________________
પોતાના દિવસોને હવે વિરસપૂર્વક પસાર કરે છે. ગુરૂવરનો યોગ :
પરમપુણ્યશાલી એવા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ ભારે વૈરાગ્યથી જે સમયમાં દિવસોને વિ૨સપણે પસાર કરી રહ્યા છે, તે સમયમાં તે નગરીમાં ‘પ્રબોધ' નામના પ્રવરક્ષાની સમોસર્યા. વૈરાગ્યના સમયે પ્રવરજ્ઞાની ગુરૂવર્યનો યોગ વિના પુણ્યે નથી મળતો, એ વાત સહેલાઇથી સમજાય એવી છે. ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની મુનિવર પધાર્યાના સમાચારથી, ગુરૂવૈરાગ્યને ધરનારા શ્રી કીર્તિચંદ્ર નામના નરનાથ અતિશય પ્રમોદને પામે, એ વાતમાં તો આશ્ચર્ય જ નથી. આવા પુણ્યાત્માઓ ગુરૂવરના આગમનથી, મયુર જેમ મેઘના આગમનથી નાચે છે તેમ, નાચી ઉઠે છે. ગુરૂદેવના આગમનથી થયેલા પ્રમોદથી પ્રમુદિત થયેલા શ્રી કીર્તિચંદ્ર નરનાથ પરિવાર સાથે ‘પ્રબોધ’ નામના પ્રવરજ્ઞાની પરમ ગુરૂદેવને નમસ્કાર કરવા માટે ચાલ્યા. ગુરૂવરની સેવામાં પહોંચેલ નરનાથ ઉચિત વન્દન આદિ ન ચૂકે, એ તો સ્વાભાવિક જ છે. ઉચિત સાચવી યોગ્ય સ્થાને બેઠેલ નરનાથ, પરમ ગુરૂવરે આપેલ ધર્મદેશનાનું શ્રવણ કર્યા બાદ, અવસરે પોતાના લઘુબંધુના ચરિત્રને પૂછે છે. આવા પણ્યાત્માને પોતાના લઘુબંધુનું પાપચરિત્ર ખટકતું હોય એટલે જ્ઞાની ગુરૂવરનો યોગ મળતાં સહજ રીતિએ આવો પ્રશ્ન પૂછવાનું મન
થાય.
પોષનાર ભાગ્યના યોગે વિપુલ લક્ષ્મીને મેળવનારા આત્માઓ ધર્મશીલ આત્માઓના અન્તરને આકર્ષી શકે નહિ તે સ્વાભાવિક જ છે. આપણને એમ લાગી જવું જોઇએ કે-જે ભાગ્યના યોગે ધર્મમાં મતિ થાય એવા ભાગ્યની પ્રાપ્તિ થઇ ગઇ, એટલે સર્વ સંપત્તિઓને આપનાર ભાગ્યની પ્રાપ્તિ થઇ જ ગઇ ! અને જે ભાગ્યના યોગે વિપુલ સંપત્તિઓ મળે પણ કેવળ અધર્મમાં જ રાચવાનું મન થાય એવું ભાગ્ય મળ્યું એટલે વસ્તુતઃ તો અનેકવિધ દુર્ભાગ્યોની જ પ્રાપ્તિ થઇ ! ધર્મની અવહીલના નારા શ્રીમંતોને પંપાળનારાઓથી સાવધ બનવાની જરૂર :
અહીં એ વાત પણ સમજવા જેવી છે કે-પ્રભુ શાસનના પરમાર્થને પામેલા ઉપકારી મહાપુરૂષો જ્યારે એમ ફરમાવે છે કે– ‘તે ભાગ્ય પ્રાયઃ સુલભ છે કે જે ભાગ્યના યોગે વિપુલ લક્ષ્મી મળે છે.’ ત્યારે તુચ્છ લક્ષ્મીને પામેલા અને એ તુચ્છ લક્ષ્મી મળી એટલા માત્રથી પણ મદોન્મત્ત બનેલા આત્માઓને પંપાળવાનું અને યેન કેન આગળ લાવવાનું કાર્ય પ્રભુશાસનના પરમાર્થને પામેલાઓ કરે ખરા ? તુચ્છ લક્ષ્મીને પામવા માત્રથી ઘમંડી બની ગયેલા અને એ ઘમંડના પ્રતાપે શાસનની તથા સદ્ગુરૂઓ આદિની કારમી પણ અવહીલના કરતાં નહિ અચકાનારાઓને શાસનના આચાર્યાદિ ગણાતાઓ પંપાળે અને આગળ કરે, એ શું સૂચવે છે? એવા આચાર્યાદિ શાસનના સાચા ઉપાસકોને રંજાડવા અને શાસનના સિદ્ધાન્તોની છડેચોક અવહીલના કરાવવી-એ સિવાય બીજું કરનારા પણ શું છે ? એવા આચાર્યાદિ લક્ષ્મીની અસારતાને સમજાવીને યોગ્ય આત્માઓને અપરિગ્રહના માર્ગે દોરી શકે એ શક્ય જ નથી : કારણ કે-એવા આચાર્યાદિની પાસે એવી વિચારણા કરાવનારૂં હૃદય પણ હોતું નથી અને કદાચ તેવું કાંઇ કહેવાનું મન પણ થઇ જાય તો ય તેવું કહેવાનું તેઓમાં સામર્થ્ય હોતું નથી. એવાઓ તો
Page 170 of 197