________________
વિચાર કરો કે અત્યાર સુધી જે સુખ મારે પોતાને જ જોઇતું હતું મને જ મલવું જોઇએ બધા કરતાં હું જ વધારે સુખી રહું મારી ચીજ કોઇને ન આપું મેં મેળવેલી છે જેને જોઇએ તે મહેનત કરીને મેળવે પણ તે મારા કરતાં અધિક સુખી ન થવો જોઇએ. મારાથી હંમેશા નીચો રહેવો જોઇએ એવી જે વિચારણાઓ અંતરમાં ચાલ્યા કરતી હતી વારંવાર એ વિચારણાઓ આવ્યા કરતી હતી એના કારણે અના વચનો પણ ગર્વપૂર્વકના એવા નીકળતા હતા અને એ સામગ્રીના ગર્વના કારણે નાના કે મોટા માણસોને-સ્નેહી-સંબંધીઓને ગમે તેવા વચનો કહીને ધૂતકારી નાંખતો હતો અને બધાની સાથે વ્યવહાર કાપી નાંખતો હતો એ બધા વિચારો આ નિર્ભયતા ગુણના કારણે નાશ પામી ગયા અને આ સૌને સુખી બનાવવાના વિચારો ચાલ્યા કરે છે. આને પણ જ્ઞાનીઓએ મૈત્રી ભાવનાનું બીજુ લક્ષણ કહેલ છે. આજે લગભગ આવા ભાવો અને વિચારણા આવે ખરી ? ધર્મ પ્રવૃત્તિ કરનારા
આપણને અંતરમાં આવા વિચારો સિવાય બીજા વિચારો આવે નહિ ને ? તો જ મૈત્રીભાવ અંતરમાં
છે એમ કહેવાય. આ કક્ષા પેદા કરવા માટે કેટલું જતું કરવું પડે એ વિચારો અને જે કાંઇ પ્રતિકૂળતાઓ વેઠી વેઠીને કેટલુંય જતું કરી કરીને જીવી રહ્યા છીએ પણ એ શેના માટે ? સ્નેહી સંબંધી માતા પિતા વગેરે સુખી રહે એ માટે નહિને ? આવી વિચારણાઓ કરીને જીવન જીવવું એ મૈત્રી ભાવનું બીજું લક્ષણ કહેવાય છે. (૩) સ્વ પ્રતિપન્ન સુખ ચિંતા :
સ્નેહી-સંબંધી સિવાયના જગતમાં રહેલા જે પ્રાણીઓને પોતે પોતાના ગણ્યા હોય અથવા જેને પોતાના પૂર્વ પુરૂષોએ એટલે પૂર્વજોએ પોતાના ગણ્યા હોય તેવા આશ્રિતો સુખી કેમ રહે એ સૌ સુખી રહે અને સુખપૂર્વક-સમાધિ પૂર્વક પોતાનું જીવન જીવતા રહે એવી વિચારણા કરી એઓને સુખી કરવા પ્રયત્ન કરવો એ આ મૈત્રી ભાવનું ત્રીજું લક્ષણ કહેલું છે.
વિચારો, આજે આવી કોઇ વિચારણા પેદા થાય કે પૂર્વ પુરૂષો હયાત ન હોય તો તેમના સ્નેહી સંબંધીઓ સાથે સંબંધનો વ્યવહાર બંધ થઇ જાય ? તો પછી તેઓનાં આશ્રિતોની ચિંતા
વિચારણા અને સુખી કરવાની ભાવના ક્યાંથી આવે ? આ વિચારણા કરી જીવન જીવવાનું શરૂ કરે તો સુખનો રાગ-સુખના પદાર્થોનો રાગ કેટલો ઘટી જાય અને આત્મિક સુખની અનુભૂતિ તથા એ સુખની અનુભૂતિની સ્થિરતા કેટલી વધતી જાય એ વિચારો. પછી આવા જીવોને સુખને માટે થતાં ઝઘડા બંધ થઇ જાય છે. નાની નાની વાતોમાં-વિચારોમાં એક બીજાના અંતરમાં મન દુઃખ થતાં હતા તે બધા વિચારોથી જીવ પર થઇ જાય છે. આ પણ એક મૈત્રી ભાવનો પ્રકાર છે. વિચારો ! ઉત્તરોત્તર આવા વિચારોથી-એક માત્ર નાશવંતા પદાર્થોથી આટલો રાગ ઓછો કરી ઉદારતા પૂર્વક જીવન જીવતા જીવોને કેવા સુખનો અનુભવ થાય છે અને એના કારણે વિચારધારા પણ કેવી ઉંચી કોટિની સદા માટે રહ્યા કરે કે જેના પ્રતાપે દુર્ગતિમાં જવા લાયક કર્મનો બંધ અટકી જાય છે. એટલે કે આવા જીવો નરકગતિમાં જવાલાયક અને તિર્યંચગતિમાં જવાલાયક કર્મનો બંધ કરતાં નથી. જેને જ્ઞાની ભગવંતો તુચ્છ વિચારો કહે છે. હલકાં વિચારો કહે છે એવા હલકા અને તુચ્છ વિચારો અંતરમાં પ્રવેશી શકતા નથી. મોક્ષ પ્રત્યેના અદ્વેષ ભાવના કારણે મિથ્યાત્વના ઉદયકાળમાં જીવોને ધર્મની પ્રધાનતા પેદા થાય છે અને અર્થ કામ પુરૂષાર્થની ગૌણતા પેદા થાય છે. તેમાં આવા સુખની અનુભૂતિ થઇ શકે છે. અને એમાં ય નિઃસ્વાર્થ ભાવ જે રહેલો હોય છે એના કારણે સુખના
Page 19 of 197