________________
હતો. એ શેઠને બે પુત્રો હતા, જેમાંના એકનું નામ હતું- “સાગર” અને બીજાનું નામ હતું- “કુરંગ’ મદન શેઠના એ બે પુત્રો જયારે બાળવયમાં હતા, ત્યારે તે બન્ને પ્રથમ વયને ઉચિત એવી ક્રીડાઓ અહર્નિશ કરતા હતા.
એક વાર જ્યારે સાગર અને કુરંગ એ પ્રકારે બાલવયને ઉચિત એવી ક્રીડા કરી રહ્યા હતા, ત્યારે તેઓએ ત્રણ જણાને જોયાં. એ ત્રણમાં બે હતા બાલક અને એક હતી બાલિકા. એ ત્રણને જોઈને, સાગર અને કુરંગે પૂછયું કે- “તમે કોણ છો?”
આ પ્રશ્નના ઉત્તરમાં તે ત્રણમાંથી એક કહે છે કે- “આ વિશ્વમાં જગતના તલ ઉપર પ્રસિદ્ધ એવો મોહ નામનો રાજા છે. ‘મહ નામના એ રાજાનો “રાગકેસરી’ નામનો એક પુત્ર છે. નામ પ્રમાણે ગુણને ધરતો તે રાગકેસરી, વૈરી રૂપ હાથીના બચ્ચાને નસાડવામાં કેસરી સમાન છે. એવા પરાક્રમી ‘રાગકેસરી’ નો હું પુત્ર છું. મારું નામ “સાગર” છે અને હું પણ મારા નામ પ્રમાણે સાગરની જેવા ઉંડા આશયને ધરનારો છું. મારી સાથે આ એક જે બાલક છે, તે મારો પુત્ર છે. મારા આ પુત્રનું નામ “પરિગ્રહાભિલાષ’ છે અને તે સુંદર વિનયવાળો છે, અર્થાતુ-મારી આજ્ઞામાં વર્તનારો છે. હવે મારી સાથે આ જે બાલિકા છે, તે વૈશ્વાનરની પુત્રી છે અને તેણીનું “ક્રૂરતા' એવું નામ છે.” બાલ-બાલિકાની ઉપમા દ્વારા લોભ, પરિગ્રહાભિલાષ અને ક્રૂરતા આદિનું વર્ણન:
આ વર્ણન ઉપરથી સમજી શકાય તેમ છે કે-આ વર્ણન ઉપમાથી કરવામાં આવ્યું છે. આ વાત બાહ્ય પાત્રોની નથી, પણ આંતરિક વાતોને જ આ રીતિએ વર્ણવવામાં આવી છે. આ વિશ્વમાં મોહનું આધિપત્ય જેવુંતેવું નથી. સંસારમાં લગભગ સર્વત્ર એનો વિસ્તાર છે અને એનું પ્રાબલ્ય એવું છે કે એના આધિપત્યમાંથી મુક્ત બનવાને માટે આત્માને ખૂબ જ સત્ત્વશીલ બનાવવો પડે છે. સત્ત્વગુણને સારી રીતિએ પ્રગટાવ્યા સિવાય, મોહ રાજાની સામે જંગ ખેલીને એના આધિપત્યમાંથી મુક્તિ મેળવી શકાય, એ શક્ય જ નથી. મોહરાજાનો પુત્ર “રાગકેસરી' , મોહરાજાની આજ્ઞાની સામે થનારાઓને પરાસ્ત કરવાનો પ્રયત્ન કરવામાં કમીના રાખતો નથી. રાગકેસરીને હંફાવી, તેને હંમેશને માટે પોતાની પાસેથી હાંકી કાઢ્યા વિના કોઇ પણ આત્મા પોતાના સ્વાભાવિક સર્વજ્ઞાણાના ગુણને પ્રગટાવી શકતો નથી. મોહરાજાને પોતાના પુત્ર રાગકેસરીનો સહારો છે અને રાગકેસરીને પોતાના પુત્ર “લોભ' નો સહારો છે. દુનિઆમાં કહેવાય છે કે- ‘લોભને થોભ નહિ.' આથી જ લોભને સાગર તરીકે ઓળખાવ્યો છે. રાગકેસરીને ખાત્રી છે કે-જ્યાં સુધી મારા પુત્રને જીતી શકાવાનો નથી, ત્યાં સુધી મને આંચ આવવાની નથી અને જ્યાં સુધી મને આંચ નથી પહોંચી ત્યાં સુધી પિતાસ્વરૂપ મોહરાજાનું સામ્રાજય અખંડિત જ રહેવાનું છે. હવે લોભ પણ પોતાના ટકાવ માટે ઉપાય તો શોધે ને? મોહે ઉત્પન્ન કર્યો રાગને અને રાત્રે ઉત્પન્ન કર્યો લોભને, તો લોભે ઉત્પન્ન કર્યો પરિગ્રહાભિલાષને ! પરિગ્રહનો અભિલાષ વધી ગયો, એટલે તેની પ્રાપ્તિ-રક્ષા આદિ માટે કાંઇ ક્રોધ આવ્યા વિના રહે? અને જ્યાં ક્રોધને ફાવટ મળે, એટલે ક્રૂરતા જન્મ્યા વિના રહે જ નહિ ! વૈશ્વાનર, એ ક્રોધનું ઉપનામ છે અને અહીં ક્રૂરતાને તેની પુત્રી રૂપે જણાવેલ છે. ઉપમા દ્વારા કરવામાં આવેલું આ વર્ણન સારી રીતિએ સમજવા જેવું અને ખૂબ ખૂબ વિચારવા જેવું છે. મોહના સામ્રાજ્યમાંથી છટકવું એ સહેલું નથી. એ માટે ક્રૂરતાને તજવી જોઇએ, ક્રૂરતાને તજવા માટે ક્રોધને
Page 172 of 197