________________
અને વિનાશવાળું તથા અલ્પ દિવસનો સ્થિતિવાળું છે. આ પ્રમાણેની ગુરૂજનની શિક્ષાને ગ્રહણ કરે છે આથી સજ્જન લોકમાં વિશ્વાસના શ્રેષ્ઠ સ્થાનને પામે છે.
આ ઉપરથી વિચાર એ કરવાનોકે ભગવાનની વાણીના શબ્દો સાંભળતાં સાંભળતાં વિચારતાં આત્મામાં આવા કોઇ ગુણો પેદા થતાં હોય, આત્માની આવી સ્થિતિ દેખાતી હોય એમ લાગે છે ખરૂં ? જો આવી સ્થિતિનો અનુભવ થતો દેખાય તોજ સમજવું કે આપણે કાંઇક લઘુકર્મીપણામાં જરૂર આવેલા છીએ. આવી સ્થિતિમાં રહેલા જીવોને અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ હોતો નથી તેમજ પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ દ્વેષ હોતો નથી. આ રીતે રોજ રોજ પ્રયત્ન કરતાં
કરતાં જ્યારે ભગવાનની વાણીના શબ્દો પ્રત્યે રાગ થાય એ રાગથી આનંદ થતો જાય અને વિચાર આવે કે જો મને ભગવાનની વાણી સાંભળવા ન મલી હોત તો મારૂં શું થાત ? હું કેવો હોત ? અને શું શું કરતો હોત ? માટે હું કેટલો ભાગ્યશાળી કે આ વાણી મને સાંભળવા મલી. આ રીત રોજ વિચારણા કરી ભગવાનની વાણી પ્રત્યે બહુમાન અને આદરભાવ વધતો જાય-સ્થિર થતો જાય એનાથી પાપ ભીરૂતા ગુણપેદા થતો જાય એટલેકે પાપને પાપ રૂપ માન્યતા પેદા થતી જાય-તે માન્યતા વધતી જાય અને દ્રઢ થતી જાય કે તેને લાગે કે આ વાણી દ્વારા પાપને પાપ રૂપે ઓળખી શક્યો માટે પાપથી બચવા પ્રયત્ન કરતો રહીશ. આ વિચારણાના પરિણામથી પાપને સાપ કરતાં અધિક રીતે માને એટલેકે જેટલો સાપથી ગભરાય તેના કરતાં વિશેષ પાપથી ગભરાટ પેદા થતો જાય. આ ભયથી જીવને પુણ્યાનુબંધિ-પુણ્યની શરૂઆત થાય છે કે જે પુણ્યથી સદ્ગુરૂની પ્રાપ્તિ સુલભ બને છે. આ પાપભીરૂતા ગુણના કારણે હવે જીવને અનુકૂળ પદાર્થોને સર્વસ્વ માની જે કાર્ય કરવા પડે તે કરવા તૈયાર થતો હતો તેમાં હવે તેની ઇચ્છાઓ થતી જ નથી અને સુખ રહે-ટકે કે જાય તેની હવે ઝાઝી ચિંતા કે વિચારણા હોતી નથી. એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યે જે રાગ હતો મારાપણાનું મમત્વ જે રહેતું હતું-વધતું જતું હતું તે આ નિર્ભયતાના કારણે અટકી જાય છે એટલેજ આવા પરિણામોની સ્થિરતાથી જીવને પુણ્યાનુબંધિ પુણ્યનો બંધ સારામાં સારી રીતે થતો જાય છે અને તેની સાથેને સાથે અશુભ કર્મોની નિર્જરા સમયે સમયે અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ રૂપે કરતો જાય છે તથા એ અશુભ કર્મોના બંધમાં સહાયભૂત એવા અનંતાનુબંધિ કષાયો કે જેના પ્રતાપે નાશવંતા પદાર્થો પ્રત્યે રાગ અને મમત્વ બુધ્ધિ વધતી જતી હતી તે અટકી જાય છે અને તેનાથી જેટલું નુક્શાન આત્માને થયું તે સતત યાદ આવ્યા જ કરે છે. આથી એવા પદાર્થોના રાગ પ્રત્યે ગુસ્સો સહજ રીતે વધતો જાય છે એટલે એ પદાર્થો કેવા પ્રકારના છે તેની ઓળખ થતી જ જાય છે. આથી દુશ્મનની દુશ્મન રૂપે ઓળખ શરૂ થઇ માટે મોહાન્ધતા દૂર થતી જાય છે. આવા બંધાયેલા પુણ્યાનુબંધિ પુણ્ય એક અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવે છે કે જેના કારણે સદ્ગુરૂની પ્રાપ્તિ થતાં જ તેમને જોતાં જ અંતરમાં અત્યાર સુધી જેવો આનદ પેદા થયેલો નહોતો તેવો આનંદ પેદા થાય છે. અહીં હજી ગુણસ્થાનક પહેલું મિથ્યાત્વ જ છે પાછું ગુણહીન ગુણસ્થાનક છે કે જે ગુણયુક્ત ગુણસ્થાનકને પેદા કરવાની નજીકમાં રહેલું છે. માટે શ્રી નયસારના ભવમાં ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા સમકીત પામ્યો તે માત્ર આવા આનંદના પ્રતાપે. અંતરમાં અતિથિ તરીકેનો જ અહોભાવ અને આદરભાવ પેદા થયેલો છે કે જે જંગલમાં અતિથિ મલવા દુર્લભ હતા તેમાં અતિથિની શોધ કરતાં અતિથિ મળ્યા કે પોતાને લાગેલી ભૂખ અને તરસ તેનું દુઃખ ભૂલી ગયો છે અને કેવો અહોભાવ પેદા થયો છે ? ખબર છે ને ? એ આત્માને અતિથિ પ્રત્યે જેવું બહુમાન અને આદરભાવ પેદા થયો તેવો
Page 3 of 197