________________
રામદાસજીએ મનને પટાવીને બેસાડ્યું. ને પોતે પણ એક અંધારી ગુફામાં જઇને બેસી ગયા. બરાબર બારને ટકોરે કોઇ ભોજનની થાળી મૂકીને ચાલ્યું ગયું. આવા તો અનેક ઉદાહરણ એમના ને અન્યના જીવનમાંથી મળી શકે છે.
પ્રાર્થના એક દિવ્ય સીડી છે, જેનાદ્વારા આત્મા પરમાત્મા સાથે જોડાય છે અને જીવને પરમની શકિતનો લાભ મળવા માંડે છે. વિશ્વવ્યાપી બળ :
તિબેટી લામા તીંગ-ચી એક વાર ગુફામાંથી બહાર આવતા હતા. દ્વાર પર ઊભેલા શિષ્ય પૂછયું
આ વખતે તો ચાલીસ દિવસે બહાર પધાર્યા. હા, હું આકાશને અડતો હતો ને પાતાળને હલાવતો હતો. ના સમજાય, ગુરુદેવ ! હું પ્રાર્થના કરતો હતો. મને અજબ મજા આવી ગઈ.
પ્રાર્થના આકાશને સ્પર્શી શકે ને પાતાળને હલાવી શકે છે એવો અનુભવીઓનો મત છે. આ મત ગમે તેમ વાતોમાંથી નહીં, પણ પ્રાર્થનાના પ્રત્યક્ષ પરિચયમાંથી પ્રગટેલો છે.
પણ એવા અનુભવ માટે કોઇ તૈયાર હોય છે ? આકાશપાતાળને હલાવવાની વાત જવા દો, માણસને પોતાનું હૃદય હલાવતાં જ નથી આવડતું ને ! ત્રીસ-ચાલીસ દિવસની વાત દૂર રહી, એટલી સેકન્ડ માટે પણ મનોવૃત્તિ પ્રાર્થનાલીન બને તોય ઘણું છે.
તમે પ્રાર્થના વિશે શું માનો છો ? નેપાળી મહાત્મા ભોલેરામને યાત્રીકોએ પૂછયું. એનો કોઇ નિયમ નહીં એજ નિયમ. તોપણ ?
પ્રાર્થના બાળકના રુદન જેવી તાત્કાલિક અને સરળ, આંસુના જેવી સ્પષ્ટ અભિવ્યકિતવાળી, હદયવેદના જેવી ગમ વીજઝબકારા જેવી ત્વરિત વંટોળ જેવી સબળ પ્રેમ જેવી અસરકારક અને સંતોનાં હૃદય જેવી દિવ્ય હોય છે. પછી હું શા નિયમ બતાવું ?
તો પણ પ્રાર્થનાપથે પહેલાં પગલાં ભરનારાને થોડા નિયમો તો જોઇશે જ. સમજણના એવા દીવા માર્ગદર્શક સ્થંભો ઉપર ગોઠવ્યા હશે તો આપણો રસ્તો સરળ થશે. પ્રભુનું વરદાન :
મને પ્રાર્થનાની કળા સમજાવો. શ્રી રામકૃષ્ણ પરમહંસને એક વાર રાખાલે વિનંતિ કરી.
એમાં શું સમજાવવાનું હતું ? ખૂબ જ ભાવથી પ્રભુના વરદાનનો ઉપયોગ કરવાનું રાખવું. કર્યું વરદાન ?
પ્રાર્થનાનું. એનાથી આગળનો રાહ પ્રકાશિત થઇ જશે.
પ્રાર્થના પ્રભુનું વરદાન છે એટલું પણ સમજી લેવામાં આવે તો આગળનો રસ્તો ખરેખર પ્રકાશિત થઇ જાય.
અહીં આપણને બાઇબલની પેલી પ્રાર્થના યાદ આવે છે.
“હે પ્રભુ ! અમને પ્રાર્થના કરતાં શીખવો.” જા એક આ પ્રાર્થના કરતાં પણ આવડી જાય તોય ધન્ય બની જઇએ. આપનામાં આ ભાવ જાગે તોય ક્યાંથી ?
Page 207 of 234