SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ ક્ષાયિક સમ્યદ્રષ્ટિ થયો છે, તેને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય? તે કૃપા કરી સમજાવશો.” આનંદસૂરિએ ઉત્તર આપ્યો. ભદ્ર, જે જીવ ક્ષાયિક સમ્યદ્રષ્ટિ થયો હોય, તે વખતે જો તે અબધ્ધાયું હોય એટલે તેણે આયુકર્મ બાંધ્યું ન હોય તો તે તેજ ભવે મોક્ષે જાય છે અને જો તે આયુષ્યનો બંધ કર્યા પછી ક્ષાયિક સમ્યત્વવાનું થયો હોય તો ત્રીજે ભવે મોક્ષે જાય છે, અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય અથવા તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી તેને ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તો તે ચોથે ભવે મોક્ષે જાય છે. | મુમુક્ષુએ વિનીત વાણીથી જણાવ્યું, “ભગવદ્, આ ચોથા ગુણસ્થાનનો પ્રસંગ મને ઘણોજ બોધકારક થઇ પડ્યો છે. મારા હૃદયમાં સમ્યકત્વને માટે ઉચ્ચ ભાવના પ્રગટ થઇ આવી છે. અહા ! આત્માને ગુણી બનાવવાનું મુખ્ય સાધન સમ્યકત્વ જ છે. મનુષ્ય ભવની મહત્તા સમ્યકત્વમાં જ રહેલી છે. ભગવનું, આપ કુપારૂપી વલ્લી પ્રસારો અને તેની શીતળ છાયામાં રહેલા મારા આત્માને સમ્યક્ત્વના વિશેષ બોધથી અલંકૃત કરો, સમ્યત્વનો સારો બોધ પ્રાપ્ત થવાથી આ ચોથા પગથીઆનું શુદ્ધ સ્વરૂપ મારા હૃદયમાં વિશેષ પ્રદીપ્ત થશે. હે કૃપાવતાર, તેથી મને મારા કર્તવ્યનું પણ વિશેષ ભાન થશે. જિજ્ઞાસુ અને મુમુક્ષુની આ પ્રાર્થના અંગીકાર કરી આનંદમગ્ન આનંદસૂરિએ વાણીનો વિકાસ કર્યો. “ભદ્ર સમ્યત્વ એટલે સમ્યક્ પ્રકારનો ભાવ. સંસ્કૃત રાજ©અવ્યયને Q પ્રત્યય લાગવાથી થod શબ્દ સિદ્ધ થયેલો છે, યથાર્થ તત્વ ઉપર વિજ્ઞાનપૂર્વક રૂચિ તે સમ્યત્વનો ફલિતાર્થ છે એટલે મુખ્ય એવા ત્રણ તત્વઉપર યથાર્થ રૂચિ થવાથી સમ્યકત્વ થયેલું ગણાય છે. દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ-એ ત્રણ શુદ્ધ તત્ત્વ ઉપર જે પુરૂષને શ્રદ્ધા પ્રતીતિ થાય તે સમ્યક્ત્વવાનું કહેવાય છે. એ શ્રદ્ધાના બે પ્રકાર છે. વ્યવહાર શ્રદ્ધા અને નિશ્ચયશ્રદ્ધા. તે ઉપરથી સમ્યક્ત્વના પણ બે ભેદ થઈ શકે છે. વ્યવહારસમ્યક્ત્વ અને નિશ્ચયસમ્યક્ત્વ. પ્રથમ વ્યવહારશ્રદ્ધામાં દેવતત્ત્વરૂપે શ્રી અરિહંત પ્રભુના શુદ્ધ સ્વરૂપને ઓળખવાનું મુખ્ય છે. જેની અંદર તે દેવાધિદેવના ચાર સ્વરૂપ જાણવાના છે, જે ચાર નિક્ષેપના નામથી ઓળખાય છે. નામનિક્ષેપ,સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ એવા તેના નામ છે. નમો રિહંતાણં એમ નામથી કહેવું એ પ્રથમ નામનિક્ષેપ છે. શ્રી અરિહંત પ્રભુની પ્રતિમા કે જે સર્વ દૂષિત ચિન્હોથી રહિત, સહજ સુંદર સમચતુરસ સંસ્થાનવાલી, પદ્માસન, કાયોત્સર્ગ વગેરે મુદ્રાવાળી અને શાંત રસમય હોય છે, તેમનું દર્શન, સેવન, પૂજન અને ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તે સ્થાપનાનિક્ષેપ છે. જે જીવે તીર્થકર નામકર્મનો નિકાચિત બંધ કરેલ છે, તે જીવમાં ભાવિગુણોનો આરોપ કરવો એટલે ‘આ જીવ ભવિષ્યમાં તીર્થકર ભગવાન્ થશે, એમ વર્તમાનકાળે તેમનામાં આરોપ કરવો તે દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. વર્તમાનકાળે સીમંધર પ્રમુખ તીર્થકર કે જે કેવળજ્ઞાની, સમવસરણમાં વિરાજમાન, ભવ્ય જીવોના પ્રતિબોધક, ચતુર્વિધ સંઘના સ્થાપક છે, તેવા ભાવ અરિહંતની સેવા ભક્તિ મોક્ષદાયક થાય છે, એ ભાવ નિક્ષેપ કહેવાય છે. આવા ચાર નિક્ષેપ સંયુક્ત એવા દેવાધિદેવ અરિહતને જે પરમેશ્વર માનવા, તેમની સેવા કરવી, તેમની આજ્ઞા શિરપર ધારણ કરવી. એ વ્યવહાર શુદ્ધ દેવતત્ત્વ કહેવાય | નિશ્ચય સમ્યકત્વ અથવા નિશ્ચય શ્રદ્ધા જે સમ્યત્વનો બીજો પ્રકાર છે, તેની અંદર નિશ્ચય શુદ્ધ દેવ તત્ત્વનું સ્વરૂપ આવે છે. શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરવો, પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, શબ્દ અને ક્રિયાથી રહિત, યોગ રહિત, અતીન્દ્રિય, અવિનાશી, અનુપાયિક, અબંધી અકલેશી, અમૂર્ત, શુદ્ધ ચૈતન્ય Page 192 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy