________________
અનશ્વર, અસ્થ્ય અને શાશ્વત હોય છે. તે તમને નવું જોર આપશે, તેથી આ યોગને માર્ગે તમારાં પગલાં વધારે સુસ્થિર બનતાં જશે. જીવન્મુક્તો, યોગીઓ, નિત્યસિદ્ધો, અમરપુરૂષો અને ચિરંજીવીઓ પ્રયત્નશીલ સાધક્કે મદદ કરવા તેમના હાથ લંબાવે છે. સાધક આ બધું અનુભવે છે તેથી તેની એક્લતા નાશ પામે છે.
વિશ્વમાં સર્વ જ્ગ્યાએ વ્યાપીને કાર્ય કરતી શક્તિથી તમે સદા સર્વદા રક્ષાયેલા રહો છો, તેથી ગતમાં તમને ભય જેવું લાગતું નથી. સાધનાની વિગતોનું બરાબર પાલન કરો અને આપોઆપ તમારું રક્ષણ થશે.
કેટલાક સાધકો થોડા સમય બાદ સાધના છોડી દે છે. તેઓ તાત્કાલિક મહાન ફળની આશા રાખે છે. ટૂંક સમયમાં જ તેઓ મહાન સિદ્ધિની અપેક્ષા રાખે છે અને જ્યારે આમાં નિષ્ફળતા મળે છે ત્યારે સાધના છોડી દે છે.
બ્રહ્મને પ્રાપ્ત થયેલા પૂર્ણ માનવ અને સામાન્ય માનવ વચ્ચે ઉત્ક્રાંતિનાં ઘણાં પગથિયાં રહેલાં છે. રસ્તામાં ઘણા પડદાઓને ચીરવા પડે છે. અંતિમ પ્રાપ્તિ પહેલાં ઘણાં વિઘ્નોમાંથી પસાર થવું પડે છે. આધ્યાત્મિક પ્રગતિ ક્રમશઃ થાય છે :
તમે એક જ કૂદકે એવરેસ્ટ ન ચડી શકો. તે પહેલાં તમારે અનેક નાની ટેકરીઓ ઉપર મુકામ કરવો પડે. તેવી જ રીતે આધ્યાત્મિક રસ્તે પણ કૂદકો નથી મારી શકાતો.
આત્મસાક્ષાત્કાર એ છ વર્ષના સ્નાતકોત્તર અભ્યાસ જેમ નથી. એ તો સતત સાધનાના પરિણામ સ્વરૂપે છે.
આધ્યાત્મિક માર્ગે કોઇ ત્વરિત ચાવી નથી. શાશ્વત આનંદના સામ્રાજ્યમાં પહોંચવાનો બીજો કોઇ
રામાર્ગ નથી. આ દિવ્ય પંથે ચાલવામાં અધૂરી સાધના નહિ ચાલે. તેમાં સંપૂર્ણ કડક શિસ્તની જરૂર પડે છે. પછી જ તમે માયા ઉપર વિજ્ય મેળવી શકો અને પછી જ મન ઉપર કાબૂ પ્રાપ્ત કરી શકો.
સંતો અને યોગીઓ કદાપિ એમ નથી માનતા કે તેમણે મન ઉપર કાબૂ મેળવ્યો છે. ફક્ત અહીંતહીં ભટકતો સાધક જ આમ માની લે છે અને પડતીની ગર્તામાં ધકેલાઇ જાય છે. હંમેશાં ગતિમાં રહેવું એ જીવન, મન અને પ્રકૃતિનો સ્વભાવ જ છે. જ્યાં સુધી મનમાં એવો વિચાર હોય કે હજુ ઉચ્ચતર ધ્યેય પ્રાપ્ત કરવાનું બાકી છે ત્યાં સુધી તમે હંમેશાં તે તરફ આગળ ધપે શો. પરંતુ જો શિખરે પહોંચી ગયાં એમ ધારશો તો તમારે આગળ ચાલવાનું તો છે જ - એટલે તમારી ગતિ પડતી તરફ થશે. જ્યાં સુધી તમારો શ્વાસ બંધ થાય ત્યાં સુધી ઉચ્ચતર સાક્ષાત્કાર માટે હંમેશાં આશા સેવ્યા કરો.
આધ્યાત્મિક સાધના કઠિન અને મહેનત માગી લે તેવી હોવાથી બહુ જ ધીમી છે. તે સ્ક્રૂના પેચ વી ક્રમિક છે. શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલી પડે, ધીરે ધીરે વર્તુળ નાનું બનતું જાય અને મહેનત ઘટતી જાય. આવી જ રીતે, સાધને આધ્યાત્મિક શક્તિ ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. અંતે તે ઝડપથી છેવટે તે ફલાંગ પછી ફલાંગ વધવાને બદલે માઇલ પછી માઇલની ઝડપે આગળ વધે છે. આમ, તે કૂદકે અને ભૂસકે આગળ વધે છે. એટલા માટે ધીરજ ધરો, સ્થિરતા રાખો અને ખંતીલા બનો. આધ્યાત્મિક પ્રગતિનાં લક્ષણો :
જેમ રાત્રિના સમયમાં કળીનું ફૂલમાં રૂપાંતર થાય છે તેમ સાધક્તો આંતરવિકાસ ધીમો, શાંત અને અદ્રશ્ય હોય છે. તેથી તમારો વિકાસ થતો નથી, એવા વિચારથી નાભિંત ના થશો. જાગ્રત અવસ્થામાં ગંભીરતા, શાંતિ અને પવિત્રતા દ્વારા તમે તમારી વાસ્તવિક આધ્યાત્મિક પ્રગતિને માપી શકશો. આથી
Page 227 of 234