ગ્રંથી ભેદ થતાંની સાથે જ જીવમાં તાકાત એવી જોરદાર પેદા થાય છે કે જે રાગાદિ પરિણામને આધીન થઇને એ કહે તે મુજબ અત્યાર સુધી જીવતો હતો તે રાગાદિ પરિણામની આધીનતાને તોડી નાંખે છે. એટલે પોતાને સ્વાધીન બનાવે છે કે હવે આ જીવને જે પ્રમાણે વિચાર કરીને રાગાદિ કરવા હોય એ પ્રમાણે રાગાદિ વર્તે છે. એટલે આ જીવને જ્યાં રાગ કરવો હોય ત્યાં રાગ થાય અને જ્યાં દ્વેષ કરવો હોય ત્યાં દ્વેષ થાય પણ રાગ જે વિચાર આપે તે પ્રમાણે જીવ હવે પ્રવૃત્તિ કરે નહિ આનો અર્થ એ થાય છે કે રાગાદિના પગ નીચે દબાણથી જીવન જીવતો હતો તે જીવન બંધ થઇ જાય છે અને રાગાદિને પોતાના પગ નીચે દબાવીને હવે જીવન જીવતો થાય છે. આને ગ્રંથીભેદ કહેવાય છે. શાસ્ત્ર પરિભાષાના શબ્દોમાં કહીએ તો અનુકુળ પદાર્થોનો રાગ એટલે સુખનો રાગ ચાર સ્થાનીક (ઠાણીયો) રસ હતો તે હવે આ અધ્યવસાયના પરિણામથી બે સ્થાની (ઠાણીયો) રસ થઇ જાય છે. અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ ચાર સ્થાનીક રસવાળો હતો તે પણ હવે બે સ્થાનીક રસવાળો થાય છે એટલે તીવ્ર ભાવે રસ હતો તે મંદરસ બને છે (થાય છે). આથી જીવને રાગાદિ પરિણામની હેરાનગતિ હતી તે બંધ થાય છે. આ ગ્રંથી ભેદ થતાં જ જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી તત્વોનું જ્ઞાન પહેલા ભુલરૂપે હતું તે હવે સૂક્ષ્મ બોધરૂપે પેદા થાય છે એટલે દરેક તત્વોને સૂક્ષ્મ રૂપે વિચારી શકે છે. જાણી શકે છે. આથી છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ સૂક્ષ્મ રૂપે સ્થિરતાને પામે છે. અને ગ્રહણ કરવા લાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ સ્થિરતાને પામે છે. આ અધ્યવસાયના પ્રતાપે અત્યાર સુધી કર્મોનો જે રીતે સ્થિતિનો ઘાત થવો જોઇતો હતો તે રીતે થતો નહોતો તેના કરતાં અપૂર્વ રીતે સ્થિતિઓનો ઘાત થાય છે. એ જ રીતે આ અધ્યવસાયથી અપૂર્વ રસઘાત પણ થાય છે તથા અત્યાર સુધી જેટલો કર્મબંધ થતો હતો તેના કરતાં ઓછો એવો અપૂર્વ સ્થિતિ બંધ પણ સમયે સમયે ચાલુ થાય છે તેની સાથે કર્મોને ભોગવવા માટેની ગુણશ્રેણિ પણ પ્રાપ્ત થતી જાય છે. આ ચાર વસ્તુઓ (પદાર્થો) નવા પ્રાપ્ત થાય છે માટે અપૂર્વ કહેવાય છે. આ ચારેય વસ્તુઓનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે એટલે આ અપૂર્વકરણ અધ્યવસાયથી પેદા થાય છે અને અનિવૃત્તિકરણના અધ્યવસાયના થોડા કાળ સુધી ચાલુ રહે છે પછી વિચ્છેદ થાય છે. આ અપૂર્વકરણ અધ્યવસાયના બળે જીવ સમયે સમયે અનંત ગુણ-અનંત ગુણ વિશુદ્ધિને પ્રાપ્ત કરતો કરતો ગ્રંથીભેદની ક્રિયાને અને ચારે વસ્તુઓને સારી રીતે પ્રાપ્ત કરતો એક અંતર્મુહૂર્તના કાળને પસાર કરે છે. આ અંતર્મુહૂર્ત અસંખ્યાત સમયવાળું હોય છે. જ્યારે આ કાળ પૂર્ણ થાય કે તરત જ જીવ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે એટલે હવે આ અધ્યવસાય સમકીત આપ્યા. વગર પાછો વાનો નથી. સમકીતની પ્રાપ્તિ કરાયા વગર ન જાય તે અનિવૃત્તિકરણ કહેવાય છે. આ અધ્યવસાયના કાળના સંખ્યાતા ભાગના સમય પસાર થયા પછી સત્તામાં રહેલી મિથ્યાત્વની સ્થિતિ અંતઃ કોટાકોટી સાગરોપમની રહેલી છે તેના ત્રણ વિભાગ (ભાગ) કરે છે. પહેલી સ્થિતિ એક અંતર્મુહૂર્તની કરે છે જે અનિવૃત્તિના કાળ રૂપે ભોગવીને નાશ કરશે. બીજી સ્થિતિ (ભાગ) એક અંતર્મુહુર્તની કરે છે જે વચલી સ્થિતિ કહેવાય છે અને ત્રીજી સ્થિતિ (ભાગ) અંત:કોટાકોટી સાગરોપમની રાખે છે. હવે આ જીવ પહેલી સ્થિતિમાં રહેલો એટલે અનિવૃત્તિકરણના કાળમાં રહેલો
Page 44 of 197