________________
દરેક શક્તિને માધ્યમ જોઇએ છે. જેમ તાંબાના તારમાથી વિદ્યુતશક્તિ ઝડપથી વહે છે તેમ ભાવભર્યા હૃદયોમાં પ્રાર્થનાબળ ઝડપથી પ્રવાહમાન થાય છે, એમ સમજી શકાય છે.
શ્રદ્ધાભર્યું હૃદય પ્રાર્થનાનું ઉત્તમ વાહક બની રહે છે. આ વિશ્વમાં કોઇ મહાન શક્તિ છે એને આપણામાં રસ છે, પ્રાર્થના દ્વારા એનો એ રસ વધારી શકાય છે, આપણી પ્રાર્થના સફળ થઇ શકે છે -વગેરે સમણ આવી ગઇ હોય તો આ માર્ગે યાત્રા કરવાનું વધારે સરળ બને છે. ભાવ મહત્ત્વનો :
એક ગામમાં નવા પૂજારી આવ્યા. એમણે મંદિરમાં પ્રાર્થના દાખલ કરી. એ દર પૂનમે ને અગિયારશે બીજા માણસો પાસે પ્રાર્થના કરાવતા.
એમાં એક અભણ ખેડૂતનો વારો આવ્યો. એ કહે : હું તમારા જેવો વેદવાન નથી. મારી પરાથનામાં શાં ઠેકાણાં હોય ?
એને પૂજારીજીએ આપેલો જ્વાબ જોવા જેવો છે : વિદ્વાનની પ્રાર્થના લોકો ઉપર પ્રભાવ પાડે પણ સરળ હૃદયની સાદી પ્રાર્થના પ્રભુને સ્પર્શી જાય છે. આપણે શબ્દો સાથે નહીં, ભાવોની સાથે કામ છે. સાચી પ્રાર્થનાને શબ્દો સાથે કંઇ જ લેવાદેવા નથી હોતી. અંતરના ભાવ જ એમાં મહત્ત્વના હોય છે. પરમ શક્તિને એમની જ સ્પર્શ થાય. પોકળ શબ્દો હવામાં ઊડી જાય.
એક સંત વ્હે : આપણે પ્રાર્થના કરીએ છીએ એ વાત સાચી. પણ પ્રાર્થના કરીએ છીએ ખરા કે
?
બહુ સમજ્વા જેવી વાત છે, પેલા પોપટની જેમ પ્રાર્થનાના શબ્દો રટી જ્વા, ટેપ ચલાવી જ્વી એ એક વાત છે અને અંતરના ભાવ ગાવવા એ બીજી વાત છે.
પરમાત્માને પ્રાર્થનાની લંબાઇમાં નહીં, સચ્ચાઇમાં રસ છે, ઊંડાણમાં રસ છે. એને શબ્દશુદ્ધિમાં નહીં, હૃદયશુદ્ધિમાં, દિવ્ય બુદ્ધિમાં રસ છે. આપણે ભલે જ્ગને પ્રભાવિત કરી શકીએ, પ્રભુને પ્રભાવિત કરવાના કીમિયા જુદા છે.
સનાતન શક્તિ :
ગુરૂદેવ ટાગોરે શાન્તિનિકેતનના પ્રારંભમાં પ્રાર્થનાનો એટલો આગ્રહ રાખ્યો હતો. નીના નામની એક અંગ્રેજ વિદ્યાર્થીની હે : આ તો એક નવી જ વાત હેવાય.
તું પ્રાર્થનાને નવી વાત કહે છે ? હા. આ વળી શું ? જો. એ માનવઆત્માના આદિજન્મ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. આપણા માટે એ નવી વાત હોય એમ બને, પ્રાર્થનાની શક્તિ સનાતન છે. એની વાત નવી નથી. આપણો પરિચય ના ગણાય એટલું જ.
ગુરૂદેવની આ વાત તર્દન સાચી છે. વિશ્વના સહુથી પુરાતન સાહિત્ય ગણાતા વેદમાં ગાયત્રીમંત્ર આવે છે. એમાં જ દિવ્ય તેજ્મી પ્રાપ્તિની ઊંડી અભીપ્સા છે એ પ્રાર્થના જ છે. પોતાની પ્રજ્ઞાને દિવ્ય તેજ્મી રસી દેવાની ઝંખનાની અભિવ્યક્તિમાં આત્માની તેજભાવના જ પ્રતિબિંબિત થાય છે.
વેદોમાં આવી તો અસંખ્ય ઋચાઓ મળે છે જે મૂળગત રીતે પ્રાર્થનાઓ જ છે. ઉત્તર કાશીવાળા દિવ્યેન્દ્ર સ્વામીએ આવી વોક્ત પ્રાર્થનાઓનું સુંદર સંક્લન બહાર પાડેલું. એમના કહેવા મુજબ વેદોમાં આપેલી પ્રાર્થનાઓમાં માનવજાતનો એવો એક પણ પ્રશ્ન નથી જેનો જ્વાબ ના મળી શક.
ઉપનિષદની તમસો મા ન્યોતિર્ગમયં વિશ્વની ઉત્તમ પ્રાર્થનાઓમાંની એક છે. આખા ગતનો કોઇ ધર્મ એનો અનાદર ન કરી શકે. સાવ નાસ્તિક માણસને પણ આ પ્રાર્થનાનો સ્વીકાર કરવો પડે એવી
Page 208 of 234