________________
વિદાય થયા. બે ભાઇઓ વચ્ચે આ કેવું જબ્બર અન્તર છે? એક ભાઇ નિધિ મેળવવાના લોભમાં ફસાઈને વડિલ ભાઇને હણવા તત્પર બને છે અને બીજા ભાઈ “આ નિધિ બધુઓને વિના કારણે વૈરી બનાવનાર છે' એમ વિચારી, નિધિને તજી ચાલવા માંડે છે ! બે ભાઇઓ વચ્ચેના આ અન્તરમાં કારણ શું છે? એ જ કે-એક ક્રૂર સ્વભાવનો છે અને બીજા અક્રૂરતાના સ્વામી છે. અધમ અને ઉત્તમ આત્માઓ વચ્ચે આ રીતિનું વિચાર, વાણી અને વર્તન-એ ત્રણેમાં આસમાન-જમીન જેવા પ્રકારનું અન્તર હોય છે. પાપના વશે નિધાન ન દેખાવો :
શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તો “બધુઓને વિના કારણે વૈરી બનાવનાર-આ નિધિ છે' એવો વિચાર કરીને, નિધિને લીધા વિના જ ત્યાંથી રવાના થઇ ગયા, પણ સમરવિજય ગયો નહિ. સમરવિજયને તો એ નિધિ મેળવવો હતો. આથી શ્રી કીર્તિચન્દ્ર નરનાથના ગયા બાદ સમરવિજય તે નિધાનવાળી જગ્યાએ ગયો, પણ બન્યું એવું કે-દેદીપ્યમાન રત્નોવાળો પણ તે નિધિ તના જોવામાં આવ્યો નહિ. નિધાન ત્યાં ને ત્યાં જ વિદ્યમાન છે, પણ સમરવિજય એને જોઈ શકતો નથી. નિધાનો પાપાત્માઓની દ્રષ્ટિમાં પણ નથી આવતા. નિધાનો પણ પુણ્યથી પ્રાપ્ય છે, પુણ્યશાલી રાજાના પુણ્યથી એ નિધિ દ્રષ્ટિના પથમાં આવતો હતો. દ્રષ્ટિના વિષયમાં આણનાર પુણ્યવાન રાજા તો પધારી ગયા. હવે રહ્યા આ ભાઇસાહેબ એકલા અને આ ભાઇસાહેબ તો હતા ભમરોની શ્રેણિ સમાન શ્યામ પાપના સ્વામી ! ખરેખર, પોતાના શ્યામ પાપના વશથી જ, ત્યાં પડેલા એવા પણ નિધાનને પાપાત્મા અમર જોઇ શક્યો નહિ. સમરવિજયની ખોટી લ્પના :
- સમરવિજયમાં જો થોડી-ઘણી પણ યોગ્યતા અને વિવેકશક્તિ હોત, તો તે આ વખતે કદાચ સુન્દર અસર નિપજાવત; પણ સમરવિજયની દશા જ જૂદી છે. રાજા નિધાનને લીધા વિના જ ચાલ્યા ગયા છે, એમ સમરવિજયે જોયું છે અને એથી તો નિધિને ગ્રહણ કરવા તે અહીં આવ્યો છે છતાં પોતાને નિધિ નહિ દેખાવાના કારણે સમરવિજય વિચાર કરે છે કે- ‘જરૂર એ નિધાનને રાજા જ લઈ ગયા.' તેને રાજાના પુણ્યોદયનો અને પોતાના પાપોદયનો તો વિચાર જ આવતો નથી. એણે તો નિશ્ચય જ કરી લીધો કે-રાજા નિધાનને લઇ ગયા અને એથી જ હું અહીં એક પણ મણિને કે રત્નને જોઈ શકતો નથી. આ પ્રતાપ તેના હૃદયની ક્રૂરતાનો અને રાજા પ્રત્યેના દ્વેષનો જ છે. ક્રૂરતા અને દ્વેષ માણસને છતી આંખે આંધળા જેવો બનાવી દે છે. એથી જ સમરવિજય, પોતે જોયું છે કે રાજા નિધાન નથી લઇ ગયા, છતાં નિધાન ન દેખાયો એટલે બીજો વિચાર નહિ કરતાં એમ જ કહ્યું છે કે-જરૂર, રાજા જ નિધાન લઈ ગયા. સમરવિજયે લુંટારા બનવું
દુનિયામાં પણ કહેતી છે કે- “જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ એ જ ન્યાયે પોતાને નિધાન દેખવામાં નહિ આવવાથી સમરે એવો જ વિચાર કર્યો કે- “જરૂર એ નિધાનને રાજા લઈ ગયેલ છે. આ વિચારથી એ પાપાત્મા સમર, પોતાના વડિલ બંધુ ઉપર ઘણો જ દુર્ભાવ ધરનારો બન્યો. હવે આ દશામાં તેના જેવો પાપાત્મા ચંપાનગરીમાં પાછા ફરવાનો વિચાર કરે, એ પણ અશક્ય જેવું છે. સમરવિજયે તો ચંપાનગરીમાં પાછા ફરીને
Page 167 of 197