________________
સત્પુરુષ, એમની સહજ દર્શન માત્રથી પણ પાવનકારિણી જાદુઇ અસરથી સાચા મુમુક્ષુ યોગીઓને શીઘ્ર ઓળખાઇ જાય છે; કારણ કે મૌન મુનિનું દર્શન પણ હજારો વાગાડંબરી વાચસ્પતિઓના લાખો વ્યાખ્યાનો કરતાં અનંતગણો સચોટ બોધ આપે છે. સ્વદેહમાં પણ નિર્મમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકે
“કીચસો કનક જાકે, નીચસો નરેશપદ, મીચસી મિત્તાઇ, ગરવાઇ જાકે ગારસી; જહરસી જોગ જાનિ, કહરસી કરામતિ,
હહરસી હૌંસ, પુદ્ગલ છબી છારસી; જાલસો જગવિલાસ, ભાલસો ભુવનવાસ,
કાલસો કુટુંબકાજ, લોકલાજ લારસી;
સીઠસો સુખ્ત જાનૈ, વીઠસો વખત મારૈ, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.”
અર્થાત્ - “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચ પદ સરખી જાણે છે, કોઇથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઇને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને આશાતા સમાન જાણે છે. જગતમાં પૂજ્ય થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણ છે, જગતના ભોગવિલાસને મુંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જ વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.” સંતસ્વરૂપની ઓળખાણ :
આવા પરમ નિર્દોષ, પરમ નિર્વિકાર, પરમ વીતરાગ જ્ઞાની સત્પુરુષ તે-સાધુજનને યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજશુદ્ધ આત્મસ્વરૂપ છે, તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે ‘તથાદર્શન’ છે. આ તથાદર્શનથી સત્પુરુષના યોગ થાય છે, અને તે યોગનું નામ યોગાવંચક છે. આમ આ યોગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છે : (૧) જેનો યોગ થવાનો છે, તે સત્પુરુષ, સાચા સંત, સદ્ગુરુ હોવા જોઇએ (૨) તેના દર્શન સમાગમ થવા જોઇએ (૩) તેનું તથાસ્વરૂપે દર્શન-ઓળખાણ થવું જોઇએ.
સત્પુરુષ :
આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તો યોગાચક થતો નથી, કારણ કે જેની સાથે યોગ થવાનો છે તે પોતે સત્, સાચા સત્પુરુષ, પ્રત્યક્ષ સત્સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્ગુરુ હોવા જોઇએ; શાસ્ત્રોક્ત સકલ સાધુ-ગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હોવા જોઇએ; શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ, પરમ પવિત્ર પુરુષ હોવા જોઇએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા ‘સંન્યાસી' હોવા જોઇએ; બાહ્યાજંતર
Page 39 of 197