________________
થઇ શકે છે. (૭) દાક્ષિણ્ય ગુણ :
માણસ ભલે દક્ષ હોય છતાં તેનામાં દાક્ષિણ્ય ગુણ ન હોય તો તે જગતમાં નિંદાપાત્ર થાય છે.
વૃત્તિમાં શુભ આશય હોય, માત્સર્ય દોષ મુદલ ન હોય, એટલું જ નહીં પણ માત્સર્યને દૂર રાખવાનો પ્રબલ પ્રયત્ન હોય અને એ રીતે અર્થાત્ માત્સર્ય વિનાના શુભ આશય પૂર્વક બીજાના કાર્યો તરફ્તી પ્રવૃત્તિ હોય તો તેને દક્ષિણ્ય કહેવામાં આવે છે.
શાસ્ત્રમાં પણ સુધર્મની સિદ્ધિ કરવા માટે દાક્ષિણ્ય ને જ એક લિંગ હેતુ તરીકે કહેલું છે.
દાક્ષિણ્ય વિનાનો પુરૂષ રૂ ની પેઠે લઘુતાને પામે છે. માણસોને માટે દાક્ષિણ્ય ગુણ અલંકાર સમાન છે. દાક્ષિણ્ય ગુણ ખોધા વિના મળતા ધનના લાભ જેવો છે. ઉન્નતિનું સ્થાન છે. એક અસાધારણ વશીકરણ છે. વળી ગુણ શ્રેણી ઉપર ઉત્તરોત્તર આગળ ચડવા માટે દાક્ષિણ્ય એક નિસરણી સમાન છે. એટલે જે લોકો કોઇ પ્રકારનો ખેદ કર્યા વિના જ દાક્ષિણ્ય ગુણને ધારણ કરે છે તેઓ જગતમાં પૂજનીય થાય છે.
જે સ્થાને પ્રાણીઓ કમોતે મરેલા હોય છે તે સ્થાને જતાં જ તેમને દિશા મૂઢતા વગેરે ચિત્તની વ્યથાઓ થઇ આવે છે.
જે લોકો બદલાની અભિલાષા રાખતા નથી અને જે લોકો પોતે બીજા પર કરેલા ઉપકારને પણ વીસરી જાય છે અથવા જે લોકો કોઇએ કરેલા ઉપકારને જ યાદ કર્યા કરે છે અને કૃતજ્ઞતાને ધારણ કરે છે તે બન્ને પ્રકારના લોકોના પૂણ્યને લીધે જ આ ધરતી ટકી રહી છે એવી મારી માન્યતા છે. આ વાત રાજા વિચારી રહ્યો છે.
હલકી પ્રકૃતિનાં લોકો (નીચ લોકો) હોય છે તેઓ થોડો પણ ઉપકાર કરીને શરીરમાં લ્યા સમાતા નથી ત્યારે ચોખી રીતે ઉપકાર કરવા છતાંય ગંભીર પ્રકૃતિનાં લોકો શરમને લીધે સંકોચાયા કરે છે.
દાક્ષિણ્ય ગુણ સુખ સંપત્તિને વધારનાર છે અને સુગતિની સાધનામાં સહાયતા કરનાર છે.
દાક્ષિણ્ય ગુણવાળા જીવોનાં ઉપકારને માટે જ્ઞાનીઓએ વાત કરી કે હે મહાનુભાવ! આટલા લાંબા સમય સુધી તેં સંસારનાં સુખો ભોગવ્યા છે છતાં પણ ધરાયો નથી તો શું મરણને કાંઠે આવેલો તું હવે પછી શું ધરાવાનો છે ? માટે હવે તો સંસારનો મોહ તજી દે. ધર્મની પ્રવૃત્તિઓમાં ઉધમ જીવિત તુચ્છ છે, વિષયના વ્યામોહો વિકારોથી ભરેલા છે અને આપણા મનોરથોને મોટા વિજ્ઞા સમાન મૃત્યું હવે પાસે જ છે. (૮) ધૈર્ય ગુણ :
જે પુરૂષ દાક્ષિણ્ય ગુણવાળો હોય છતાં તેનામાં ધૈર્ય ગુણ ન હોય તો તે આરંભેલા ધર્મકૃત્યને પુરેપુરું પાર પહોંચાડી શકતો નથી.
ભલે ગમે તેવી આપદાઓ આવી પડી હોય, ધનનો નાશ થઇ જતો હોય, વા પોતાના સ્નેહીજનોનો વિરહ સહવાનો પ્રસંગ આવી પડે તેવું થવાનું હોય તો પણ જે ગુણને લીધે પુરૂષનું મન જરા પણ ચલિત ન થાય તે ગુણનું નામ ધૈર્ય = ધીરતા. જેનામાં એવો ધૈર્ય ગુણ હોય તે જ પુરૂષ ધીર
Page 10 of 197