________________
અહીં તો શ્રી પ્રબોધ નામના પ્રવરણાની પરમ ગુરૂવર ફરમાવે છે કે-લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા, એ ત્રણમાંથી લોભે પોતાની, પોતાના પુત્ર પરિગ્રહાભિલાષની અને ક્રોધપુત્રી ક્રૂરતાની ઓળખાણ આપી, એ સાંભળીને “મદન’ શેઠના જે “સાગર” અને “કુરંગ’ નામના બે દીકરા હતા, તે હર્ષિત થયા અને હર્ષિત બનેલા તેઓ લોભ, પરિગ્રહાભિલાષ તથા ક્રૂરતા એ ત્રણની સાથે રમવા લાગ્યા. એમ કરતાં કરતાં તેઓને પરસ્પર મૈત્રી થઈ ગઈ. “મદન’ શેઠના “સાગર” નામના પત્રે માત્ર લોભ અને પરિગ્રહાભિલાષ એ બેની સાથે જ મૈત્રી કરી, પણ ક્રૂરતાની સાથે મૈત્રી કરી નહિ : જ્યારે “મદન” શેઠના “કુરંગ' નામના પુત્રે તો તે બે બાળકો અને એક બાલિકા-એ ત્રણેયની સાથે મૈત્રી કરી. તેમાં પણ ક્રૂરતાની સાથે તો તે કુરંગે સવિશેષ મૈત્રી કરી. આ કથનનુ તાત્પર્ય એ જ છે કે- “મદન’ શેઠના સાગર અને કુરંગ નામના બન્નેય પુત્રો નાનપણથી જ લોભી તથા પરિગ્રહાભિલાષી બન્યા હતા અને કુરંગ તો લોભી તથા પરિગ્રહાભિલાષી બનવા સાથે સવિશેષ કૂર પણ બન્યો હતો. બાલકોની માગણી અને માતા-પિતાનો નિષેધ:
તેઓની આ મનોદશા નાનપણથી જ હોવા છતાં પણ, બાલ્યવય એવી છે કે જે ભયથી અભિભૂત હોય છે અને એથી લોભ આદિ દુર્ગુણોનો પ્રવેશ વિશેષ પ્રગટપણાને પામી શકે નહિ. બાલ્ય વયમાં લોભાદિની મિત્રાચારી સધાયાનું ફરમાવ્યા બાદ, પ્રવરજ્ઞાની ગુરૂ મહારાજા ફરમાવે છે કે-ભયાભિભૂત એવી બાલવયને લંઘીને તે બન્ને શ્રષ્ઠિપુત્રો ક્રમે કરીને મનોહર યૌવનને પામ્યા. જેમ તેઓ યૌવનને પામ્યા, તેમ તેઓના અંતરંગ મિત્રો પણ યૌવનને પામ્યા છે એમ માની જ લેવું. બન્ને ભાઇઓ લોભ અને પરિગ્રહાભિલાષના મિત્રો તો છે જ, એટલે એ વિષયમાં તો બન્ને ય એક સરખા જ રહેવાના. કુરંગમાં એક ક્રૂરતા વિશષ છે, એટલે તે બેની સાથે આ ત્રીજી વસ્તુનો પણ અનુભવ કરાવશે જ. પોતાના મિત્રો સાથે વધેલા તેઓ મનોહર યૌવનને પામ્યા કે તરત જ, તેઓમાં લોભ અને પરિગ્રહાભિલાષે સ્વામિત્વ મેળવ્યું. એટલે કે તેઓના અંતરમાં દ્રવ્યના ઉપાર્જનનો અભિલાષ જાગ્યો. આવો અભિલાષ જગાડવો, એ તો લોભ અને પરિગ્રહાભિલાષનો સ્વભાવ જ છે. પોતાના એ અભિલાષને તેઓએ પોતાના પિતાશ્રી તથા માતુશ્રી સમક્ષ પ્રગટ કર્યો, પણ તેઓનાં માતા-પિતાએ તેઓને એ વિષયમાં અનુમતિ આપી નહિ એટલું જ નહિ, પણ તેઓને તે અભિલાષથી રોકવાનો પ્રયત્ન કર્યો. દેશાન્તરગમન :
માતા-પિતાએ તો, દ્રવ્યોપાર્જન માટે દેશાન્તર જવાની મનાઇ કરી, પણ સાગર અને કુરંગે પોતાની હઠ છોડી નહિ. તેઓ લોભ અને પરિગ્રહાભિલાષ રૂપ પોતાના મિત્રોથી પ્રેરાએલા હતા. એ મિત્રોએ એ બન્નેય ઉપર એવું સ્વામિત્વ પ્રાપ્ત કરેલું હતું, કે જેથી તેઓ ઉપકારી માતા-પિતાની અવગણના કરીને પણ, પોતાના મિત્રોની પ્રેરણાને જ માન આપે. આથી તેઓ માતા-પિતાની આજ્ઞાની ઉપરવટ થઈને, દ્રવ્યોપાર્જન કરવાને માટે, વેચવાનો માલ સાથે લઈને દેશાત્તર તરફ રવાના થયા. લોભ આદિ સહવાસ છોડે તેમ નથી :
Page 174 of 197.