________________
તેટલા કાળમાં જેટલા પ્રતિબોધ પામે તેટલા જ મોક્ષે જઇ શકે છે. જ્યારે અભવ્યનાં આત્માઓ સંસારમાં અનાદિકાલથી અનંત કાળ સુધી રહેવાના હોય છે અને તેમાં અનંતીવાર મનુષ્ય જન્મ મેળવીને અનંતી વાર નિરતિચાર ચારિત્રનું પાલન કરનારા બને છે તેમાં જે જે લઘુર્મી આત્માઓ તેમની દેશનાથી યોગ્યતા પામે તે સઘળા મોક્ષે જાય છે. માટે અનંત ગુણા અધિક ગણાય છે.
આ રીતે નિરતિચાર ચારિત્રનું પાલન કરે છતાંય દ્રવ્ય ચારિત્ર રૂપે ગણાય છે. માટે એ ચારિત્ર પણ દ્રવ્ય અહિંસા કે ભાવ અહિસા વગરનું એટલે હિસાવાળું જ ગણાય છે. કારણકે નવમા ત્રૈવેયક્તા સુખને મેળવવાનો જ અભિલાષ હોય છે. એના કારણે અંતરમાં મોક્ષ પ્રત્યેનો પુરેપુરો દ્વેષભાવ બેઠેલો હોવા છતાંય બાહ્ય દ્રષ્ટિએ મોક્ષ પ્રત્યેનો અદ્વેષ ભાવ દેખાડવો પડે છે. તોજ નવમા ત્રૈવેયકનું આયુષ્ય બાંધી શકે છે ! આ શી રીતે બને ? તો શાસ્ત્રોમાં ણાવ્યું છે કે કોઇ જીવને વિષય વાસનાની આતસ જોરદાર હોય-કોઇ મલતું ન હોય અને એમાં નક્કી થયું હોય, તે નક્કી થયા પછી લગ્ન માટેનો દિવસ નક્કી થયો હોય અને જેમ જેમ તે દિવસ નજીક આવે તેમ તેમ શું થાય ? વિષય વાસનાની આતશને કારણે તીવ્રતા વધતી જાય, ઉજાગરા થાય દિવસો ગણે ક્લાકો ગણે હવે તો નજીક જ છે એવા ઘણાં વિચારો આવ્યા કરે. એમ કરતાં કરતાં લગ્નનો દિવસ આવે- લગ્ન કરવા કેવા હોંશથી અને રાગથી જાય ? તે ઇ-લગ્ન કરી લ્દીથી ઘરે આવે અને ઘરમાં લઇને આવતાં જ ખબર પડે કે કુભાર્યા છે. ઘરમાંથી કઢાય એમ નથી. જીંદગી એની સાથે જ રહેવું પડે એમ છે તો તે ઓળખ્યા પછી કેવી રીતે રહે ? જેવા રાગથી લેવા ગયો હતો-લઇને આવ્યો હતો એવો રાગ એનો એની સાથે રહે ? શું થાય વિચાર કરો ? છતાંય એની-સાથે જ જીંદગી કાઢવી પડે એમ છે-રહેવું પડે એમ જ છે તો કેવી રીતે રહે ? અંતરમાં રાગ નથી પુરેપુરો દ્વેષ છે. જો એને ખબર પડે કે મારા પ્રત્યે દ્વેષ છે તો શું થાય ? માટે અંતરમાં પુરેપુરો દ્વેષ હોવા છતાં બહાર રાગ દેખાડીને જીંદગી ભર સુધી રહે છે, રહેવું પડે છે. તેમ આ અભવ્યના અત્માઓ મોક્ષે
જ્વાની સામગ્રી મળેલી હોવા છતાં-તેની આરાધના કરવા છતાં-અંતરમાં મોક્ષ પ્રત્યે જરાય રાગ ન થઇ જાય તેની કાળજી રાખીને-મોક્ષ પ્રત્યે પુરેપુરો દ્વેષ અંતરમાં રાખીને-બાહ્ય દ્રષ્ટિથી કોઇને ખબર ન પડે એરીતે રાગ દેખાડીને દેશોન પૂર્વક્રોડ વરસ સુધી નિરતિ ચાર ચારિત્રનું પાલન કરે છે. એ પાલનના પ્રતાપે નવમા ત્રૈવેયનું આયુષ્ય બાંધી શકે છે. આ રીતે આરાધના કરતાં તેમનામાં ગુણો જે પેદા થાય છે તે ગુણો એવા ખીલેલા હોય છે કે સામાન્ય માણસને ગુણસ્થાનકની પ્રાપ્તિમાં જેઓને ગુણો પેદા થયેલા હોય તેઓની જેવા જ આ ગુણો ખીલેલા હોય છે. માટે તે ઓળખી શકાતા નથી. આથી એ નક્કી થાય છે કે ગાઢ મિથ્યાત્વના ઉદય કાળમાં છઠ્ઠા ગુણ સ્થાનમાં રહેલા જીવોને જેવા ગુણોની પ્રાપ્તિ થયેલી હોયતેવા જ ગુણો આ જીવોમાં દેખાય છે. પેદા થયેલા હોય છે. છતાં પણ એક અનુકૂળ પદાર્થોના ગાઢ રાગના કારણે એ ગુણો ગુણાભાસ રૂપે બની સંસારની રખડ પટ્ટી કરાવનારા બને છે. જેમકે વિનય રત્નનો જીવ અભવ્યનો આત્મા હતો એને ગીતાર્થ ગુરૂ ભગવંત આચાર્ય પાસે સંયમ લઇને બાર વરસ સુધી સંયમનું સુંદર રીતે પાલન કરેલ હતું તેણે માત્ર ઉદાયન રાજાને ખતમ કરવાના ઇરાદાથી અને સુંદર ઇનામ પ્રાપ્ત કરવા માટે સંયમનો સ્વીકાર કરી પોતાના ઓઘામાં છરી ગુપ્ત રીતે રાખેલી હતી. સંયમ લઇ અભ્યાસ કરતાં કરતાં એવા ગુણો પ્રાપ્ત કરેલા કે ગુરૂ ભગવંતે યાગ્ય જાણી વિનયરત્નની પદવી આપેલ હતી. દર પંદર દિવસે ગુરૂ મહારાજ ઉદાયન રાજાને ત્યાં, તેઓ સાંનો પૌષધ કરતાં તેથી રાતના ધર્મચર્ચા કરવા માટે જ્યાં-રાતવાસો કરતાં-તેમાં જુદા જુદા મહાત્માઓને લઇ જતાં. બાર વરસ પછી વિનય રત્નને સવારથી વ્હેલ કે આજે સાંજે મારી સાથે તારે આવવાનું છે તૈયાર થઇ જ઼ે. આ કહેતા વિનયરત્ને તત્તિ
Page 5 of 234