________________
દ્રવ્ય મન, વચન અને કાયના દોષોના ત્યાગપૂર્વક મેળવેલું હોવું જોઇએ. ન્યાયોપાર્જિત વિત્તને ભાવથી શોધીને પણ પોતાના વિભવાનુસાર શ્રી જિનપૂજા કરવી જોઇએ. અદ્વિવાળા શ્રાવકોએ બદ્વિપૂર્વક શ્રી જિનપૂજા કરવી જોઇએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાને માટે આ રીતિએ પુષ્પાદિ દ્રવ્યોને પોતે એકત્રિત કરે, એ કાયાની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે; ક્ષેત્રાન્તરથી શ્રી જિનપૂજાને માટે પુષ્પાદિ ઉત્તમોત્તમ દ્રવ્યોને વચનથી મંગાવે, તે વાગ્યોગની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે; અને માનસિક કલ્પનાથી નન્દનવન આદિનાં પારિજાત કુસુમાદિને લાવીને શ્રી જિનપૂજા કરવી, એ મનોયોગની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની ભક્તિનો ભાવ જેમ જેમ વૃદ્ધિને પામતો જાય છે, તેમ તેમ ભક્તાત્મા એ તારકની પૂજાને માટે વધુ ને વધુ ઉત્તમ સામગ્રી મેળવવાનો પ્રયત્નશીલ બને છે. રોજ ત્રણે કાળ તે પોતાના ક્ષેત્રમાંથી મળી શકતી ઉત્તમોત્તમ સામગ્રીથી શ્રી જિનપૂજા કરે છે, જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે ત્યારે તે ક્ષેત્રાન્તરથી પણ શ્રી જિનપૂજાની ઉત્તમોત્તમ સામગ્રીને મંગાવે છે અને એથી પણ આગળ વધીને એ માનસિક કલ્પનાના આશ્રય પણ લે છે. વિધમાન સામગ્રીઓ દ્વારા શ્રી જિનપૂજા કર્યા પછીથી એ કેવળ માનસિક કલ્પનાથી જ નન્દનવનાદિના પુષ્પોને લાવીને શ્રી જિનને પૂજે છે. એ વખતે એ પુણ્યાત્મા પરમાત્મસ્વરૂપના પૂજનમાં એકતાન બની જાય છે. પૂજા કરતાં ભગવાનની કેવળી અવસ્થા અને સિદ્ધાવસ્થા પણ ભાવનાની છે. મનોયોગની પ્રધાનતાવાળી પૂજામાં ભગવાનની સિદ્ધાવસ્થાનું પૂજન હોય છે. આ રીતિએ કરાતી કાયયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજા વિઘ્નોને ઉપશમાવનારી બને છે, વાગ્યોગની પ્રધાનતા વાળી શ્રી જિનપૂજા પૂજકના અભ્યદયને સાધનારી બને છે અને ત્રીજી મનોયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજા પૂજકના નિર્વાણને સાધનારી બને છે. કેટલાક આચાર્ય ભગવન્તો એમ પણ માને છે કે શ્રી જિનની અંગપૂજા, એ વિજ્ઞોપશમની છે; શ્રી જિનની અગ્રપૂજા, એ અભ્યદયપ્રસાધની છે; અને શ્રી જિનની ભાવપૂજા, એ નિવણસાધની છે. વળી કેટલાક આચાર્યભગવન્તોનું એમ પણ કહેવું છે કે-શ્રી જિનપૂજાના જૂદી જૂદી અપેક્ષાવાળા બે, ત્રણ, ચાર પાંચ આદિ વિવિધ પ્રકારો છે, પરન્તુ એ સર્વ પ્રકારોનો સમાવેશ, ‘અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા' –એ ત્રણ પ્રકારોમાં થઇ જાય છે. પાંચ-આઠ-સર્વપ્રકારની શ્રી જિનપૂજા:
શ્રી જિનપૂજાના પાંચ પ્રકારો, આઠ પ્રકારો અને સર્વ પ્રકારો એમ પણ ભેદો છે. પંચાંગ પ્રણિપાત, એ પણ પાંચ ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે; સચિત્ત દ્રવ્યનો ત્યાગ, અચિત્ત દ્રવ્યનો અત્યાગ, એક પનાનું સાંધા વિનાનું ઉત્તરાસંગ કરવું, બે હાથની અંજલિ કરવી અને મનનું એકાગ્રપણું કરવું-એ પાંચ વિનયસ્થાનોએ યુક્ત એવી શ્રી જિનપૂજા, એ પણ પાંચ ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે; અને પુષ્પ અક્ષત, ગંધ, ધૂપ અને દીપ -એ પાંચ દ્રવ્યોથી કરાતી શ્રી જિનપૂજાને પણ પાંચ ઉપચારોવાળી શ્રી જિનપૂજા કહેવાય છે. આવી રીતિએ, આઠ ઉપચારો પણ જૂદી જૂદી રીતિએ ગણાય છે. અષ્ટાંગ પ્રણિપાત અથવા તો પુષ્પાદિ આઠ વસ્તુઓથી કરાતી શ્રી
નપૂજાને પણ અષ્ટોપચારવાળી શ્રી જિનપૂજા કહેવાય છે. સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, ળ, નૈવેધ, દીપ, નાટક, ગીત, આરતી વિગેરે ઉપચારોથી કરાતી શ્રી જિનપૂજા જેમ સર્વોપચારવાળી ગણાય છે; તેમ સર્વ બલ, સર્વ સમુદાય, સર્વ વિભૂતિ, સર્વ વિભૂષા અને સર્વ આદરથી શ્રી.
Page 101 of 197