________________
કારમું ભવભ્રમણ :
આ રીતિએ તે બે આત્માઓના સાગર અને કુરંગ તરીકેના ભવનું વર્ણન કર્યા બાદ અને ત્યાંથી અનુક્રમે ત્રીજી અને પાંચમી નરકે ગયાનું જણાવ્યા બાદ, શ્રી પ્રબોધ નામના તે પ્રવ૨જ્ઞાની ગુરૂવર ફરમાવે છે કે-તે પછી તે બન્નેય સંસારમાં ભમીને જેમ-તેમ કરીને પણ ‘અંજન’ નામના પર્વત ઉપર સિંહ રૂપે થયા. ત્યાં પણ તે બન્નેએ એક ગુફાની ખાતર યુધ્ધ કર્યું. તેમાં તે બન્નેનું મૃત્યુ થયું અને એ રીતિએ મરીને તે બન્ને ત્યાંથી ચોથી નરકમાં ગયા. ત્યાર બાદ તે બન્ને સર્પ થયા. સર્પના ભવમાં પણ તે બન્ને એક નિધાન ઉ૫૨ મૂર્છિત બન્યા. એ એક નિધાન ખાતર તે બે મોટું યુધ્ધ કરવા લાગ્યા. એક નિધાન ખાતર મોટું યુધ્ધ કરતા અને ચાલ્યું ગયું છે શુધ્ધ ધ્યાન જેઓનું એવા તે બે મરીને ‘ધૂમપ્રભા' નામની પાંચમી નરકપૃથ્વીએ પહોંચ્યા. ત્યાર બાદ ઘણા ભવો ભટક્યા પછી, તે બે એક વણિકની સ્ત્રીઓ રૂપે થયા. ત્યાં પણ તેઓનો પતિ વણિક મર્યા પછી, તે બન્ને સ્ત્રીઓ પતિના વિભવ માટે યુધ્ધ કરવા લાગી. એ રીતિએ વિભવ માટે યુધ્ધ કરતી તે સ્ત્રીઓ રૂપે રહેલા તે બેઉ ત્યાંથી મરીને છઠ્ઠી નરકે ગયા. ફરીને પણ તેઓ સંસારમાં ભમીને એક રાજાના પુત્રો રૂપે ઉત્પન્ન થયા. ત્યાં પણ રાજા મર્યા બાદ તે બન્ને રાજ્યના લોભમાં પડ્યા અને રાજ્યને માટે કલહ કરતા કરતા મર્યા. રાજ્ય માટે કલહ કરતા કરતા મરીને, તેઓ ‘તમતમા’ નામની સાતમી નરકે પહોંચ્યા. વિચારો કે-લોભ આદિને આધીન બનવાથી કેવા કારમા ભવભ્રમણની દશા પ્રાપ્ત થઇ ? દુર્લભ મનુષ્યભવને દોષોના સંગથી હારી ગયા પછીથી, આત્માને ક્યાં કેવી દશામાં ભટકવું પડશે, એનો વિચાર કરીને આ જીવનમા દોષોના સંગથી જેમ બને તેમ બચતા રહેવાનો જ પ્રયત્ન કરવો અને ગુણપ્રાપ્તિ માટે યત્નશીલ બન્યા રહેવું, એ હિતાવહ છે. ન દીધું, ન ભોગવ્યું અને -
હવે આ પ્રમાણે બન્નેના પૂર્વભવોને જણાવીને, શ્રી ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની ગુરૂદેવ ફ૨માવે છે કે* एवं दव्यनिमित्तं, सहियाआ तेहि वेयणा विविहा |
ન ય તેં સરૂ વિાં, પરમુાં તં સયં નેવ ।।9।।”
તેઓશ્રી એ જ સૂચવે છે કે-તે બન્નેએ દ્રવ્ય નિમિત્તે વિવિધ વેદનાઓ સહન કરવામાં કશી જ કમીના રાખી નહિ, છતાં ન તો તેઓ તે દ્રવ્યનું કોઇને દાન કરી શક્યા કે ન તો તેને સ્વયં ભોગવી શક્યા ! વિવિધ આફતોને સહીને ઉપાર્જેલું દ્રવ્ય, દાન કે ભોગમાં કામ લાગ્યું નહિ અને એ દ્રવ્યના ઉપાર્જનને માટે આચરેલાં પાપોના પરિણામે તેઓ ભયંકર દુર્દશાને ભોગવનારા બન્યા ! કારમા કષ્ટોને વેઠીને ઉપાર્જેલા દ્રવ્યથી તેઓ ન તો
આ લોકને સુધારી શક્યા કે ન તો પરલોકને સધારી શક્યા, એ જેવી-તેવી વાત નથી. આ રીતિએ દ્રવ્યના નિમિત્તે જીવો અનેક વેદનાઓ ભોગવે છે, એ પ્રતાપ લોભનો અને પરિગ્રહાભિલાષનો છે. લોભમાંથી પરિગ્રહનો અભિલાષ જન્મે છે અને એની પાછળ ક્રોધ અને ક્રૂરતા આદિ પણ પ્રાયઃ આવે છે. આ બધાં પાપોની સેવામાં પડેલાઓ, આ લાકનું સુખ પણ નથી પામતા અને પરલોક બગાડી ચિરકાલ સંસારમાં પરિભ્રમણ કરે છે. એવા જીવોની વેદનાઓ, ખરે જ વચનાતીત બની જાય છે. એવા જીવો અનંતકાલ સુધી દયામય દશા જ ભોગવતાં રહે છે. એ ધ્યાનમાં રાખવાને માટે આ બે પણ દ્રષ્ટાન્ત રૂપ છે.
Page 180 of 197