________________
થતું જાય છે. એ ગાંભીર્ય પણાથી પ્રકૃતિ અભિમુખતા એટલે પોતાના ગુણોની-પોતાના સ્વભાવની અભિમુખતા ગુણ પેદા થતો જાય છે. જેમ જેમ પોતાના સ્વભાવને અભિમુખ થતો જાય તેમ અંતરમાં આનંદ વધતો જાય છે અને અભિમુખપણાની જાણકારીથી અપુનર્બંધકપણાને પામે છે. એ અપુનર્બંધકપણાથી હવે એનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધતો જાય છે તે આત્મજ્ઞાન સન્મુખ કરવામાં સહાયભૂત થતું હોવાથી એ જ્ઞાન પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. જેમ જેમ પ્રવર્તક જ્ઞાનની સ્થિરતા થાય છે તેમ તેમ અંતિમ સાધ્યનું ધ્યેય પ્રાપ્ત થાય છે એટલે મોક્ષનું ધ્યેય નિશ્ચિત થાય છે અન એનાથી સમ્યપ્રવર્તન યોગની પ્રાપ્તિ થાય છે એટલે હવે જે યોગનો વ્યાપાર જીવનમાં થાય છે તે સભ્યપ્રવર્તન રૂપે થાય છે એટલેકે મન, વચન, કાયાના યોગનો વ્યાપાર હવે એનાથી આત્માનું હિત પેદા થાય એવું છે કે આત્માનું અહિત થાય એવું છે એવી વિચારણા કરી પછી અહિત
થાય અવો વ્યાપાર હોય અને એ યોગનો ત્યાગ કરવાની શક્તિ હોય તો તેનો ત્યાગ કરે છે અને એ અહિત વ્યાપારનો ત્યાગ થાય એમ ન હોય-કરવું જ પડે એમ હોય તો ન ન છૂટકે જેમ બને તેમ જલ્દી પૂર્ણ થાય અથવા ઓછું અહિત થાય એની કાળજી રાખીને એ વ્યાપાર જલ્દી પૂર્ણ કરે છે અને જે વ્યાપારથી હિત થાય એમ હોય એવો વ્યાપાર સ્થિરતાપૂર્વક મનની એકાગ્રતા પૂર્વક કેમ બને તે કાળજીરાખી વ્યાપાર શાંતિથી કરતો જાય છે. આટલી એનામાં શક્તિ-પાવર પેદા થતો જાય છે. આવી પ્રવૃત્તિઓ અને વિચારણાઓથી જીવને અભય ગુણની સાથે અદ્વેષ ગુણની પ્રાપ્તિ થતી જાય છે અને એની સ્થિરતાથી જે હિતપ્રવૃત્તિમાં સ્થિરતા પેદા કરાવી મનની એકાગ્રતા અને પ્રસન્નતા પેદા કરાવવામાં સહાયભૂત થાય છે એ ક્રિયાનો વ્યાપાર કરવામાં અખેદપણું પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી જીવ સંસારની સાવધ વ્યાપાર વાળી પ્રવૃત્તિ અખેદ રીતે કરતો હતો તે હવે અહિત કરનારી લાગી અને અંતરમાં અહિત કરનારી જ છે એવી શ્રધ્ધા પેદા થઇ એના કારણે એ પ્રવૃત્તિ ખેદપૂર્વક, એટલી કરવી પડે છે માટે કરવાની. ક્યારે એ પ્રવૃત્તિ કરવાની બંધ થાય, એ પ્રવૃત્તિથી ક્યારે છૂટાય એની વિચારણા રાખીને જલ્દી પૂર્ણ થાય એ રીતે ખેદ પૂર્વક કરતો જાય છે. આ રીતે આ અપુનબંધક પરિણામના અધ્યવસાયની સ્થિરતામાં શુધ્ધયથા પ્રવૃત્તકરણના અધ્યવસાયની વિશુધ્ધિમાં જીવને અભય-અદ્વેષ અને અખેદ ગુણોની પ્રાપ્તિ થાય છે એટલે આ ગુણો બીજરૂપે શરૂ થાય છે. આ ગુણોના પ્રતાપે તીવ્રભાવના પાપના પરિણામો વિશેષ રીતે નષ્ટ થાય છે એટલે નાશ પામે છે. ભવની નૈર્ગુણ્યતા એટલે સુખમય સંસારનો રાગ એકાંતે દુઃખરૂપ છે-દુઃખનું ફ્લ આપનારો છે અને દુઃખની પરંપરા વધારનારો જ છે એવી પ્રતિતી મજબૂત થતી જાય છે. આથી ઉચિત વ્યવહારનું પાલન પોતાની શક્તિ મુજબ વધતું જાય છે. આ રીતે પ્રવૃત્તિ કરતાં સુખમય સંસાર પ્રત્યે અત્યંત ગુસ્સો વધતો જ જાય છે. આટલા વર્ષોથી આ સામગ્રીને આળખી શક્યો નહિ. આ સામગ્રી કેટલી ભયંકર છે મને કેટ-કેટલું દુ:ખ આપી રહ્યું છે. એ હવે ખબર પડે છે. આથી એ સુખની સામગ્રીથી સદા સાવચેત જ હોય છે અને એનાથી ક્યારે છૂટાય એવી વિચારણામાં જ જીવ્યા કરે છે. સુખમય સામગ્રી પ્રત્યે ગુસ્સો વધે છે. એનાથી પોતાના આત્માનો ભાવ મળ નાશ પામતો જાય છે. એ ભાવમળના નાશના કારણે હવે કેવા વિચારો આવે છે તથા કઇ પ્રવૃત્તિ કરતાં કરતાં એ જીવતો હોય છે એ જણાવે છે. એનાથી જ્ઞાનીઓએ મિત્રાદ્રષ્ટિનાં જે ગુણો કહ્યા છે તે બીજરૂપે ખીલી ઉઠે છે. મિત્રાદ્રષ્ટિના ગુણો વાસ્તવિક રીતે જીવને સમકીત પામવાના પહેલાના એટલે છેલ્લા અંતર્મુહૂર્તમાં પેદા થાય છે જે છેલ્લા અંતર્મુહૂર્તને જ્ઞાનીઓએ ચરમયથાપ્રવૃત્તકરણ કહેલું છે તે પેદા થાય એવી
Page 30 of 197