SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ એ આંતરિક કંટકો છે. અને બહારના કંટકોમાં ખરાબમાં ખરાબ કંટક દુષ્ટ મનવાળા મનુષ્યોનો સંસર્ગ છે. માટે ખરાબ સોબતનો ત્યાગ કરો. સાધનામાં ભયસ્થાનો : સાધનાના સમય દરમિયાન બધા સાથે બહુ હળોમળો નહીં. ઝાઝી વાતચીત ન કરો, ઝાઝું ચાલો નહીં, ઝાઝું ભોજન ન લો, વધુ નિદ્રા ન કરો. ઉપરની પાંચ વસ્તુઓનું બરાબર પાલન કરો. હળવામળવાથી મન વિક્ષુબ્ધ થાય છે. વધુ વાતચીત કરવાથી મનમાં વિક્ષેપ પડે છે, વધુ ચાલવાથી અશક્તિ અને થાક લાગે છે, વધુ પડતું ખાવાથી આળસ અને ઊંઘ આવે છે. સાધનાના સમય દરમ્યાન પુરુષોએ સ્ત્રીઓના સંપર્કથી દૂર રહેવું. તમે ગમે તેટલા મજબૂત મનના હો છતાં પણ યુવાન સ્ત્રીઓથી દૂર રહો. માયા તમને ખબર ન પડે તેમ કાર્ય કરે છે અને તેથી તમારી અધોગતિ શરૂ થાય છે. આધ્યાત્મિક ક્રિયાઓથી જ હંમેશાં તમારા મનને ભરપૂર રાખો. તમારી લાગણીઓને બહેકાવે તેવી વસ્તુઓથી તમારી જાતને ખૂબ જ દૂર રાખો. પછી જ તમે સહીસલામત બની શક્શો. ઘરનાં માણસો સાથે ન રહેવું. આધ્યાત્મિક પથના નવા નિશાળિયા હો ત્યારે તમારી આધ્યાત્મિક શક્તિ અને પવિત્રતાની કસોટી ન કરવી. શરૂઆતમાં તમારી આધ્યાત્મિક શક્તિ બતાવવા પાપ અને અપવિત્રતા સામે થવાની બહુ હિમત ન કરવી. આમ કરવા જતાં તમે પતનની ખાઇમાં ખડી જશો. ધૂળના ઢગલામાં તમારા અગ્નિની ચિનગારી ઢંકાઇ જશે. મનમાં અનુકરણ કરવાની મહાન શક્તિ રહેલી છે. આ કારણથી જ આધ્યાત્મિક સાધકને ઘરનાં માણસો સાથે હળવાભળવા દેવામાં નથી આવતો. તેનું મન દુન્વયી વસ્તુની નકલ કરવા યત્ન કરશે, અને તેથી અવશ્ય તેની પડતી થવા સંભવ છે. જો સાધક જ્મીનદાર અને રાજા જેવા પૈસાદાર માણસોની સાથે હરેફરે તો તેનું મન આ લોકાની ખર્ચાળ ટેવોનું અનુકરણ કરવા માંડશે અને થોડા સમયમાં ખબર ન પડે તેમ તે પડતી તરફ ધકેલાઇ જશે. આ કુટેવો તેનામાં એવી પેસી જાય છે કે તેને દૂર કરવી અતિ મુશ્કેલ બને છે. જો અતિ અગત્યનું કામ હોય તો જ સાધક તેને ઘેર ખૂબ જ ઓછો સમય રહી શકે. યોગના નિયમો તેને વધુ સમય રહેવા માટે પરવાનગી આપતા નથી. પછી ભલે ને તેનું ઘર ગમે તેવું સારું હોય અને સાધક ગમે તેટલા વૈરાગ્યવાળો હોય ! સંસારની અસર ખૂબ જ પ્રબળ હોય છે. નિવિક્લ્પ અવસ્થા દ્વારા માનવીના બધા જ સંસ્કાર સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી લાંબા સમય માટે ઘેર રહેવું હિતાવહ નથી કારણ કે ત્યાં સુધી તેણે ભયાક વિસ્તાર ઓળંગ્યો નથી. આધ્યાત્મિક પથ : શરૂઆતમાં આધ્યાત્મિક પથ ખૂબ જ કઠિન, કાંટાળો, ખડકાળ અને લપસણો લાગશે. દુન્વયી વસ્તુનો ત્યાગ દુ:ખ ઉત્પન્ન કરે તે સ્વાભાવિક છે. પરંતુ જો તમે આ રસ્તે આગળ વધવા મજબૂત મનથી નિશ્ચય કરો તો આ રસ્તે આગળ વધવું બહુ જ સહેલું છે. તમને તેમાં આનંદ આવશે. તમારું હૃદય વિશાળ બનશે ને જીવનનું નવું દર્શન પ્રાપ્ત થશે. તમારી દ્રષ્ટિ નૂતન અને વિશાળ બનશે. તમારા હૃદયમાં રહેલા અંતરાત્માના અદ્રશ્ય હાથનો તમને સહારો મળશે. તમારા અંતરાત્માના અવાથી જ તમારા સર્વ સંશયોનો નાશ થઇ જશે અને તમે ઇશ્વરનો કર્ણમંજુલ સ્વર સાંભળી શકશો. દિવ્યામૃતની અવર્ણનીય લાગણી તમે અનુભવશો. તમને ગહન અને પરમ આનંદ મળશે તથા પૂર્ણશાંતિ પ્રાપ્ત થશે. આ પરમાનંદ Page 226 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy